EXIT POLL: હરખપદુડા ચંદ્રબાબુને તેમના ઘરમાં જ લાગી શકે છે જોરદાર ઝટકો
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પુર્ણ થતાંની સાથે જ એક્ઝિટ પોલના આંકડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. એક્ઝિટ પોલમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવશે. તો દક્ષિણના 2 રાજ્ય આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં મોટો ઉલટફેર થતો જોવા મળી શકે છે. આંધ્ર પ્રદેશમાં સત્તારૂઢ તેલગુ દેશમ પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે. અને વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીને મોટી સફળતા મળી શકે છે. જ્યારે તેલંગાણાની ટીઆરએસ પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખશે. આંધ્ર પ્રદેશમાં 25 લોકસભા બેઠકો માટે મતદાન થયું હતું.
આજતક-એક્સિસ માય ઈન્ડિયાના સર્વે અનુસાર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને ગેર બીજેપી મોર્ચાની આગેવાની કરતાં ચંદ્રબાબુ નાયડુની સ્થિતિ ખરાબ થઈ શકે છે. તેમની પાર્ટી ટીડીપી ફક્ત 4-6 સીટો મેળવી શકે છે. જ્યારે વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી પોતાના રાજનીતિના ઈતિહાસમાં મોટી જીત હાંસલ કરતાં 18-20 સીટો જીતી શકે છે. જો કે અહીં ભાજપનું ખાતું નહીં ખૂલી શકે. તો કોંગ્રેસને પણ એકપણ સીટ નહીં મળે.
સી વોટરના સર્વે અનુસાર તેલુગુ દેશમ પાર્ટીને 14 સીટ મળશે અને વાઈએસઆર કોંગ્રેસને 11 સીટો મળશે.
વીએમઆર સર્વે અનુસાર આ ચૂંટણીમાં આંધ્ર પ્રદેશમાં વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીને 18 સીટ મળશે, જ્યારે ટીડીપીને 7 સીટો મળશે.
2014ની લોકસભા ચૂંટણીમાં આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડીની પાર્ટી વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીને 8 સીટો મળી હતી. જ્યારે ટીડીપીને 15 સીટો મળી હતી. તો બીજેપીને ફાળે 2 સીટો આવી હતી.
સી વોટરના સર્વે અનુસાર દેશમાં સરકાર બનશે તો મોદીની જ. સી વોટરના સર્વેમાં લોકસભાની 542 સીટોમાંથી NDAને 287 સીટો, UPAને 128 સીટો અને અન્યને 127 સીટો મળશે. તો ઉત્તર પ્રદેશમાં આ વખતે સપા-બસપા ગઠબંધન અને કોંગ્રેસને કારણે ભાજપની સીટોને ઝટકો લાગશે
લોકસભા ચૂંટણીમાં 543 બેઠકોમાંથી 542 બેઠકો પર ચૂંટણી થઈ હતી. તમિલનાડુના વેલ્લોરમાં મોટી માત્રામાં રકમ જપ્ત થતાં ચૂંટણી પંચે વેલ્લોર બેઠકની ચૂંટણી રદ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post EXIT POLL: હરખપદુડા ચંદ્રબાબુને તેમના ઘરમાં જ લાગી શકે છે જોરદાર ઝટકો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/exit-poll-result-of-loksabha-election-in-andhra-pradesh/
via Best Gujarati News
0 Comments