આ ગુજરાત BJPની સ્ટ્રેટજી, કોંગ્રેસના 19 ધારાસભ્યો ક્રોસવોટિંગ કરે તો જ…!!!
”લોકસભામાં ચૂંટાયા બાદ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી બંને બેઠકો અમારી પાસે છે અને રહેશે. ભાજપ વિજયશ્રીને વરેલી પાર્ટી છે” એવો દાવો પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કર્યો છે. ગુજરાત વિધાનસભામાં હાલની સ્થિતિ જોતા ભાજપ બંને બેઠકો જાળવી રાખવા પુરતા ધારાસભ્યો નથી.
કોંગ્રેસને એક બેઠક આપવી જ પડે તેવી સ્પષ્ટ સ્થિતિ છે. ત્યારે વાઘાણીના આત્મવિશ્વાસ પાછળ ઓગસ્ટ ૨૦૧૭ની જેમ આવી રહેલી રાજ્યસભા ચૂંટણીમાં ફરીથી કોંગ્રેસમાં બળવા અને ક્રોસવોટિંગની સ્થિતિ નિષ્ણાતો જોઈ રહ્યા છે.
સાંપ્રત સ્થિતિએ ૧૮૨ની વિધાનસભામાં ત્રણ બેઠકો ખાલી છે, ૧૭૯માંથી ભાજપના ૧૦૩ અને કોંગ્રેસમાં ૭૧ ધારાસભ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં એક બેઠક જીતવા ઓછામાં ઓછા ૬૧ મતો જરૂરી છે. આ ગણિતમાં હાલ ચૂંટણી થાય તો ૧૦૩માંથી ૬૧ મતે ભાજપ એક બેઠક જીત્યા પછી ૭૧ ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસ બીજી બેઠક સરળતાથી જીતી જાય તેમ છે.
આથી, જો કોંગ્રેસના ૧૯ ધારાસભ્યો ભાજપની તરફેણમાં ક્રોસવોટિંગ કરે તો જ ભાજપને બીજી બેઠક મળશે તેમ નિશ્ચિત મનાય છે. પેટાચૂંટણી બાદ મંગળવારે ભાજપના ૯૯માં ચાર ધારાસભ્યો ઉમેરયા છે, લોકસભામાં ચાર ચૂંટાતા આગામી બે સપ્તાહમાં ધારાસભ્યપદેથી તેમના રાજીનામા બાદ ભાજપ ફરીથી ૯૯ના સંખ્યાબળે ઉતરશે. ઓગસ્ટ પૂર્વે રાજ્યસભાની ચૂંટણી નિશ્ચિત છે તેવામાં જો વિધાનસભાની પેટાચૂંટણી નહી યોજાય તો આ પ્રવાહી સ્થિતિ સતત બદલાતી રહશે.
સમજણઃ ભાજપમાં આ વિકલ્પોનું ગણિત ઘૂંટાઈ રહ્યું છે
રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે ૯૦ દિવસમાં ચૂંટણી યોજવી ફરજીયાત છે. જો આગામી ૪૫ દિવસમાં ચૂંટણી થાય અને ૪૫ દિવસ પછી ૨૮ ઓગસ્ટ પહેલા ચૂંટણી યોજાય તો એમ બંને સ્થિતિમાં કોંગ્રેસમાંથી ક્રોસવોટિંગ થાય તો જ ભાજપ બંને બેઠકો જીતી શકે તેમ છે. લોકસભામાં ચૂંટાયેલા ચાર ધારાસભ્યોની ખાલી પડનારી ચાર અને પહેલાથી ખાલી રહેલી ત્રણ એમ કુલ ૭ બેઠકોમાં જૂલાઈના અંત સુધીમાં પેટાચૂંટણી યોજાય અને તેમાંય તમામ ભાજપ તમામ બેઠકો જીતે તો વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ૧૦૭ને આંકડે પહોંચે. જો કે, એમ છતાંયે રાજ્યસભામાં તો કોંગ્રેસના ક્રોસવોટિંગ સિવાય ભાજપની દાળ ગળે તેમ નથી.
વિકલ્પ- ૧
૧૫ જુલાઈ પૂર્વે રાજ્યસભા ચૂંટણી યોજાય તો શું થાય ?
- ૮૨ની વિધાનસભામા વર્તમાન ધારાસભ્યોની સંખ્યા ૧૭૯
- પેટાચૂંટણી વિજેતા ચાર વત્તા એક અપક્ષ સાથે ભાજપ ૧૦૪
- ૧૪ દિવસમાં લોકસભામા વિજેતા ૪ રાજીનામું આપે તો ૧૦૦
- અલ્પેશ ઠાકોર વત્તા અપક્ષ મેવાણી સહિત કોંગ્રેસનું બળ ૭૨
- જોડતોડની રમતઃ રાજ્યસભા ચૂંટણીમાં BTPના ૨ વત્તા NCPના ૧ એમ ત્રણ MLA મતદાનથી અળગા રહે તો ૧૭૨નું વોટિંગ થાય. એક બેઠક જીતવા ૫૯ ધારાસભ્યોના મત જોઈએ. એટલા મતે એક બેઠક જીત્યા પછી બીજી બેઠક માટે કોંગ્રેસમાંથી ૧૮ MLA મત આપે તો જ ભાજપ બંને બેઠકો જાળવી શકે.
- જો NCPના કાંધલ જાડેજા ભાજપને મત આપે તો કુલ વોટિંગ ૧૭૩નું થશે. આથી, ભાજપને કોંગ્રેસમાંથી ઓછામાં ઓછા ૧૯ MLAનું ક્રોસવોટિંગ અનિવાર્ય થઈ પડશે. કુતિયાણાના કાંધલે ઓગસ્ટ- ૧૭માં પણ ક્રોસવોટિંગ કર્યું હતુ !
- જો BTPના છોટુભાઈ ઓગસ્ટ- ૧૭ની જેમ પુત્ર મહેશ વસાવા સાથે કોંગ્રેસને મત આપે તો કુલ ૧૭૫ના વોટિંગમાં એક બેઠક જીતવા ભાજપને ૬૦ MLAની જરૂર પડશે. કોંગ્રેસમાથી ઓછામાં ઓછા ૨૦ ધારાસભ્યો ક્રોસવોટિંગ કરે તો જ ભાજપને બીજી બેઠક મળશે.
વિકલ્પ-૨
૭ બેઠકોની પેટાચૂંટણી પછી રાજ્યસભા ચૂંટણી થાય તો ?
- પેટાચૂંટણી બાદ ૧૪મી વિધાનસભા ફુલ કોરમે રહે તો ૧૮૨
- પેટાચૂંટણીમાં ૭ બેઠકો જિત્યા પછી ભાજપના MLA ૧૦૭
- અલ્પેશ ઠાકોર વત્તા અપક્ષ મેવાણી સહિત કોંગ્રેસનું બળ ૭૨
- જોડતોડની રમતઃ રાજ્યસભા ચૂંટણીમાં BTPના ૨ વત્તા NCPના ૧ એમ ત્રણ MLA મતદાનથી અળગા રહે તો ૧૭૯નું વોટિંગ થાય. એક બેઠક જીતવા ૬૧ મત જોઈએ. એટલા મતે એક બેઠક જીત્યા પછી ભાજપ પાસે ફસ્ટ પ્રેફરન્સના ૪૬ મત રહે છે આથી, બીજી બેઠક માટે કોંગ્રેસમાંથી ૧૫નું ક્રોંસવોટિંગ અનિવાર્ય.
- જો NCPના કાંધલ જાડેજા ભાજપને મત આપે તો કુલ વોટિંગ ૧૮૦ થાય આ સંજોગોમાં ૬૧ મતે એક બેઠક જિત્યાબાદ બીજી બેઠક મેળવવા ભાજપ માટે કોંગ્રેસમાંથી ઓછામાં ઓછા ૧૫ MLAનું ક્રોસવોટિંગ અનિવાર્ય
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ ગુજરાત BJPની સ્ટ્રેટજી, કોંગ્રેસના 19 ધારાસભ્યો ક્રોસવોટિંગ કરે તો જ…!!! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/bjp-will-win-two-rajya-sabha-seats-only-if-19-congress-mlas-cross-voting/
via Best Gujarati News
0 Comments