પાક. માટે ચાબહારનો રસ્તો ખોલીને ઇરાન ભારતને આંચકો આપી શકે છે
। નવી દિલ્હી ।
અમેરિકન પ્રતિબંધોથી પરેશાન ઇરાન ભારતની મુશ્કેલી વધારી શકે છે. ઇરાનના વિદેશ મંત્રી જવાદ જરીફે ગયા અઠવાડિયે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. હેવાલ મુજબ જરીફે ઇરાનના ચાબહાર બંદરને પાકિસ્તાનમાં ચીન દ્વારા વિકસીત કરાઇ રહેલા ગ્વાદર બંદર સાથે જોડવાનો પ્રસ્તાન મૂક્યો છે.
ભારતે ઇરાનના ચાબહાર બંદરમાં મોટું રોકાણ કર્યું છે. આ બંદરને ભારત માટે ખાસ વ્યુહાત્મક મહત્વ છે કેમકે તેનાથી પાકિસ્તાનમાંથી પસાર થયા વિના અફઘાનિસ્તાન અને પશ્ચિમ એશિયા સુધી પહોંચી શકાય છે. પાકિસ્તાનના ગ્વાદર બંદરને ચીનના નિયંત્રણમાં આપ્યા બાદ ચાબહાર બંદરનું વ્યુહાત્મક મહત્વ ઘણું વધી ગયું છે. ચાબહાર બંદરને પાકિસ્તાન માટે ખોલવાના ઇરાનની દરખાસ્તને ભારતનો ઇરાન પાસેથી ક્રૂડની આયાત પૂરેપૂરી બંધ કરી દેવાના નિર્ણયની પ્રતિક્રિયા તરીકે જોવાઇ રહી છે. ગ્વાદર બંદર સાથે જોડતાં પાકિસ્તાન અને ચીનનો ચાબહાર બંદર પર પ્રભાવ વધી જશે. આ સંભવિત નુકશાને ભારતની ચિંતા વધારી છે. ચાબહાર બંદરને ચીન પાકિસ્તાનના ગ્વાદર બંદરના ભારતના જવાબ તરીકે જોવામાં આવે છે.
બીઆરઆઇ સાથે ચાબહારનું જોડાણ ?
જો ચાબહાર બંદરગાહ ચીન- પાકિસ્તાન આર્થિક કોરિડોર ( સીપીઇસી )ના આખરી પડાવ ગ્વાદર બંદર માટે ખુલે છે, તો તેની ચીનની મહત્વાકાંક્ષી પરિયોજના બેલ્ટ એન્ડ રોડ ( બીઆરઆઇ) સાથે પણ જોડાય એવી આશંકા છે. ભારતે હજુ સુધી ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવથી પણ પોતાને અલગ રાખ્યું છે કેમકે સીપીઇસી યોજના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પાક. માટે ચાબહારનો રસ્તો ખોલીને ઇરાન ભારતને આંચકો આપી શકે છે appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/play-for-love-b/
via Best Gujarati News
0 Comments