બંધ રૂમમાં થયો ચમત્કાર: પુજા કરતી મહિલા બની રાખ, સેંકડો લોકો દર્શન માટે લાઈનમાં
રાજસ્થાનની ભુમિ પર એક અજીબ ઘટનાં બની છે. એક મહિલા પુજા કરતી હતી અને ગાયબ થઈ ગઈ. આ સમાચાર ચોતરફ ફેલાઈ ગયા છે અને લોકો આ ઘટનાને ચમત્કાર સમજીને પુજા પાઠ કરવા લાગ્યાં છે. હવે તો હાલત એ છે કે મહિલાનાં ઘરને મંદિર બનાવી દીધું છે. રોજનાં સેકડો લોકો અહીં પુજા પાઠ કરવા માટે આવે છે. એટલું જ નહીં સાધુ સંતો પણ આ જગ્યાએ પોતાનો અડ્ડો જમાવીને સાધના કરવા માટે બેસી ગયા છે.
રાજસ્થાનનાં ગુડામાલાનાં એક નાનકડા ગામ રતનપુરાનો આ કેસ છે. 26 વર્ષની લીલાદેવીનાં પરિવારનાં લોકોનું કહેવું છે કે, શનિવારે તે પોતાના રૂમમાં હતી. અચાનક તે બંધ રૂમમાંથી ગાયબ થઈ ગઈ. પરિવારનાં લોકોએ રૂમ ખોલ્યો તો તે રૂમમાં નહોતી. પરંતુ તેની જગ્યાએ થોડી રાખ પડી હતી. પરિવારનાં સભ્યો કહે છે કે, લીલા દેવી ખુબ પુજા પાઠ કરતી હતી અને એ પુજા કરતી કરતી જ અંતરધ્યાન થઈ ગઈ.
લીલા દેવી અંતરધ્યાન થઈ ત્યારથી જ લોકોની ભીડ આ ઘરમાં ઓછી નથી થતી અને લોકો આવીને અહીંયા પડેલી રાખની પુજા અને આરતી કરી રહ્યાં છે. તો વળી પોલીસ કહે છે કે આ મહિલાનાં ગાયબ થવાનાં સમાચાર મળ્યા ત્યારથી અમે એની તપાસ માટે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે મહિલા જરૂર ક્યાંક ચાલી ગઈ હશે. મહિલાનાં પરિવારે કોઈ ફરિયાદ દાખલ નથી કરી પરંતુ પોલીસ તેના લેવલે કામ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બંધ રૂમમાં થયો ચમત્કાર: પુજા કરતી મહિલા બની રાખ, સેંકડો લોકો દર્શન માટે લાઈનમાં appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/woman-missing-family-says-she-disappears-people-start-worship-in-rajasthan/
via Best Gujarati News
0 Comments