જેટ એરવેઝને આગામી બે સપ્તાહમાં નવો રોકાણકાર મળી શકશે ખરા?
। નવી દિલ્હી ।
જેટ એરવેઝની કટોકટી અંગે લેન્ડર્સ દ્વારા બે સપ્તાહમાં આખરી નિર્ણય લેવામાં આવે એવી ધારણા છે. જોકે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જેટ એરવેઝને આગામી બે સપ્તાહમાં નવો રોકાણકાર મળી શકશે ?
એસબીઆઈના નેતૃત્વ હેઠળના ૨૬ લેન્ડર્સ જેટ એરવેઝ પાસેથી રૂ.૮,૫૦૦ કરોડની લેણી નીકળતી રકમ મેળવવાની આશા રાખે છે. માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે બેન્કો નિયંત્રિત શેરધારક તરીકે હિસ્સો જાળવવા માગતી નથી પરંતુ અન્ય પાર્ટનર્સ દ્વારા ઠાલવવામાં આવનારી મૂડીને અનુલક્ષી ૩૦થી૩૫ ટકા હિસ્સો જાળવવામાં તેમને અનુકૂળતા રહેશે.
બીજી તરફ કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ૨૦થી વધુ નામો સૂચવ્યા હોવાનું મનાય છે કે જેમની વિરુદ્ધ લુક આઉટ સકર્યુલર જારી કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સકર્યુલરમાં જેટ એરવેઝના ભૂતપૂર્વ ચેરમેન નરેશ ગોયલના નામનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એલઓસીને કારણે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને શનિવારે દેશ છોડી જતા અટકાવવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ૨૦થી વધુ નામો કેન્દ્રીય ઇન્ટેલિજન્સ બ્યૂરોને સૂચવવામાં આવ્યા છે. આ નામોની યાદી તૈયાર કરવા માટે જે કેસોમાં તપાસ બાકી રહી છે તેનો આધાર લેવામાં આવ્યો છે અને સરકારનું માનવું છે કે આ લોકો દેશ છોડીને નાસી જાય એવી ભારોભાર શક્યતા રહેલી છે, એમ અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું.
NIIF ૨૦ ટકાથી વધુનું રોકાણ નહીં કરે
દરમિયાન નેશનલ ઇન્ફ્રાસ્ટક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એનઆઇઆઇએફ) જેટમાં રોકાણ કરવામાં રસ દર્શાવ્યો છે પરંતુ સાથોસાથ એવો નિર્દેશ આપ્યો છે કે પોતે ૨૦ ટકાથી વધુનું રોકાણ નહીં કરશે. આ રોકાણ રૂ.૧,૪૦૦ કરોડ પૂરતું મર્યાદિત રહેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
હિંદુજા ગ્રૂપ ઓફર આપશે ?
હિંદુજા ગ્રૂપે ગયા સપ્તાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જેટ એરવેઝમાં રોકાણ કરવા બાબતે ગ્રૂપ વિચારી રહ્યું છે. આ ગ્રૂપ દ્વારા લેન્ડર્સનો સંપર્ક સાધવામાં આવ્યો નથી પરંતુ આગામી થોડા દિવસોમાં તેના દ્વારા એક ઓફર આપવામાં આવે એવી શક્યતા છે.
તો ગોયલ અને એતિહાદનો હિસ્સો ઘટે
નરેશ ગોયલ અને તેમના પરિવાર પાસે જેટ એરવેઝનો ૫૧ ટકા હિસ્સો છે, લેન્ડર્સ પાસે ૩૧.૨ ટકા શેર્સ ગીરવે મૂકવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જેટ એરવેઝને આગામી બે સપ્તાહમાં નવો રોકાણકાર મળી શકશે ખરા? appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/jet-airways-next-two-sept/
via Best Gujarati News
0 Comments