લોકસભાની ચૂંટણીમાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતીની જુગલબંધીનો જાદૂ એક્ઝિટ પોલમાં એકદમ ફિકો પડી રહ્યો છે. જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપ જંગી જીત મેળવશે તેમ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ સૌકોઈની નજર બે મહત્વપૂણ બેઠકો પર છે.

ઉત્તર પ્રદેશમાં મૈનપુરી અને અમેઠી બેઠકને લઈને ચારેકોર ચર્ચા છે. મૈનપુરી બેઠક પરથી સમાજવાદી પાર્ટીના સંયોજક અને ઉત્તર પ્રદેશમાં બે વાર મુખ્યમંત્રી રહી ચુકેલા મુલાયમ સિંહ યાદવ લડી રહ્યાં છે. તો અમેઠી બેઠક પરથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લડી રહ્યાં છે.

મેનપુરી

આજતક-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં આ બંને બેઠકો પર કાંટાની ટક્કર દર્શાવવામાં આવી રહી છે. આ બંને બેઠકો વચ્ચે જીત-હારનો તફાવત ખુબ જ ઓછો રહે તેમ દર્શાવવામાં આવ્યું છે.

તો અન્ય એક્ઝિટ પોલમાં પણ મેનપુરીને લઈને કંઈક આવી જ સ્થિતિ દેખાડવામાં આવી રહી છે. મેનપુરી બેઠક પરથી મુલાયમ સિંહે જાહેરાત કરી છે કે આ તેમની છેલ્લી ચૂંટણી છે. આ બેઠક યાદવ પરિવારનો ગઢ માનવામાં આવે છે. અહીંથી મુલાયમ સિંહ એક પણ વાર ચૂંટણી હાર્યા નથી. આ વખતે ભાજપી મેનપુરી બેઠક પરથી પ્રેમ સિંહ શાક્યને મેદાને ઉતાર્યા છે. એક્ઝિટ પોલ પ્રમાણે શાક્ય મુલાયમ સિંહને જોરદાર ટક્કર આપી રહ્યાં છે. 2014માં મુલાયમ સિંહે 3.64 લાખ મતોથી જીત હાંસલ કરી હતી.

અમેઠી

એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં જણાવ્યા પ્રમાણે અમેઠીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની વચ્ચે કાંટાની ટક્કર છે. 2014માં રાહુલ ગાંધી સામે હાર્યા હોવા છતાંયે સ્મૃતિ છેલ્લા 5 વર્ષથી અહીં ખુબ જ સક્રિય રહ્યાં હતાં. ગત વખતે રાહુલ ગાંધીની જીતનું અંતર 3 લાખથી ઘટીને માત્ર 1.07 લાખ જ રહી ગયું હતું.

પરંતુ આ વખતે અહીંથી સ્મૃતિ ઈરાનીનું પલડું ભારે દર્શાવવામાં આવી રહ્યું છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં આ બેઠક પરથી સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી વચ્ચે કાંટાની ટક્કર દર્શાવી રહ્યાં છે. આ ઉપરાંત રાહુલ ગાંધી આ વખતે તેમની પરંપરાગત બેઠક ઉપરાંત કેરળના વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યાં છે. આ બાબતને પણ ક્યાંક ને ક્યાંક સ્મૃતિ ઈરાનીના વધતા કદ સાથે જોડીને જોવામાં આવી રહી છે.

આ વીડિયો પણ જુઓ

લોકસભાની ચૂંટણીના પરિણામો માટે એજન્સીઓના આંકડા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મુલાયમની મૈનપુરી અને રાહુલની અમેઠીમાં ફસાયો કેસ, થઈ શકે છે નવા જૂની appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/exit-polls-2019-tough-fight-between-sp-bsp-and-bjp-in-high-profile-seats/
via Best Gujarati News