બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂર લાંબા સમયથી ન્યૂ યોર્ક ખાતે બીમારીનું ઇલાજ કરાવી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડના કેટલાક સતારાઓ તેમને મળ્યા માટે પહોંચ્યા છે. જેમાં આમિર ખાન, દીપિકા પાદુકોણ, વિક્કી કૌશલ જેવા કેટલાક સ્ટાર્સના નામ સામેલ છે. જ્યારે હવે આ લિસ્ટમાં વધુ એક નામ સામેલ થયું છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ઋષિ કપૂરને મળવા માટે બિઝનેસ મેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી ન્યૂ યોર્ક પહોંચ્યા છે.

ઋષિ કપૂરની ટ્રીટમેન્ટમાં તેમની પત્ની નીતૂ કપૂર સંપૂર્ણ રીતે સાથે છે. નીતૂ કપૂર ઋષિ કપૂરથી સંકળાયેલ નાની-મોટી માહિતી ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરે છે. જોકે ઋષિ કપૂર પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તાજેતરમાં ઋષિ કપૂરે ટ્વિટર હેન્ડલથી મુકેશ અંબાણી, નીતા અંબાણી સાથે એક તસ્વીર શેર કરી છે. ઋષિ કપૂરે પોસ્ટ કરી લખ્યું કે,‘તમારા પ્રેમ માટે ધન્યવાદ.’ ઋષિ કપૂરે બે તસવારો શેર કરી છે. જેમાં પહેલી તસવીરમાં ઋષિ કપૂર, નીતૂ કપૂર, નીતા અંબાણી અને મુકેશ અંબાણી નજરે આવી રહ્યા છે. જ્યારે બીજી તસવીરમાં મુકેશ અંબાણી સાથે ઋષિ કપૂર સાથે દેખાઈ રહ્યા છે.

ઉપરાંત નીતૂ કપરે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી લખ્યું કે,‘અમુક લોકો તમને માનસિક શાંતિ અને ખાતરી આપવા માટે મળે છે. તમારા સપોર્ટ માટે ધન્યવાદ.’ ઋષિ કપૂરની આ લેટેસ્ટ તસવીરોને જોઈ અંદાજ લગાવી શકાય છે કે તેમની તબિયતમાં પહેલા કરતા સારો સુધારો થયો છે. તમને જણાવી દઈએ કે ઋષિ કપૂર લાંબા સમયથી ન્યૂ યોર્કમાં બીમારીનો ઇલાજ કરવાની રહ્યા છે. તેની બીમારી વિશે પ્રખ્યાત બોલિવુડ ફિલ્મમેકર રાહુલ રવૈલએ ખુલાસો કર્યો હતો કે ઋષિ કપૂર કેન્સર પીડિત છે. પરંતુ હવે તેઓ કેન્સર ફ્રી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઋષિ કપૂરને મળવા પહોંચ્યા મુકેશ-નીતા અંબાણી, તસવીર શેર કરી નીતૂએ કહ્યું… appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/mukesh-ambani-nita-ambani-rishi-kapoor-neetu-kapoor-new-york-social-media-photos-bollywood-entertainment/
via Best Gujarati News