રાજકોટ: રેસકોર્ષ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ યુવક પર કર્યો છરીથી હુમલો, વીડિયો વાયરલ
રાજ્યમાં અવારનવાર દરેક જિલ્લાઓમાંથી અસામાજિક તત્વાનો આતંકના સમાચાર મળતા હોય છે, ત્યારે રંગીલા રાજકોટમાં ફરી એકવખત અસામાજિક તત્વાનો ભરડામાં ભરાયું છે. રાજકોટમાં રવિવારે રાત્રે જાહેરમાં એક યુવક પર છરીથી હુમલો થયો હોવાનો અહેવાલ મળી રહ્યા છે.
આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના બાદ સ્થાનિક પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના રેસકોર્ષ વિસ્તાર નજીક રવિવારે મોડી અસામાજિક તત્વોએ કાળોકેર વતાવ્યો હતો. અહીં 3 અજાણ્યા શખ્સોએ એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાના કારણે યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેને તાત્કાલિક સ્થાનિક લોકોએ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.
આ ઘટનામાં 3 અજાણ્યા શખ્સો હુમલો કરીને ફરાર થઇ ગયા હતા. જો કે, આ ઘટનામાં જ્યારે હુમલો થયો ત્યારે કોઇ સ્થાનિકે તેના મોબાઇલમાં આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો, ત્યારબાદ સોશિયલ મીડિયામાં તેને વાયરલ કર્યો હતો.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, રાજકોટના રેસકોર્ષ પાસે કોઇ મેળા જેવું લાગેલું દેખાઇ છે. આ મેળામાં જ હજારો માણસોની વચ્ચે 3 યુવકોએ એક યુવક પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાજકોટ: રેસકોર્ષ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ યુવક પર કર્યો છરીથી હુમલો, વીડિયો વાયરલ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/rajkot-in-race-course-area-3-man-people-attacked-on-young-man-with-knife/
via Best Gujarati News
0 Comments