હોમ ટિપ્સ :- તૃષા દવે

આજના યુગમાં લાઇબ્રેરીમાં જઇને કલાકોના કલાકો સુધી વાંચવાનો સમય ભાગ્યે જ કોઇને મળતો હોય છે. અને એટલે જ આપણે મોટેભાગે આપણી મનગમતી બુક્સ ઘરમાં જ વસાવી લેતા હોઈએ છીએ. વળી આજના સમયે લોકોમાં વાંચવાનો ક્રેઝ પણ ખાસ્સો જોવા મળે છે. ટીનેજર્સ હોય કે વડીલ હોય તમામ ઉંમરના લોકો વાંચવા બાબતે હાલના સમયે વધારે ને વધારે જાગૃત બનતા જોવા મળે છે. અરે સોશિયલ મીડિયા ઉપર ખાસ વધારેમાં વધારે વાંચન કરીને પોતાનું નોલેજ વ્યક્ત કરવાની ચળવળ પણ ખૂબ ચાલતી હોય છે. આપણે ધીરેધીરે કરીને ઘણી બુક્સ વસાવી લેતા હોય છે. પરિણામે ઘણીવાર એવું બનતું હોય છે કે બુક્સ સાચવવાની જગ્યા જ ઘરમાં નથી હોતી. તેને આપણે કોઇપણ જગ્યાએ મૂકી દેતા હોઇએ છીએ. આવું કરવાને બદલે ઘરમાં જ જો મીની લાઇબ્રેરી બનાવી નાખવામાં આવે તો કેટલું સારું? મીની લાઇબ્રેરી બહુ વધારે જગ્યા પણ નહીં રોકે. અહીં આપેલા ફોટામાં તમે જોઇ શકો છો કે નાનો શેલ્ફ બનાવીને તેમાં લાઇબ્રેરી બનાવવામાં આવી છે.

મીની હોમ લાઇબ્રેરી  

મીની હોમ લાઇબ્રેરી આજના સમયે ઘરની શોભામાં વધારો કરતી હોમ ડેકોરેશનની એક ડિઝાઇન બની ગઇ છે. તમે તમારા સ્ટડી રૂમમાં કે કિડ્ઝ રૂમમાં આ મીની લાઇબ્રેરી બનાવડાવી શકો છો. આ માટે મોટી જગ્યા રોકવાની કોઇ જ જરૂર નથી. એટલું જ નહીં મીની લાઇબ્રેરી તમે ઇચ્છો તેવડી બનાવી શકો છો. મતલબ કે જો તમે ઇચ્છતા હોવ કે રૂમની દીવાલનો અડધો ભાગ કવર કરીને લાઇબ્રેરી બનાવવામાં આવે તો એ રીતે પણ બનાવી શકાય, જો તમે ઇચ્છો કે નાના પોર્શનમાં જ ડિઝાઇનર લાઇબ્રેરી બનાવડાવવી છે તો એ રીતે પણ તમે બનાવી જ શકો છો. અને હવે તો એટલી સુંદર નવી નવી ડિઝાઇન ઇન્ટરનેટના માધ્યમથી તમને જોવા મળશે કે તમે નક્કી જ ન કરી શકો કે કેવી લાઇબ્રેરી બનાવડાવવી. જે લોકોને ઘરમાં થોડી ઓછી જગ્યા છે તે પોતાના હોલમાં પણ ડિઝાઇનર મીની લાઇબ્રેરી બનાવડાવી શકે છે. આ મીની લાઇબ્રેરી તમારી બુકને પણ એક જ જગ્યાએ સાચવી રાખશે, અને ઘરની શોભામાં વધારો પણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મીની ડિઝાઇનર લાઇબ્રેરી એટ હોમ   appeared first on Sandesh.



from Nari – Sandesh http://sandesh.com/mini-designer-library/
via Best Gujarati News