સહકારી અગ્રણી નટુભાઇ પીતાંબર બરાબરના ‘ભરાયા’, સરકારે 6.30 કરોડ વસૂલવા કર્યો આદેશ
સહકારી આગેવાન નટવરલાલ પિતાંબરદાસ પટેલને રાજ્યના સહકાર વિભાગે રૂ.૬.૩૦ કરોડ ભરપાઈ કરવા આદેશ કર્યો છો. પટેલ ગુજકોમાસોલના ચેરમેનપદે હતા ત્યારે મગ અને મકાનની ખરીદીમાં મોટાપાયે ગેરરીતી આચરી હતી. આ કૌભાંડ સંદર્ભે સરકારે રિકવરીનો આદેશ કર્યાનું બહાર આવ્યુ છે.
ગુજકોમાસોલમાં ચૂંટણી અટકાવીને વર્ષો સુધી ચેરમેનપદે રહેલા નટવરલાલ પટેલના કાર્યકાળમાં મોટા પાયે મગ અને મકાન ખરીદીનું કૌભાંડ થયુ હતુ. રાજ્યના સહકાર વિભાગના ઓડિટ રિપોર્ટમાં પણ મગ- મકાન ખરીદીમાં ગોટાળા પકડાયા હતા અને તેના માટે ચેરમેન તરીકે પટેલને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.
ગુજકોમાસોલને થયેલા નુકશાનની રિકવરીની પ્રક્રિયા સરકારે હવે શરૂ કરી છે. જે સંદર્ભે નટવરલાલ પટેલને નોટીસ આપવામાં આવી છે. જો કે, સરકાર કે સહકારી રજિસ્ટ્રારમાંથી આવા કોઈપણ પ્રકારની નોટીસ મળ્યાનો નટવરલાલ પિતાંબરદાસ પટેલે ઈન્કાર કર્યો છે.
ઉલ્ટાનું નોટિસ મળશે તો જોયુ જશે, કાયદાકિય કાર્યવાહી કરીશ તેમ જણાવીને પોતે કોંગ્રેસમાં હોવાથી ભાજપ સરકાર હેરાન કરી રહ્યાનો આક્ષેપ કર્યો છે. પોતાને ભાજપમાં લઈ જવા માટે વિસનગરના ધારાસભ્ય રૂષિકેષ પટેલ અને બીજા સ્થાનિક આગેવાનોએ દબાણ કર્યુ હતુ, ધાક ધમકીઓ આપી રહ્યા છે પણ હુ કોઈકાળે ભાજપમાં જવાનો નથી.
ભાજપના જ નેતાઓ, સરકાર છેક સુપ્રિમકોર્ટ સુધી લડીને જેમને પદભ્રષ્ટ કર્યા છે ત્યારે એ જ નટવરલાલ પટેલને ભાજપમાં જોડાવા માટે ભાજપના જ નેતાઓ પોંખવાની તૈયારી કરતા હતા.
તેમના આક્ષેપો બાદ ન્યુઝ ચેનલો સમક્ષ વિસનગરના ધારાસભ્ય રૂષિકેશ પટેલે નટુ પિતાંબરને ભાજપમાં આમંત્રણ આપવા ગયાનો સ્વિકાર કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સહકારી અગ્રણી નટુભાઇ પીતાંબર બરાબરના ‘ભરાયા’, સરકારે 6.30 કરોડ વસૂલવા કર્યો આદેશ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/mehsana-6-30-crore-recovered-notice-issued-to-natubhai-pitambar/
via Best Gujarati News
0 Comments