ટ્રેન્ડ :- મોના સુતરિયા

હેલી ચાલને બજારમાં જઇએ. સલોનીએ સોફા ઉપર બેઠા બેઠા હેલીને કહ્યું. હેલી કહે કેમ આજે વળી અચાનક તને બજારમાં ખરીદી કરવા જવાનું મન થયું? આમ તો ખરીદી બાબતે તારાથી વધારે આળસુ છોકરી મેં બીજી કોઇ જોઇ નથી. તો વળી આજે કેમ અચાનક તારે બજારમાં ખરીદી કરવા જવું છે? સલોની બોલી હા બાબા હું જાણુ છુ, મારા તમામ કપડાંની શોેપીંગ મારી મમ્મી અને તું જ કરે છે, પણ આજે મેં એક મેગેઝીનમાં પોલકાં ડોટ્સની ડિઝાઇનના કપડાં જોયા હતાં. મને આ ડિઝાઇન ખૂબ જ ગમે છે, તે તો તું જાણે જ છે. બીજા કપડાં લેવાની વાત અલગ છે, જ્યારે પોલકાં ડોટ્સ ડિઝાઇનના કપડાં હોય તો એ લેવા મારે જ જવું પડે. હેલી કહે વાત તો તારી સાચી છે. સલોની કહે હેલી પોલકાં ડોટ્સની ડિઝાઇનને જો એક જ શબ્દમાં મારે વર્ણવવી હોય તો હું એવરગ્રીન કહીશ. હેલી કહે વાત તો તારી સો ટકા સાચી છે. પોલકાં ડોટ્સ ડિઝાઇન એવરગ્રીન ડિઝાઇન છે. તે ક્યારેય જુની નથી થતી. અને કોઇપણ સ્ટાઇલના કપડાંમાં આ ડિઝાઇન શાનદાર જ લાગે છે.

પોલકાં ડોટ્સ

પોલકાં ડોટ્સની ડિઝાઇન એટલે નાના કે મોટી સાઇઝના ગોળાકારના ડોટ્સ વાળી ડિઝાઇન. આ ડિઝાઇન દરેક પ્રકારના કપડામાં સારી લાગે છે. તમે કોઇપણ સ્ટાઇલના કપડાં પહેરવા માંગતા હોવ અને તેમાં તમને ગમતી પોલકાં ડોટ્સની ડિઝાઇનની પસંદગી કરો તો તે સુંદર જ લાગવાની. વળી આ ડિઝાઇન કોઇપણ મટીરીયલમાં પણ સારી લાગે છે. જેમ કે જો કોટન મટીરીયલ તમને ગમતું હોય અને તે જ મટીરીયલમાં પોલકાં ડોટ્સની ડિઝાઇન તમે પહેરવાં માંગતા હોય તો તેમાં પણ સુંદર લાગશે. અને કોટન સિવાયના પણ દરેક પ્રકારના મટીરીયલમાં આ ડિઝાઇન લાજવાબ જ લાગતી હોય છે. તેથી પોલકાં ડોટ્સને એવરગ્રીન ડિઝાઇન ગણવામાં આવે છે.

પોલકાં ડોટ્સ અને અલગ અલગ સ્ટાઇલના કપડાં

પોલકાં ડોટ્સની ડિઝાઇન તમે કોઇપણ સ્ટાઇલના વસ્ત્રો સાથે પહેરી શકો છો. જેમ કે જો તમે વનપીસ પહેરવા ઇચ્છતા હોય તો તેમાં પણ નાના કે મોટી સાઇઝાન પોલકાં ડોટ્સની ડિઝાઇન સુંદર લાગે છે. તે સીવાય ક્રોપટોપ, ટીશર્ટ, લોંગ અને શોર્ટ ટોપ્સ, ફ્રોક, લોંગ કે શોર્ટ કુર્તા અને સાડી સહીત દરેક સ્ટાઇલવાળા વસ્ત્રોમાં પોલકાં ડોટ્સ સુંદર લાગે છે.

જાતે બનાવી શકો છો આ ડિઝાઇન

જો તમે ફંકી પોલકાં ડોટ્સ ટીશર્ટ પહેરવા માંગતા હોય તો તમે જાતે પણ આ ડિઝાઇન તમારા કપડાં ઉપર બનાવી શકો છો. જેમ જે વ્હાઇટ કલરનું પ્લેઇન ટીશર્ટ હોય તો તેની ઉપર કોઇન મુકીને અલગ અલગ કલરના કે તમને ગમતા કોઇ એક કલરના ડોટ્સ બનાવીને તમે સુંદર ટીશર્ટ તૈયાર કરી શકો છો. આ જ રીતે અલગ કલરનું ટીશર્ટ હોય તો તેમા પણ તેને મેચીંગ કે કોન્ટ્રાસ મેચીંગના ડોટ્સ બનાવી શકાય છે. તમે ઇચ્છો તો આખા ટીશર્ટમાં પણ ડોટ્સ બનાવી શકો છો, અને ઇચ્છો તો માત્ર નેક લાઇનમાં પણ આ ડિઝાઇન બનાવી શકાય છે. આ જ રીતે ટીશર્ટ  સીવાય બીજાં કપડાંમા પણ પોલકાં ડોટ્સ બનાવી શકાય છે.

પોલકાં ડોટ્સ સાથે મેચિંગમાં શું

જો  તમે  પોલકાં  ડોટ્સ  ડિઝાઇનવાળાં વસ્ત્રો  પહેરતાં હોવ   તો  તેમાં બને તેટલો સિમ્પલ લૂક રાખો. સિમ્પલ  રિસ્ટવોચ અને સિમ્પલ ઔઇયરીંગ્સ પણ આ પ્રકારની ડિઝાઇનવાળાં વસ્ત્રોમાં સારી લાગશે. એ જ રીતે જો તમે પોલકાં ડોટ્સવાળી સાડી પહેરતાં હોવ તો તે સાડીની સાથે એથ્નિક જ્વેલરી પહેરો. એથનીક જ્વેલરી તેમાં સુંદર લાગશે. ફૂટવેરમાં તમે ફ્લેટ કે લોફર ફૂટવેરની પસંદગી કરી શકો છો. અને જો સાડી પહેરવાની ઇચ્છા રાખતાં હોવ તો હિલ્સ પહેરવી. જો તમે પોલકાં ડોટ્સની ડિઝાઇનના કુર્તા પહેરતા હોવ તો તેની સાથે મનગમતા ટ્રેન્ડી ફૂટવેરની પસંદગી કરી શકો છો. કેમ કે કુર્તા સાથે દરેક પ્રકારના ફૂટવેર સારા લાગશે. શરત માત્ર એટલી જ કે તે સરખા મેચીંગ થતાં હોવા જોઇએ.

naari@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પોલકાં ડોટ્સઃ સમરમાં સ્ત્રીઓની મનગમતી ડિઝાઇન appeared first on Sandesh.



from Nari – Sandesh http://sandesh.com/polk-dots-summer-stairs/
via Best Gujarati News