અલ્પેશ મુદ્દે CM રૂપાણીએ મગનું નામ મરી ના પાડ્યું, કહ્યું- ‘વાતમાં હજી કંઈ ક્રોંકિટ નથી’
પેટાચૂંટણીમાં ભાજપના મેન્ટેડ પર ચૂંટાયેલા ચાર ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં શપથવિધી પછી ત્યાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વચ્ચે પોણો કલાક બેઠક ચાલી હતી.
બહાર આવેલા મુખ્યમંત્રીએ ૯૯ ધારાસભ્યો ધરાવતુ ભાજપ અપક્ષના સર્મથન પછી ૧૦૦ અને હવે ૧૦૪ના સંખ્યાબળે હોવાનું જણાવ્યુ હતુ. અલ્પેશ ઠાકોર અને તેના સાથી ધારાસભ્યો ક્યારે ભાજપમાં પ્રવેશ કરશે તે મુદ્દે પત્રકારોએ પુછયુ ત્યારે તેમણે મગનુ નામ મરી પાડયુ નહીં.
‘હજી કંઈ ક્રોંકિટ નથી’ તેમ જણાવતા મુખ્યમંત્રીને મંત્રીમંડળના વિસ્તરણ અંગે પુછવામાં આવ્યુ ત્યારે તેમણે હસીને ‘કોણે કહ્યું’ હાથ ઉંચો કરીને નીકળી ગયા હતા. જો કે, ભાજપના પદાધિકારીઓ કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ વિસ્તરણ કરશે તેમ કહી રહ્યા છે.
૧૫થી વધુ MLA કોંગ્રેસથી છેડો ફાડવા તૈયાર : અલ્પેશ
નેશનલ ન્યુઝ એન્જસી સમક્ષ વડાપ્રધાન મોદી, રાષ્ટ્રીય સ્વયંસંઘના મ્હોંફાટ વખાણ કરતા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના ૧૫થી ૧૭ પોતાના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસમાં અડધાથી વધારે ધારાસભ્યો ખુશ નથી, પ્રજાનું કામ કરી શકતા નથી. આ ધારાસભ્યો ગમેત્યારે કોંગ્રેસમાંથી છેડો ફાડવાની તૈયારીમાં હોવાનું જણાવ્યુ હતુ.
કોંગ્રેસમાં ૩૫-૪૦ MLA હજીએ નારાજઃ ડો. આશા
ઊંઝાથી ભાજપમાંથી ચૂંટાયેલા ડો.આશાબહેન પટેલે ધારાસભ્યપદની શપથલીધા બાદ ન્યૂઝ ચેનલોના કેમેરા સામે કોંગ્રેસના નેતાઓને ભાંડયા હતા. ડો. આશાબહેન પટેલે વધુમાં કહ્યુ હતું કે, કોંગ્રેસમાં મારી અવગણના વખતે જ ૩૫-૪૦ ધારાસભ્યો નારાજ હતા. જે હજીએ છે. શું કોંગ્રેસમાં નારાજને ભાજપમાં લાવશો તેવા સવાલના જવાબમાં જેને આવવુ હોય તે આવે તેમ જણાવ્યુ હતુ.
કોંગ્રેસમાંથી બીજા ૨ MLA અને ડે. CM વચ્ચે મુલાકાત
અલ્પેશ ઠાકોરે સાથી ધારાસભ્ય સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે દોઢ કલાક બેઠક કર્યાના બીજા જ દિવસ મંગળવારે કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો તેમની મુલાકાતે પહોંચ્યા હતા. કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ચોટીલા વિધાનસભા બેઠકના રૂત્વિજ મકવાણા અને મહુધા વિધાનસભા બ બેઠકના ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોરની મુલાકાતથી આ બંને ધારાસભ્યો પણ ભાજપ ભેગા થશે તેવી અટકળો વહેતી થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અલ્પેશ મુદ્દે CM રૂપાણીએ મગનું નામ મરી ના પાડ્યું, કહ્યું- ‘વાતમાં હજી કંઈ ક્રોંકિટ નથી’ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/alpesh-thakor-of-bjp-cm-rupani-says-assembly-speakers-chamber/
via Best Gujarati News
0 Comments