નખને આકર્ષક બનાવવા શું કરવું?
બ્યુટી ક્વેરી :- નેહા દવે
પ્રશ્ન– મારી ઉંમર ૨૨ વર્ષ છે. હું અભ્યાસ કરું છું. મારી સમસ્યા એ છે કે મારા નખ ખૂબ જ પીળા અને બરછટ થઈ ગયા છે, દેખાવે તે ખૂબ જ ખરાબ લાગે છે. મારા બીજા મિત્રોના નખ ખૂબ જ સુંદર અને આકર્ષક છે. તે લાંબા પણ છે. મારા નખ લાંબા પણ નથી થતા. આવા ખરાબ નખને સરખા કરવા શું કરું?
ઉત્તર– તમે તમારા નખ પર દરરોજ લીંબુની છાલ ઘસવાની રાખો. તે ઉપરાંત સૂતી વખતે બદામનાં તેલથી નખ પર માલિશ કરો. લીંબુ અને બદામનું તેલ નખને ફરીથી સુંદર અને આકર્ષક બનાવશે. તેનાથી નખ વારંવાર તૂટી પણ નહી જાય. આ સિવાય નેઈલપોલિશ તેમજ નેઇલ રીમૂવર હંમેશાં સારી કંપનીનાં જ વાપરો. ઘણીવાર ખરાબ પ્રોડક્ટ્સથી પણ નખ ખરાબ થઇ જતાં હોય છે. વળી શરીરની આંતરિક કાળજી પણ રાખો. હેલ્ધી ફૂડ લો. અનહેલ્ધી ખાવાથી પણ નખ અને ત્વચા ઉપર અસર થતી હોય છે.
પ્રશ્ન– મારી ઉંમર ૩૨ વર્ષ છે. થોડા સમય પહેલાં મને એક મેસેજ આવ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે દાઝયા ઉપર ઘઉંનો બાંધેલો લોટ લગાવીએ તો રાહત થાય છે, શું આ સાચી વાત છે? અને શું ઘઉંનો લોટ લગાવવાથી દાઝયાનો ડાઘ લાંબા સમય સુધી નથી રહેતો? મને જણાવશો કે શું તેનાથી ડાઘ તરત જતો રહે છે?
ઉત્તર – હા, મેસેજની વાત તદ્ન સાચી છે. જ્યારે કોઈ દુર્ઘટના બને અને શરીરનો કોઈ ભાગ દાઝી જાય તો તે જગ્યા પર તરત પાણી રેડીને પછી ઘઉંનો બાંધેલો લોટ લગાવી દેવામાં આવે તો તે ઘાની બધી જ ગરમી શોષી લેશે અને બળતરા ઓછી થઈ જશે.રહી વાત ડાઘ ન રહેવાની તો આ વાત સાવ ખોટી છે. દાઝયાં ઉપર ઘઉંનો લોટ લગાવવાથી તેમા બળતરાં ઓછી થાય છે, જલદી રાહત થાય છે, પણ ડાઘ જલદી નથી મટતો.
પ્રશ્ન – મારી ઉંમર ૩૦ વર્ષ છે. મારે જાણવું છે કે બ્લીચ કેટલીવાર કરી શકાય? મેં સાંભળ્યુ છે કે બ્લીચથી ત્વચા કાળી પડી જાય છે, શું આ સાચું છે?
ઉત્તર – બ્લીચ રેગ્યુલર કરાવવું હાનીકારક છે. આપણે અતીશય ગરમીના વાતાવારણમાં રહીએ છીએ. બ્લીચ કરાવેલી ત્વચા ઉપર તડકાની અસર થાય એટલે તે ભાગ કાળો અને રફ થઇ જાય છે. માટે જો જરૂર ન હોય તો બ્લીચ કરાવવું ટાળો. બ્લીચ કરાવીને તડકામાં રહેવાનું બને તો ત્વચા કાળી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નખને આકર્ષક બનાવવા શું કરવું? appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/nails-attractive-make-do-tax/
via Best Gujarati News
0 Comments