દેશમાં હાલ ચૂંટણીનો મોસમ છે. ત્યારે નેતાથી લઈ અભિનેતા સુધી દરેક સામાન્ય જનતાને વોટ કરવા માટે અપીલ કરી રહ્યા છે. જ્યારે આ પરિસ્થિતિઓમાં એક્ટર ફરહાન અખ્તરને વોટ કરવાની અપીલ ભારે પડી છે. ફરહાન અખ્તરે એક ટ્વિટ કર્યું લોકોને વોટ કરવા અપીલ કરી પરંતુ તેના પછી સોશિયલ મીડિયા પર એક્ટર જબરદસ્ત ટ્રોલ થયો.

ખરેખર, ફરહાન અખ્તરે ભોપાલના મતદાતાઓથી વોટ કરવા માટે અપીલ કરી હતી. પરંતુ તેને આ અપીલ કરવામાં એક સપ્તાહનું મોડું થઈ ગયું. ફરાહન અખ્તરની વોટ અપીલની આ ટ્વિટ વાંચીને યૂઝર્સે તેને જબરદસ્ત ટ્રોલ કર્યો છે. ફરહાને ટ્વિટ કરી કહ્યું કે,‘પ્રિય ભોપાલના મતદાતાઓ, આ એ જ સમય છે જ્યારે તમે તમારા શહેરને વધુ એક ગેસ ત્રાસદીથી બચાવી શકો છો.’ તમને જણાવી દઈએ કે ફરહાન અખ્તરે ભોપાલની જનતાને વોટ અપીલ તો કરી પરંતુ તે ભૂલી ગયો કે 12મી મેના રોજ ભોપાલમાં મતદાન થઈ ગયા છે.

ફરહાન અખ્તરની આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર તે જબરદસ્ત ટ્રોલ થયો જ્યારે કેટલાક યૂઝર્સે ફરહાનની મજાક પણ ઉડાવી. એક યૂઝર્સે લખ્યું કે લાગે છે કે,‘ફરહાનનું હેંગઓવર ઉતર્યું નથી.‘ તમને જણાવી દઈએ કે ફરહાન અખ્તરે ભોપાલના લોકોથી 19મી મેના રોજ વોટ આપવાની અપીલ કરી. પરંતુ ભોપાલમાં 12મી મેના રોજ વોટિંગ પહેલેથી જ થઈ ગયું છે. જોકે અત્યાર સુધી આ ટ્વિટને ડિલીટ કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે 19મી મેના રોજ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન થવાના છે. જેમાં 7 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 59 બેઠકો પર મતદાન થવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મતદાનની વિચિત્ર અપીલ પર ફરહાન અખ્તર થયો ટ્રોલ, યૂઝર્સે કહ્યું- હેંગઓવર ઉતર્યું નથી? appeared first on Sandesh.



from Entertainment – Sandesh http://sandesh.com/actor-farhan-akhtar-trolled-by-users-after-vote-appeal/
via Best Gujarati News