પાકિસ્તાનના આતંકી કેમ્પો પર હવે રહેશે ભારતના જાસુસી ઉપગ્રહની નજર
કરન્ટ અફેર્સ :- જયેશ ઠકરાર
ઘટના ચક્ર
- ભારતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૩૦૩ બેઠકો મળી. નરેન્દ્ર મોદી સતત બીજી વખત વડાપ્રધાન બન્યા. કોંગ્રેસને ૫૨,દ્રવિડ મુન્નેત્ર ક્ઝ્ગમને ૨૩ અને તૃણમુલ કોન્ગ્રેસ, વાય.આર.એસ.કોંગ્રેસને૨૨-૨૨ બેઠકો મળી. અમેઠીથી કોન્ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ભાજપના સ્મૃતિ ઈરાની સામે હાર્યા,રાહુલની વાયનાડથી જીત થઇ .
- ઇસરો દ્વારા રડાર ઇમેજિંગ સેટેલાઈટ RISAT-૨B ને લોન્ચ કરવામાં આવ્યો. આ એક જાસૂસી ઉપગ્રહ છે જે પાકિસ્તાનના આતંકી સંગઠનોના કેમ્પ ઉપર નજર રાખી શકે છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ના સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્ર થી તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું
નિધન
- કલા વિભૂષણ પુરસ્કારથી સન્માનિત સુપ્રસિદ્ધ ચિત્રકાર સૂર્યપ્રકાશનું હૈદરાબાદમાં નિધન થયું
- એક અનેક ઓર એક તા નામની એનિમેશન ફ્લ્મિથી જાણીતા ફ્લ્મિ મેકર અને ફ્લ્મિ ઇતિહાસકાર વિજય મૂલેનું દિલ્હીમાં નિધન થયું તેમણે ૧૯૫૯માં દિલ્હી ફ્લ્મિ સોસાયટીની સ્થાપના કરી હતી
- કોન્ગ્રેસના કેરળના પૂર્વમંત્રી કદ્વુંર સીવાદાસન નું નિધન થયું
વર્લ્ડ વોચ
- ૧૫૦૦ કિલોમીટરની પ્રહાર ક્ષમતા ધરાવતી શાહીન ટુ નામની મિસાઈલનું પરીક્ષણ કરવામાં પાકિસ્તાનને સફ્ળતા મળી છે ભારતે આ પરિક્ષણના એક દિવસ પૂર્વે સુપર સોનિક મિસાઈલ બ્રહ્મોસનું સફ્ળ પરીક્ષણ કર્યું હતું
- બ્રેક્સિના મામલે બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ રાજીનામું આપવાની જાહેરાત કરી
બહુમાન
- કોંગોમાં શસ્ત્ર વિદ્રોહી સંગઠન વિરુદ્ધના ઓપરેશનમાં ભાગ લેનાર મલાવીના સૈનિક ચાન્સી ચિતેતેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સર્વોચ્ચ શાંતિ મિશન મરણોતર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
- અમેરિકી રાજનેતા નૈસી પેલોસીનું જોન એફ કેનેડી પ્રોફઈલ કરેજ એવોર્ડ ૨૦૧૯ થી સન્માન કરવામાં આવ્યું. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સ્વાસ્થ્ય સુરક્ષા કાનૂનને પસાર કરવા માટે તેમણે કરેલા પ્રયાસ માટે આ બહુમાન થયું છે
ન્યુઝ લાઈન
- ભારતમાં રેલવે ટ્રેકના વિદ્યુતીકરણ માટે એશિયાઈ વિકાસ બેંકે ૭૫૦ મિલિયન ડોલરની લોનની જાહેરાત કરી છે. આ લોનથી ભારતમાં ૩૩૭૮ કિલોમીટર લાંબી રેલવે લાઈનનું વિદ્યુતીકરણ કરવામાં આવશે
વિશિષ્ઠ
- માઉન્ટ એવરેસ્ટ ના દક્ષિણ પૂર્વમાં ૧૯ કિલોમીટર દૂર વિશ્વના પાંચમાં સૌથી ઊંચા પર્વત માઉન્ટ મકાલુ ઉપર આરોહણ કરનાર ૨૬ વર્ષીય પ્રિયંકા મોહિતે ભારતની પ્રથમ મહિલા પર્વતારોહક બની. આ પર્વતની ઊંચાઈ ૮૪૮૧ મીટર છે. ૧૯૫૪માં રાઈ લી કીગનના નેતૃત્વ હેઠળ અમેરિકાના દળ દ્વારા માઉન્ટ મકાલું પર પ્રથમ વખત આરોહણ થયું હતું .
દેશ વિદેશ
- ભારતના પ્રતિભાશાળી ઉદ્યોગકારો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો ને યુનાઇટેડ આરબ અમીરાત તરફ આર્કિષત કરવા પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદે ગોલ્ડન કાર્ડ યોજના લોન્ચ કરી છે
- ભારતીય નૌસેના અને મ્યાનમાર નૌ સેના દ્વારા સંયુક્ત કેમ્પનું પોર્ટબ્લેર ખાતે આયોજન કરવામાં આવ્યું
નિયુક્તિ
- ઈન્ડોનેશિયાના ના રાષ્ટ્રપતિ તરીકે જોકો વિદોદોની પુનઃ નિયુક્તિ થઈ છે. તેમણે ચૂંટણીમાં તેના નજીકના હરિફ પૂર્વ જનરલ પ્રબોવો સુબીયાંતો સામે કુલ મતના ૫૫.૫ ટકા મત મેળવ્યા છે
- ભારતમાં પાકિસ્તાનના નવા ઉચ્ચાયુક્ત તરીકે મોઈનુલ હક્કની નિમણુક કરવામાં આવી . હાલમાં તે ફ્રાન્સમાં પાકિસ્તાનના એમ્બેસેડર છે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને ભારત અને ચીન સહિત ૨૪ થી વધુ દેશોમાં રાજદૂતોની નિમણૂકને મંજૂરી આપી છે.
રમત જગત
- ફૂટબોલ લીગ બુંડે સલીગા નો ખિતાબ બાયરન મ્યુંનીકે જીત્યો. જર્મનીની આ ટોપ ડીવીઝન ફૂટબોલ લીગ છે
- ઇટાલિયન ઓપન ટેનીસ ટુર્નામેન્ટનો મેન્સ સિંગલ્સ નો ખિતાબ રાફેલ નાદાલે જીત્યો. ફઈનલમાં તેને નોવાક જોકીવીચને હરાવ્યો
શોધ સંશોધન
- કેનેડાના બ્રિટીશ કોલમ્બિયા યુનીવર્સીટીના સંશોધકોએ ત્વચાના કેન્સરને પારખી શકે તેવા માઈક્રોસ્કોપની શોધ કરી
વાહ
- ભારતની પ્રથમ એન્જીનલેસ ટ્રેઈન વન્દેમાતરમ એક્સપ્રેસે ૧ લાખ કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી. ૧૬ કોચની આ ટ્રેઈન ૧૦૦ કરોડના ખર્ચે બની છે
fb/jayesh thakrar current affairs
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પાકિસ્તાનના આતંકી કેમ્પો પર હવે રહેશે ભારતના જાસુસી ઉપગ્રહની નજર appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/pakistan-terrorist-campo/
via Best Gujarati News
0 Comments