હોલિવૂડમાં જેનો દબદબો છે એવા સ્ટાર આર્નોલ્ડ શ્વાર્જનેગર હવે રમતગમતમાં પણ પોતાનો જલવો બતાવવામાં ઉણા નથી ઉતર્યા. પરંતુ એમની સાથે એક ઈવેન્ટમાં અજીબ ઘટના બની છે. જેનો Video વાયરલ થઈ રહ્યો છે. કેલિફોર્નીયામાં પોતાની ઈવેન્ટનું પ્રમોશન કરવા માટે આર્નોલ્ડ શ્વાર્જનેગર પહોચ્યાં હતા. ત્યાં એક શખ્સે તેના પર હુમલો કર્યો હતો. એટલે બન્યું એવું કે આર્નોલ્ડ શ્વાર્જનેગર પોતાના ફેન્સને મળી રહ્યા હતા અને એ દરમિયાન અચાનક જ કોઈ પાછળથી આવ્યું અને જોરથી પાટું મારી દીધી.

એક મોટા હોલિવૂડ સ્ટાર પર આ રીતે વાર થવો એ મોટી ઘટનાં ગણવામાં આવે છે માટે આ સમગ્ર ઘટનાનો Video સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે આર્નોલ્ડ શ્વાર્જનેગર પોતાનાં ફેન્સ સાથે વાત કરી રહ્યા છે ત્યારે જ એક યુવક પાછળથી આવે છે અને આર્નોલ્ડ શ્વાર્જનેગરને પાટું મારે છે. આ ઘટનાં બાદ તરત જ આર્નોલ્ડનો સિક્યોરિટી ગાર્ડ તેને પકડી લે છે અને મારે છે.

જો કે યુવક દ્વારા કરવામા આવેલા આ હુમલાની કોઈ જ અસર આર્નોલ્ડ શ્વાર્જનેગર પર નહોતી થઈ. હુમલો થયા બાદ તરત જ તે ફરીથી પોતાના ફેન્સ સાથે વાતચીત કરવા લાગ્યાં હતા. ઘટના બન્યાનાં થોડા સમય બાદ આર્નોલ્ડ શ્વાર્જનેગરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ Video અપલોડ કર્યો હતો અને લખ્યું કે, મે એવું વિચાર્યું હતું કે હું માત્ર જોશમાં હતો. મે પણ તમારી બધાની જેમ જ્યારે Video જોયો ત્યારે મને પણ અફસોસ થયો. ઉલ્લેખનીય છે કે આર્નોલ્ડ શ્વાર્જનેગરના 4 લાખ ફોલોવર છે. જો કે આ હુમલો કોણે કર્યો એનો કોઈ પતો હજુ નથી મળ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આર્નોલ્ડની પીઠ પાછળ એક વ્યકિતએ કર્યો ઘા, પછી થઈ જોયા જેવી, જુઓ VIDEO appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/when-arnold-schwarzenegger-in-event-one-man-kicked-video-viral/
via Best Gujarati News