એક્ઝિટ પોલના પરિણામ કેન્દ્રમાં સત્તારૂઢ મોદી સરકારના પક્ષમાં આવ્યા બાદ સોમવારે શેરબજાર ખુલતાની સાથે રોકાણકારોની મૂડી 3.18 લાખ કરોડ રૂપિયા વધી ગઇ છે. ટ્રેડિંગ શરૂ થવાના માત્ર 60 સેકેન્ડની અંદર બીએસઈ પર લિસ્ડેટ કંપનીઓની બજાર મૂડી 3.18 લાખ રૂપિયા વધીને 1,49,76,896 કરોડ પર પહોંચી ગઇ છે. જ્યારે શુક્રવારે શેરબજાર બંધ થતા આ કંપનીઓની કેપિટલાઇઝેશન રૂપિયા 1,46,58,710 કરોડની હતી. આ સાથે જ ત્રણ સત્રમાં સોમવાર સુધી સ્થાનિક કંપનિઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂપિયા 5.39 લાખ કરોડનો વધારો થઇ ચુક્યો છે.

જાણીતી ફાઇનાન્શિયલ સર્વિસિસના સીએમડીએ જણાવ્યું હતું કે, એક્ઝિટ પોલના પરિણામો અપેક્ષિત કરતાં ઘણા સારા છે. આગામી થોડા દિવસોમાં, બજાર 2-3% વધશે. હું આ સ્તરો વિશે ખૂબ આશાવાદી છું. રોકાણકારોએ સ્ટોકમાં રોકાણ વધારવું જોઈએ. સોમવારે, ડોલરની સામે રૂપિયો બે સપ્તાહમાં 69.39 ની સપાટીએ પહોંચ્યો હતો.

વિશ્લેષકો કહે છે કે 23 મે સુધી નિફ્ટી 11,700 ની સપાટીને સ્પર્શ કરી શકે છે. પરંતુ નિફ્ટી આ સ્તરને જાળવી રાખશે કે નહી, તેનો આધાર બીજેપી બહુમતી મેળવે છે કે કેમ તેના પર આધાર રાખશે?

આજે પ્રારંભિક ટ્રેડિંગમાં શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 770.41 પોઇન્ટ વધીને 38701.18 ની સપાટીએ ખુલ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 244.75 પોઈન્ટ વધીને 11651.90 ની સપાટીએ ખુલ્યો છે. પ્રારંભિક ટ્રેડિંગમાં, નિફ્ટીના 100 શેરનો સ્મોલકેપ ઇન્ડેક્સ અને મિડકેપ ઈન્ડેક્સ 2.5 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post માત્ર 60 સેકન્ડમાં શેરબજારમાં કંપનીઓની મૂડી રૂપિયા 3.18 લાખ કરોડ વધી, જાણો કારણ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/market-capitalization-of-listed-companies-increased-by-3-18-lac-crore-in-60-seconds/
via Best Gujarati News