બોલીવુડ એકટ્રેસ શિલ્પા શેટ્ટી ભલે આજ કાલ આપણને સિલ્વર સ્ક્રીન પર દેખાતી ન હોય પણ ટીવી પર અને સોશિયલ મીડિયા પર શિલ્પાનો દબદબો આજે પણ યથાવત છે. શિલ્પા શેટ્ટીએ મીડિયા સાથે વાતચીત કરતા પોતાની કેરિયર અને ફિલ્મો અંગે વાત કરી હતી.

શિલ્પાએ કહ્યુ કે હું શરૂઆતના દિવસોમાં ખુબજ લાંબી, પાતળી અને વધારેમાં કાળી હતી. ગ્રેજ્યુએશન કરી મે તરતજ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યુ. મને નાનપણથી જ કંઇક અલગ કરવાની ઇચ્છા હતી. હું કંઈક એવુ કરવા ઈચ્છતી હતી કે લોકો મને ક્યારેય ન ભૂલી શકે. થોડો સમય કામ કરતા મને એવુ લાગવા લાગ્યુ કે ફિલ્મોમા ટકવું મારા માટે જાણેકે અશક્ય છે.

શિલ્પાએ કહ્યુ કે મને નથી લાગતુ કે હું આગળ જતા આ ક્ષેત્રે કંઈ કરી શકુ. આ સમયમાં જ માત્ર મસ્તી ખાતર મે એક ફેશન શોમા ભાગ લીધો. મને એક ફોટોગ્રાફરે ઓફર કરી મારા માટે આ ખાસ તક હતી. આ રીતે મે મોડલીંગની શરૂઆત કરી. જે પાછળથી મને ફિલ્મો સુધી લઈ ગઈ. કંઈ પણ સરળતાથી નથી મળતુ.

મે મારી શરૂઆતમાં ખુબજ સંઘર્ષ કર્યો લોકો મારી સામે એ રીતે જોતા જાણે હું આ કામ નહી કરી શકુ. ફક્ત 17 વર્ષની ઉંમરે ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યુ. મેં ક્યારેય આ દુનિયા જોઈ ન હતી. જ્યારે કામયાબીની કસૌટી પર જવાનો સમય આવ્યો હું તૈયાર ન હતી. મને હિંદી બોલવામાં પણ તકલીફ પડતી હતી. કેમેરો સામે આવતા હું ડરી જતી હતી.

શિલ્પાએ કહ્યુ ખુબજ પ્રયાસો છતા મને માનસીક થાક લાગતો હતો. મને આજે પણ યાદ છે એક એવા ફિલ્મ પ્રોડ્યુસર જેણે માત્ર બીજા કોઈના કહેવાથી કોઈ જ કારણ વીના મને તેની ફિલ્મમાંથી હાકી કાઢી હતી. એ સમય મારો ન હતો મારે સતત સંઘર્ષ કરવાનો હતો. જે હું કરી રહી હતી.

શિલ્પાએ નક્કી કર્યુ કે તે હાર નહી જ માને અને તેણે નિર્ણય કર્યો બ્રિટિશ રિયાલિટી શો બિગ બ્રધરમા કામ કરવાનો. અહીં પણ તેણે ખુબજ ખરૂ ખોટુ સાંભળ્યુ, આજ કારણે શિલ્પા ચર્ચાઓમાં આવી. જોત જોતામાં શિલ્પાને જોઈતી હતી તે સફળતા મળી. શિલ્પાને એ સફળતા સંઘર્ષ પછી હાથ લાગી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શિલ્પા શેટ્ટીએ કર્યો ચોંકાવનારો ખુલાસો ફિલ્મ પ્રોડ્યુસરને લઈને કહ્યું કે… appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/producers-threw-me-out-of-their-films-without-any-reason-shilpa-shetty/
via Best Gujarati News