ગર્ભપાતની દવા લેવાથી ભવિષ્યમાં તકલીફ થાય?
મૂંઝવણ :- ડો. અક્ષરકુમાર શર્મા
પ્રશ્ન : મારી ઉંમર ૨૩ વર્ષ છે, જ્યારે મારી મંગેતરની ઉંમર ૨૪ વર્ષ છે. મારી સગાઇને ૯ મહિના થયા છે. હવે સાત મહિના બાદ અમારા લગ્ન છે. અમારી સમસ્યા એ છે કે મારી મંગેતરને માસિક ખૂબ જ અનિયમીત આવે છે. કોઇવાર તેને ત્રણ મહિના બાદ માસિક આવે છે. આ સમસ્યાના કારણે મને ડર લાગે છે કે ભવિષ્યમાં બાળક રહેવામાં તો કોઇ તકલીફ નહી થાય ને? અને બીજી વાત એ કે મારી મંગેતરને સેક્સમાં જરાય રસ નથી. જો કે તે મને સાથ આપે છે, પણ તેને મનથી બહુ ઇચ્છા નથી થતી. જો કે અમે હજી સધી સેક્સ નથી કર્યું, પણ અમે વાત કરીએ કે ફોરપ્લે કરીએ ત્યારે મને આવું લાગે છે. મારી સમસ્યાનો ઉકેલ જણાવશો.
જવાબ : તમારી મંગેતરને માસિકની જે સમસ્યા છે તે ઘણી છોકરીઓને હોય છે. આ માટે કોઇ સારા ગાઇનેકને બતાવીને અત્યારથી જ દવા લેવાની શરૂઆત કરવી જોઇએ, જેથી માસિક નિયમીત થઇ જાય. આ કોઇ ગંભીર સમસ્યા નથી. દવાથી ઠીક થઇ જશે. રહી વાત સેક્સમાં અરુચિની, તો હજી સુધી કોઇવાર તમે તેની સાથે સેક્સ નથી કર્યું તો તમને કઇ રીતે ખબર પડી કે તેને રસ નથી? હા, વાત કરવામાં તે સામેથી અપ્રોચ ન કરતી હોય તો તેનો મતલબ એવો નથી કે સેક્સ કરતી વખતે તે એક્ટીવ ન હોય. જો તમે ફોરપ્લે કરીને તેને યોગ્ય રીતે ઉત્તેજીત કરશો તો તે જરૂર તેમાં રસ લેવા લાગશે. અને બીજી કોઇ તકલીફ હોય, શરમ આવતી હોય કે મૂંઝવણ હોય તો તેની સાથે વાત કરીને તમે તે તકલીફ દુર કરી શકો છો.
પ્રશ્ન : મારી ઉંમર ૨૦ વર્ષની છે, જ્યારે મારા બોયફ્રેન્ડની ઉંમર ૨૧ વર્ષ છે. અમે પાંચથી છ વાર સેક્સ કરી ચુક્યાં છીએ. છેલ્લે જ્યારે અમે સેક્સ કર્યુ ત્યારે મારું માસિક પુરું થયાને ત્રણ જ દિવસ થયા હતા. ત્યારપછી માસિકની તારીખ પછી ૧૬ દિવસ જતા રહ્યા. છતાં માસિક ન આવતાં મેં ગર્ભ રહ્યો છે કે નહીં તે ચેક કરાવડાવ્યા વગર જ બાળક પડી જાય તેવી દવા લીધી હતી. તો મારે પુછવું છે કે આ કારણે ભવિષ્યમાં બાળક રહેવામાં કોઇ તકલીફ નહી થાય ને?
જવાબ : બહેન, તમે એક સાથે અનેક ભુલ કરી છે. સૌથી મોટી ભુલ, લગ્ન વગર શારીરીક સંબંધ બાંધ્યો છે, અને તે પણ અસુરક્ષિત શારીરીક સંબંધ બાંધ્યો છે. અહી વારંવાર અમે કહેતા હોઇએ છીએ કે જો તમારે બાળક ન જોઇતું હોય તો હંમેશા સુરક્ષિત શારીરીક સંબંધ બાંધવો, મતલબ કે ગર્ભનિરોધનો ઉપયોગ કરવો જરૂરી છે. જે તમે નથી કર્યો. તમે બીજી ભૂલ એ કરી કે તમે ગર્ભ રહ્યો છે કે નહી તેની ખાતરી કર્યા વગર જ ગોળી લઇ લીધી. હવે તો પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ દરેક કેમીસ્ટ પાસે ઉપલબ્ધ હોય છે, અને આ કિટ વડે તમે જાતે જ ચેક કરી શકો છો. તમે તે ચેક કર્યા વગર જ દવા લઇ લીધી. ખેર, જે થયું તે થઇ ગયુ, પણ હવે ક્યારેય આવી કોઇ જ ભુલ ન કરશો. તમારી ઉંમર ઘણી નાની છે. આ ઉંમરે ગર્ભ રહી જવાની શક્યતાઓ ખૂબ વધારે હોય છે. માટે હવે આવી કોઇ ભુલ ન કરશો. જો પહેલીવાર જ ગર્ભ પડી જાય તેવી ગોળી લીધી હોય તો હાલ ગભરાવું નહીં, કારણ કે ભવિષ્યમાં તેને લીધે કોઈ તકલીફ થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે, પણ ભવિષ્યમાં આ બધી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગર્ભપાતની દવા લેવાથી ભવિષ્યમાં તકલીફ થાય? appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/abortion-taking-the-future/
via Best Gujarati News
0 Comments