ફિટનેસ

વજન ઉતારવા માટે જ્યારે તમે કસરત કરી રહ્યા હોવ ત્યારે તમે કઈ કસરત પસંદ કરો છો એ પણ ખુબ જ મહત્ત્વનું બને છે. મોટાભાગની મહિલાઓ એરોબિક્સ, વજન ઉઠાવવા, દોડવું કે ચાલવું અપનાવે છે. પરંતુ નિષ્ણાતોને અનુભવે જાણવા મળ્યુ છે કે વજન ઓછું કરવા માટે દોરડા કૂદવા જેવી કોઈ કસરત નથી.

દોરડા કૂદવા ખુબ લાભકારી, પરંતુ…

બાળપણમાં દોરડા કૂદવાની રમત લગભગ બધી છોકરીઓ રમી હોય છે. એટલે એ કસરત કરતી વખતે બાળપણ યાદ આવી જાય છે. એ યાદો પણ તમને વજન ઓછું કરવામાં મદદરૂપ બને છે. મગજ હળવું ફૂલ રહે તો કોઈપણ કસરત વધારે લાભદાયક બની શકે.

હા, દોરડા કૂદવાની કસરત કરતાં પહેલાં એક વાત ખાસ ધ્યાનમાં રાખો. માનો કે તમે વર્ષોથી ચાલવા-કૂદવાની પ્રવૃત્તિ કરી જ નથી. તો એક દિવસ દોરડા કૂદવાનું ચાલુ ન કરી શકાય. એ માટે પહેલાં ચાલો, શરૂઆત એક-બે કિલોમીટર ચાલવાથી કરીને દર અઠવાડિયે એક કે અડધો કિલોમીટર વધારતા જાવ. એમ કરતાં રોજના સાતે-આઠ કિલોમીટર સુધી પહોંચો. રોજના આઠેક કિલોમીટર રોજ ચાલવા લાગો એ પછી દોરડા કૂદવાની શરૂઆત કરી શકાય.

આ એટલા માટે જરૂરી છે કે ચાલવાથી તમારા પગના સ્નાયુઓ અને ગોઠણના સ્નાયુઓ કસાય છે. મજબુત બને છે. ભાર અને આંચકા સહન કરી શકે એવા બને છે. એ પછી દોરડા કૂદો તો પગના સ્નાયુ આંચકા સહન કરી લેશે. જો બેઠાડું જીવન જીવતા હોવ અને ચાલવાની કસરત વગર એક દિવસ સીધા દોરડા કૂદવા લાગશો તો થોડા જ દિવસમાં ગોઠણને નુકસાન થવા લાગશે. પગની પાની અને ઘૂંટીને અસર થવા લાગશે.

દોરડા કૂદવાની કસરત ચાલુ કરો તો રોજના બે-ત્રણ મિનિટથી શરૂઆત કરી ધીમે ધીમે સમય વધારતા જવું. વધારેમાં વધારે દોરડા કૂદો તો પણ એ રોજની વીસ મિનિટથી વધારે ન કરશો.

ભૂખ વગર એક કોળિયોય ન ખાઓ

કસરતની સાથે ખોરાકનું આયોજન કરવાનું પણ ખુબ જરૂરી હોય છે એ તો હવે બધા જ જાણે છે. એમાં ખોરાકનો પ્રકાર અને પ્રમાણ એવાં નક્કી કરો ક એ તમને ગમે. બીજું, કોઈપણ સંજોગોમાં ભૂખ ન લાગી હોય તો એક કોળિયો પણ ન ખાશો. પતિ, મિત્ર કે કોઈ વડીલ કહે કે આ છેલ્લો કોળિયો બચ્યો છે એ તમે ખાઈ લો. એ સમયે જો તમને ભૂખનો અનુભવ ન થતો હોય તો સામેવાળા ગમે તેટલો આગ્રહ કરે, તમારે એ છેલ્લો કોળિયો ખાવો નહીં. બપોર પછીના નાસ્તાના સમયે મહેમાન આવી ગયા હોય અને એમના માટે નાસ્તો બનાવવો જ પડે એમ હોય તો એમના માટે નાસ્તો જરૂર બનાવો, પરંતુ જો તમને ભૂખનો અનુભવ ન થતો હોય તો તમારા માટે નાસ્તો બિલકુલ ન બનાવશો. એમને કંપની આપવી જ પડે અમ હોય તો ચા-કોફી કે કોઈ પીણું લઈ એમની સાથે બેસો અને વાતો કરતાં કરતાં તમારા પીણાની ચુસ્કીઓ લેતા રહો.

ભૂખ લાગ્યા વગર જે કંઈ ખાઈએ એ સીધું ચરબીમાં રૂપાંતર થઈ જાય છે કારણ કે શરીરને તો એની જરાય જરૂર નથી. એટલે શરીરને આદેશ મળે છ કે આ ખોરાકની ઉર્જા ચરબી બનાવીને સંઘરી લો. કપરા સમયે કામ આવશે. ભૂખ વગરનો એક કોળિયો પણ ખાશો તો તમારી અઠવાડિયાની કસરત ઉપર પાણી ફરી વળશે.

બહારના વાતાવરણમાં શ્રેષ્ઠ ફાયદો થાય!

તમે દોરડા કૂદવાની કસરત કરો, ધીમી ગતિએ દોડવાની કસરત કરો કે પછી ચાલવાની કસરત કરો. આ પ્રકારની કોઈ પણ કસરત ઘરની અંદર કરવાને બદલે બહાર નીકળો, ખુલ્લા વાતાવરણમાં એ જ કસરત કરો. નિષ્ણાતોએ અભ્યાસ કરી જોયો તો જાણવા મળ્યું કે બહારના વાતાવરણમાં કસરત કરવાથી ૭ ટકા વધારે કેલરી બળે છ. ચરબી વધારે ઝડપથી ઓછી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કસરત ધીમે ધીમે ચાલુ કરો, ઘરની બહાર કરો તો સારું! appeared first on Sandesh.



from Nari – Sandesh http://sandesh.com/exercise-slowly-on-the-go-home/
via Best Gujarati News