તડકામાં શ્યામ થઇ ગયા છો? તો આટલી માવજત જરૂર કરો
મેકઓવર :- શહનાઝ હુસૈન
ત્વચાનો રંગ
આપણા શરીરમાં રહેલું મેલાનિન આપણા વાળ અને ત્વચાનો રંગ નક્કી કરે છે. જો મેલાનિનની સંખ્યા વધારે હોય તો ત્વચા શ્યામ લાગે છે, વાળ ઘટ્ટ કાળા લાગે છે. કહેવાય છે કે શ્યામ ત્વચામાં સૂર્યના કિરણોને સહન કરવાની ક્ષમતા વધારે હોય છે. આમ છતાં શ્યામ ત્વચાની પણ વિશેષ સંભાળ જરૂર બની રહે છે. ખાસ કરીને સૂર્ય પ્રકાશથી જો ત્વચા શ્યામ પડી ગઇ હોય તો તેને નોર્મલ કરવા માટે પણ તમારે થોડી સંભાળ લેવી જરૂરી બને છે. કેમ કે એક સામાન્ય નિયમ છે જે ત્વચા ઉપર લાગેલા તડકાની અસર, મતલબ કે જે સૂર્ય પ્રકાશ ત્વચાને કાળી કરી નાખે છે તે ભાગની હીલ થવા માટે ત્રણ મહિનાનો સમય લાગે છે. જો તમે તેની સારી સંભાળ લેશો તો આ સમય ત્રણ મહીનાનો જ રહેશે. તેનાથી વધશે નહી, અને જો તમે સરખી સંભાળ નહી લો તો આ સમય વધી શકે છે. માટે ટેન થયેલી ત્વચાની વિશેષ સંભાળ લેવી જરૂરી છે. તે સીવાય જો તમારો વર્ણ શ્યામ જ હોય તો પણ તેની અમુક રીતે માવજત ખૂબ જ જરૂરી બને છે. અહીં આપેલી થોડી ટિપ્સ દ્વારા તમે પણ સુંદર અને આકર્ષક દેખાઈ શકો છો.
મોઇશ્ચર છે જરૂરી
સામાન્ય રીતે શ્યામ ત્વચા પ્રમાણમાં વધુ ડ્રાય અને રફ હોય છે. અને ખાસ કરીને તડકાના કારણે કે સ્વીમીંગ કરવાથી ક્લોરીનયુક્ત પાણીના કારણે જે ત્વચા શ્યામ બની હોય તેમા ડ્રાયનેસ અને રફનેસનું પ્રમાણ વધારે જ હોય છે. એટલે તેની કેર કરવી જરૂરી છે. ત્વચા ઉપર નિયમિત મોઇશ્ચર કરવું જરૂરી છે. સંશોધનો દર્શાવે છે કે હ્યુમેક્ટન્ટ્સ ધરાવતું મોઇશ્ચરાઈઝર શ્યામ ત્વચા માટે ખૂબ ઉપયોગી છે. તેનાથી શુષ્ક ત્વચા કોમળ બને છે અને પાણીનું તત્વ જળવાઈ રહે છે. પરંતુ જો તમારી ત્વચા ઓઈલી હોય તો તમારે ઓઈલ ફ્રી મોઇશ્ચરાઈઝર પસંદ કરવું જોઈએ. તેનાથી તમારા રોમછિદ્રો ખુલ્લા થશે અને ચીકાશ દૂર થશે.
બોડી વોશ
શક્ય હોય ત્યાં સુધી શ્યામ ત્વચા માટે સાબુનો ઉપયોગ દિવસમાં એક જ વખત કરવો. તેના બદલે લિકિવડ બોડી વોશ વાપરવું વધુ યોગ્ય રહેશે. જો તમે ટાળી શકો તો ચોક્કસપણે સાબુનો ઉપયોગ ટાળવો જ હિતાવહ રહેશે. અને સાબુ સીવાય ગ્લિસરીન, યુરિયા, હ્યાલુરોનિક એસિડ જેવાં તત્ત્વોયુક્ત બોડી વોશ શરીરની ડેડ સ્કિનને સ્વચ્છ કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. શાવર પફની મદદથી પૂરા શરીર પર બોડી વોશ લગાવી દો. ત્યારબાદ હળવા હાથે મસાજ કરો અને શાવર લો. તેનાથી ત્વચા નરમ બનશે અને મુલાયમ બનશે. સાબુ વડે નહાતા ત્વચા વધારે રફ અને ડ્રાય બની જાય છે. જેથી નવી ત્વચા આવતાં ખાસ્સો સમય લાગી જાય છે, પરીણામે ત્વચા વધારે ખરાબ બને છે.
સ્ક્રબ ક્રીમ
શ્યામ ત્વચાને ચમકદાર બનાવવા માટે સ્કિન ઉપરથી ડેડ સ્કિન અને મેલ દૂર કરવાં જરૂરી છે. આ માટે સ્પેશિયલ સ્ક્રબ ક્રીમ બજારમાં અવેલેબલ છે. એક્સફોલિએશન એજન્ટયુક્ત ક્રીમ શ્યામ ત્વચા માટે ખૂબ ઉપયોગી રહે છે. ત્વચાને ચમક આપવા માટે પંદર દિવસે એકવાર તો ચોક્ક્સપણે બોડી સ્ક્રબ કરાવવું. બોડી સ્ક્રબ જો તમે પાર્લરમાં ન કરાવરાવવા ઇચ્છતા હોય તો તમે ઘરે પણ સ્ક્રબ કરી જ શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post તડકામાં શ્યામ થઇ ગયા છો? તો આટલી માવજત જરૂર કરો appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/in-the-sun-dark-and-gone-yes-if/
via Best Gujarati News
0 Comments