આ બેંકની 800-900 શાખાઓ બીજી જગ્યાએ ખસેડાશે અથવા બંધ કરાશે, તમારું ખાતુ તો નથી ને!
જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા (બી.ઓ.બી.), દેના બેંક અને વિજ્યા બેંકના વિલિનીકરણને ધ્યાનમાં રાખીને દેશની 800 થી 900 શાખાઓની કામગીરીની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે વિચારી રહ્યાં છે. બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજયા બેંકનું મર્જર 1 એપ્રિલથી અમલમાં આવ્યું હતું. એક વરિષ્ઠ બેંક અધિકારીએ જણાવ્યું છે કેદેના બેંક અને વિજ્યા બેંકના બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ પછી એક જગ્યાએ આ બેંકોની શાખાઓ રાખવાનો કોઈ અર્થ નથી.
વધુમાં વરિષ્ઠ બેંક અધિકારીએ જણાવ્યું હતું કે, “આવા ઘણા કિસ્સા છે જ્યાં આ ત્રણ બેંકોની શાખાઓ એક જ જગ્યાએ અથવા એક જ ઇમારતમાં છે. તેથી, આવી શાખાઓને બંધ કરવા અથવા તેને યુક્તિસંગત કરવાની જરૂર છે. એક સ્થાને આ બેંકોની શાખાઓ હોવાથી બેંકની કુશળતા પર પ્રતિકૂળ અસર પડશે. તેમણે જણાવ્યું હતું કે વ્યાપક સમીક્ષા પછી, બેંક ઓફ બરોડાએ 800 થી 900 શાખાઓ ઓળખી છે, જેને વ્યાજબી બનાવવાની જરૂર છે. બેંક કેટલીક શાખાઓ બીજા સ્થળે લઈ જઇ શકે છે અને પછી કેટલાક કિસ્સાઓમાં તેને બંધ પણ કરી શકે છે.
બે બેંકોના બેંક ઓફ બરોડામાં જોડાણ પછી, બીઓબી હવે એસબીઆઈ પછી બીજા નંબરની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક બની ગઇ છે. બેંકની શાખાઓની સંખ્યા 9,500 કરતાં વધુ છે. જ્યારે એટીએમ વધીને 13,400 થઈ ગયા છે. કર્મચારીઓની સંખ્યા 85,000 પહોંચી ગઈ છે, જે 12 કરોડ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ બેંકની 800-900 શાખાઓ બીજી જગ્યાએ ખસેડાશે અથવા બંધ કરાશે, તમારું ખાતુ તો નથી ને! appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/merger-impact-bank-of-baroda-will-replace-900-branches/
via Best Gujarati News

0 Comments