વર્લ્ડ કપ 2011માં ટીમ ઇન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા નીભાવનારા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ માટે ઑસ્ટ્રેલિયાઈ ટીમને પોતાની પહેલી પસંદ ગણાવી છે. ગંભીરનું કહેવું છે કે ઑસ્ટ્રેલિયાએ નિશ્ચિત રીતે વર્લ્ડ કપની ફાઇનલ રમવી જોઇએ. ગંભીર અનુસાર ઑસ્ટ્રેલિયાનો મુકાબલો તેની બે મનગમતી ટીમ ઇંગ્લેન્ડ અથવા ભારત સાથે થશે. ક્રિકેટમાંથી રાજનીતિમાં આવેલા બીજેપીનાં લોકસભા ઉમેદવાર ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું છે કે ઇંગ્લેન્ડની ટીમ તેની બીજી પસંદગી એ માટે નથી કારણ કે તે ઘરમાં રમી રહી છે, પરંતુ તેની પાસે બધા જ સ્થાન માટેનાં ક્રિકેટર છે.

ગંભીરનાં જણાવ્યા પ્રમાણે, “ઇંગ્લેન્ડ સંતુલિત ટીમ છે. જોફ્રા આર્ચર ઇંગ્લેન્ડની ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડ પાસે બેન સ્ટોક્સ અને મોઈન અલી જેવા ઑલરાઉન્ડર્સ છે.” ગંભીરે ભારતને લઇને કહ્યું કે, “જ્યાં સુધી ભારતની બેટિંગની વાત છે તો રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મોટો સ્કોર બનાવવો રહેશે. બૉલિંગમાં જસપ્રિત બુમરાહ એક્સ ફેક્ટર રહેશે. આ એક રોમાંચક વર્લ્ડ કપ હોવો જોઇએ અને ઓછામાં ઓછા 6 દેશોની વચ્ચે રસાકસીની મેચો થવી જોઇએ. આ વિશ્વ કપમાં દરેક ટીમ એક-બીજા સામે રમશે. દરેક મેચ માટે ટીમે હંમેશા તૈયાર રહેવું પડશે. ગ્રુપ લીગની કોઇપણ મેચમાં કોઈપણ ટીમ આરામ ના કરી શકે.”

વેસ્ટઇન્ડીઝ વર્લ્ડ કપનું દાવેદાર રહેશે કે નહીં? તેનો જવાબ આપતા ગૌતમ ગંભીરે કહ્યું કે, “આઈપીએલમાં વેસ્ટઇન્ડીઝનાં કેટલાક ક્રિકેટર્સે સારું પ્રદર્શન કર્યું છે, તે માટે તેમની ચર્ટા થઈ રહી છે, પરંતુ મને લાગે છે કે 50 ઑવરની રમતમાં આ અલગ હશે. તેમની પાસે સારા સ્પિનર નથી. હું ઘણો ચોક્કસ નથી કે તમને ફક્ત ઝડપી બૉલર્સ જ દિલ જીતાડે.” જ્યારે તેને પુછવામાં આવ્યું કે વર્લ્ડ કપ 2011માં શતક ચુકી જવાનો તેને અફસોસ છે? તેના જવાબમાં ગંભીરે કહ્યું કે, “બિલકુલ નહીં. અમારો ઉદ્દેશ વિશ્વ કપ જીતવાનો હતો અને હું મોટું યોગદાન આપવા ઇચ્છતો હતો અને એ મે આપ્યું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપ માટે ગૌતમ ગંભીરે ભારતને નહીં, પરંતુ આ ટીમને ગણાવી ફેવરેટ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/gautam-gambhir-talking-about-which-team-could-win-cwc-2019/
via Best Gujarati News