કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019માં બોલીવુડની એકટ્રેસ એક પછી એક હાજર રહી ચાર ચાંદ લગાવી રહી છે. પ્રિયંકા ચોપડાથી લઈને દીપિકા પાદુકોણે રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેર્યો છે. પ્રશંસકોના દીલ જીત્યા છે. આ દરમિયાન તમામ એકટ્રેસના આકર્ષક અંદાજ અને અલગ અલગ લુક જોવા મળ્યા હતો, આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર ખુબજ વાયરલ થઈ છે.

હુમાએ પોતાના ઇંસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જે વેનિટી ફર પાર્ટીની છે. આ તસવીરમાં હુમાએ મહિલા સશક્તિકરણની વાત કરી છે. આ તસવીરમાં એક સાથે પાંચ સીતારાઓ ચમકી રહ્યા છે. જેમાં હુમા કુરૈશી, ડાયના પેંટી, હિના ખાન, પ્રિયંકા અને તેના પતિ નિક જોનસનો સમાવેશ થાય છે. આ તસવીરના કૈપ્શનમાં હુમાએ લખ્યુ કે સામર્થ્યવાન મહિલાઓ એક બીજાને સપોર્ટ કરે છે, રીયલ વુમન એકબીજાને સપોર્ટ કરે છે.

આ પ્રખ્યાત કાન્સ ફેસ્ટિવલમાં પ્રિયંકા-દીપિકા સિવાય કંગના રનૌત, હુમા કુરૈશી, ડાયના પેંટી, ટીવી એકટ્રેસ હીના ખાન ઉપસ્થિત રહી અને પોતાના કામણ પાથર્યા. કેટલાક સમયથી બોલીવુડથી ગાયબ મલ્લિકા શેરાવતે આ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે મલ્લીકાનો લુક હાલ ખુબજ ચર્ચામાં છે.

આપને જણાવી દઈએ કે ડાયના પેંટી અને હીના ખાને કાન્સમાં પહેલી વખત ભાગ લીધો છે. બંનેનો લુક રેડ કાર્પેટનો અંદાજ સોશિયલ મીડિયા પર છવાયેલો રહ્યો. દીપિકા પાદુકોણ કાન્સથી પરત ફરી ચુકી છે. તેના 8 સ્ટાઈલીશ લુક ખુબજ ચર્ચામાં રહ્યા છે. પતિ રણવીર સિંહે તેની તસવીરો પર કમેંટ કરી તેને સપોર્ટ કર્યો.

પ્રિયંકા ચોપડાએ આ વર્ષે 72માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કર્યુ છે. પ્રિયંકા સાથે તેનો પતિ નિક જોનસ પણ રેડ કાર્પેટ પર નજર આવ્યો હતો. પ્રિયંકાએ પોતાના ચોથા લુકની તસવીરો શેર કરી છે. જેમાં નીક છત્રી લઈને વરસાદથી બચાવતો દેખાઈ રહ્યો છે. પ્રિયંકાના ફેન તેની તસવીરને જોઈને ખુબજ પ્રશંસા કરી રહ્યા છે. તો કેટલાક યૂઝર્સ પ્રિયંકા અને નિકને ટ્રોલ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post એક ફ્રેમમાં પાંચ સિતારા, કાન્સથી આવી ખુબજ પ્યારી તસવીર appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/cannes-this-photo-of-priyanka-chopra-hina-khan-huma-qureshi-diana-penty-is-full-of-desi-girl-power/
via Best Gujarati News