વિશ્વ કપનું આયોજન આ વખતે ઇંગ્લેન્ડમાં થઇ રહ્યું છે. ઇંગ્લેન્ડની પિચોની અત્યારની સ્થિતિ જોઇએ તો એક મેચમાં 500 રન બનવા આસાન છે તેવું સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે. આ વાતને ધ્યાને રાખીને ઇંગ્લેન્ડનાં મેન્યુઅલ સ્કૉર બૉર્ડમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. ક્રિકેટ ફેન્સને આશા છે કે વિશ્વ કપમાં આટલા રન બની શકે છે. બેટ્સમેન્સને મદદ કરતી પિચો પર પણ 5 એવા ફાસ્ટ બૉલર્સ છે જે કહેર મચાવી શકે છે. ઇંગ્લેન્ડની ઝડપી પિચો પર ઝડપી બૉલર્સને ઘણી મદદ મળે છે. આવો જાણીએ એવા 5 ફાસ્ટ બૉલર્સ છે જે કોઈપણ ટીમને ધરાશાઈ કરી શકે છે.

1. જસપ્રિત બુમરાહ

ICC વન ડે રેન્કિંગમાં નંબર વનની પૉઝિશન રાખનારો ઝડપી બૉલર જસપ્રિત બુમરાહ ઇંગ્લેન્ડની પિચ પર ઘાતક બૉલર સાબિત થઈ શકે છે. બુમરાહ પોતાના પરફેક્ટ યૉર્કર માટે જાણીતો છે. તે ડેથ ઑવર્સમાં પણ સારી બૉલિંગ કરે છે. આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમનારા બુમરાહનો આ પહેલો વર્લ્ડ કપ હશે. આઈપીએલમાં રમાયેલી કુલ 77 મેચોમાં તેના નામે 82 વિકેટ છે. તો 49 વન ડેમાં તેના નામે 85 વિકેટ છે.

2. કાગિસો રબાડા

સાઉથ આફ્રિકાનાં આ યુવા ઝડપી બૉલરે પોતાની બૉલિંગથી સૌને ઘણા જ પ્રભાવિત કર્યા છે. આ વર્ષે આઈપીએલમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. દિલ્હી કેપિટલ્સને પ્લેઑફમાં પહોંચાડવામાં રબાડાનું મહત્વનું યોગદાન રહ્યું છે. આઈપીએલની આ સીઝનમાં રમાયેલી 12 મેચોમાં 7.82ની ઇકોનૉમી સાથે તેણે 25 વિકેટે લીધી છે. તેણે કુલ રમેલી 66 મેચોમાં 4.98ની ઇકોનૉમી સાથે 106 વિકેટ લીધી છે. રબાડા માટે પણ આ પહેલો વિશ્વ કપ હશે.

3. મિચેલ સ્ટાર્ક

ઑસ્ટ્રેલિયાની ટીમમાં હંમેશાથી સારા ફાસ્ટ બૉલર્સ રહ્યા છે. આ વખતે વિશ્વ કપમાં મિચેલ સ્ટાર્ક એવો બૉલર છે જે પોતાની ઝડપથી કોઇને પણ માત આપી શકે છે. આપણે તેની તાકાતનો અંદાજો એ પરથી લગાવી શકીએ છીએ કે તેણે ગયા વર્લ્ડ કપમાં 22 વિકેટો લીધી હતી અને તે ‘પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ’ બન્યો હતો. આ વખતે પણ તેની પાસેથી આવા પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે. જો કે, ગત 4 વર્ષ તેના માટે સારા રહ્યા નથી. તે સતત પોતાની ફિટનેસથી પરેશાન રહ્યો છે. તેમ છતા તે 140ની ઝડપથી કોઈપણ બેટ્સમેન પર ભારે પડી શકે છે.

4. ટૉમ કુરેન

ઇંગ્લેન્ડનાં આ પેસરની વધારે ચર્ચા નથી થઈ રહી, પરંતુ વિશ્વ કપમાં તે કમાલ કરી શકે છે. ઇંગ્લેન્ડની ટીમનાં આ યુવા ખેલાડીએ પાકિસ્તાન સામે હમણા સારું પ્રદર્શન કર્યું છે. કુરેન માટે આ પહેલો વિશ્વ કપ હશે. કુરેન પાસે વધારે અનુભવ નથી. અત્યાર સુધી રમાયેલી 16 વન ડે મેચોમાં 6.32ની ઇકોનૉમીથી 27 વિકેટ ઝડપી છે. ખાસ વાત એ છે કે કુરેનને વધારે ટીમો રમી નથી માટે તે ઘાતક સાબિત થઈ શકે છે.

5. ટ્રેન્ટ બૉલ્ટ

ન્યૂઝીલેન્ડની ટીમનો આ ખેલાડી વન ડેમાં બુમરાહ બાદ બીજા નંબરે છે. આઈપીએલની આ સીઝનમાં બૉલ્ટનું પ્રદર્શન સારું રહ્યું નહોતુ, પરંતુ ઇંગ્લેન્ડની પિચો પર તે ભારે પડી શકે છે. ગત વર્લ્ડ કપમાં તે મિચેલ સ્ટાર્ક સાથે સૌથી વધારે વિકેટ લેનારો બૉલર હતો. તેની પાસેથી ન્યૂઝીલેન્ડની ટીમને ઘણી જ આશાઓ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપ: ભલે ઇંગ્લેન્ડની પિચો પર થાય રનોનો વરસાદ, આ પાંચ બૉલર્સ મચાવશે હાહાકાર appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/these-five-bowlers-can-destroy-batsman-in-cwc-2019/
via Best Gujarati News