કાવ્યાનુભૂતિ
હું કોણ છું તારા માટે ?
તેં મને પૂછયું કે હું કોણ છું તારા માટે ?
બસ એટલું જ કહીશ ,
મારા જીવન જીવવાની છેલ્લી આશ છે તું મારા માટે.
જ્યારે એકલો પડી જઉં છું જીંદગીની આ ભીડમાં,
એ સમયે મારો હાથ પકડનાર છે તું મારા માટે.
હંમેશા રહેતો હતો અલગ હું આ દુનિયથી ખફ,
મને મારી ઓળખાણ કરાવી આપનાર છે તું મારા માટે.
નહોતી ખબર મને કે આ પ્રેમ શું હોય છે?
મને એ પ્રેમની પરિભાષા શીખવનાર છે તું મારા માટે.
ઘણા લોકો કરતા હશે દુઆ મારી કામયાબીની,
પણ મારી સફ્ળતાનું એક માત્ર કારણ છે તું મારા માટે.
જીંદગીમાં મારી આમ તો વ્યક્તિ વિશેષ ઘણા છે,
તેમ છતાં જેને ખાસ કહી શકું એ વ્યક્તિ છે તું મારા માટે.
હંમેશા મૂંઝવણ કે પરેશાનીની વાત જો કોઈને કરી શકું,
તો એ સંકટ સમયની સાંકળ છે તુ મારા માટે,
કોઇ મને પૂછે કે જીંદગી કોની સાથે વિતાવવી ગમે?
હોઠ પર મારા જે આવે એ પહેલુ નામ છે તું મારા માટે.
જીવનની છેલ્લી પળોમાં જેને જોવા તરસું હું,
એવી એક તું જ છે મારા માટે.
તને પ્રેમ કરતો હતો, પ્રેમ કરુ છુ અને પ્રેમ કરતો રહીશ,
મારી જિંદગીથી પણ વહાલો એવો પ્રેમ છે તું મારા માટે.
- જોગ વિશાલ – ગામઃ સઈજ – કલોલ
હું એકલો
બહાર નિકળવાનો મારગ ન મળ્યો ,
મારી ચોમેર છે દુઃખોનો દરિયો ,
દુઃખોના દરિયાની વચ્ચે હું એકલો .
ઘરમાં કોઇ મારા દર્દથી ન દાઝયો ,
દરેક સભ્યે મારો જ દોષ કાઢયો,
કુંટુંબ કબિલાની વચ્ચે હું એકલો.
સગાં સૌ સ્વાર્થનાં કામ ન લાગ્યા,
મારો કષ્ટ જોઇને જ દૂર ભાગ્યા,
સગા – વ્હાલાની વચ્ચે હું એકલો.
વ્યથા સમજે એવા માનવ ન રહ્યા,
મારી દશા જોઇને સૌ કોઇ હસ્યા,
માનવોની મેદની વચ્ચે હું એકલો.
સંસારમાં મને હવે મોહ ન રહ્યો,
સાધુ બનીને આખા વિશ્વમાં ર્ફ્યો,
દેશ અને દુનિયાની વચ્ચે હું એકલો.
જીવનથી થાકી હું મૃત્યુને ભેટયો,
મૃત્યુને ભેટવા સમાધિ એ બેસ્યો,
જીવન ને મૃત્યુની વચ્ચે હું એકલો.
- ચિંતન સોહેલિયા – પડધરી
ચાહત અધૂરી છે
વીતેલા વર્ષોની એક ચાહત અધૂરી છે ,
તારી અને મારી એક વાત અધૂરી છે ,
વાંસળીના સૂર વિના, કાન – ગોપી અધૂરી છે ,
તારી ચાહના વિના મારી “ ચાહત “ અધૂરી છે ,
પૂનમના ચાંદ વિના ચાંદની અધૂરી છે ,
તારી યાદ વિના મારી જિંદગી અધૂરી છે ,
પાનખર વિના વસંતની એક મહેક અધૂરી છે ,
તારી અને મારા “નિકુ” નામની દાસ્તાન અધૂરી છે .
હું તારો જ છું અને તારો જ રહીશ ,
એના વિના મારી જિંદગી અધૂરી છે .
- નરેશ રાવત “ નિકુ “
છતાં પણ એ ન મળી
કોલેજના લેક્ચરોમાં હરઘડી તેનો ઈંતજાર કરતો,
હંમેશા તેનાંજ વખાણ કરતો,
છતાં પણ એ ન મળી.
કહેવાય કે ખરતા તારા પાસે માંગેલી વિશ પૂરી થાય,
દરેક વખતે મેં એને જ માંગી,
છતાં પણ એ ન મળી.
કહેવાય કે ભગવાન પાસે માંગવાનો પણ એક સમય હોય,
પણ એવો તો કેવો સમય કે મેં તેને માંગી ન હોય,
છતાં પણ એ ન મળી.
કહેવાય કે પ્રેમમાં ધીરજ રાખીએ તો આપમેળે મળી જાય,
ત્રણ વર્ષ વીતી ગયાં,
છતાં પણ એ ન મળી.
- વિપુલ બી.ઠાકોર – વાસણા, – ( જુનાડીસા )
ઈશારો તો કરી જો…
શબ્દો નથી રહ્યા હવે જીવનમાં,
ખાલી ઈશારો તો કરી જો.
શું કહું હું તને કે તું સાંભળીશ,
યાદગીરી મારી આપી જો.
નથી જણાવવી જગતને આ વ્યથા,
માત્ર તારા અરજ ખાતર,
બાકી શબ્દોની મહેફ્લિમાં આવી,
ખાલી ઈશારો તો કરી જો.
રહું છું હું એકલવાયો જ,
સાથે શબ્દો તારા જ સથવારો,
અવળા શબ્દોને ભૂલી જઈએ,
નહિ આવે પરત એ શબ્દો,
શબ્દોની કિંમત સમજતા જઈએ,
હવે ઈશારો તો કરી જો.
ઈશારામાંતો શું જાણ્યું તે,
પણ એકવાર ઈશારો તો કરી જો.
- રામકુમાર પાનસુરીયા – સુરત
સમજી બેઠા
જિંદગીની પરીક્ષા
અઘરી હતી
ને સરળ સમજી બેઠા અમે….
માર્ગે અનેક કાંટા હતાં
ને ફુલ સમજી બેઠાં અમે..
એમ તો મળે અનેક પથ્થરની ઠોકર
પણ ઠોકરને ય
તકદીર સમજી બેઠા અમે..
મધદરિયે ડૂબી હતી
નાવડી જિંદગીની
ને નાવડીને તરતી સમજી બેઠા અમે..
- હિના હિરાલાલ ચાવડા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કાવ્યાનુભૂતિ appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/kavyanyutti-2-61/
via Best Gujarati News
0 Comments