ગમે ત્યારે ક્રિકેટને અલવિદા કહી શકે છે યુવરાજ સિંહ, BCCI પાસે કરી આ માંગણી
ભારતનાં સૌથી સફળ ક્રિકેટર્સમાંથી એક યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવા પર ગંભીરતાથી વિચારી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે યુવરાજે સ્વીકાર કર્યો છે કે હવે તેની ભારત તરફથી રમવાની સંભાવના ઓછી છે. આવામાં પંજાબનો આ ધાકડ ખેલાડી બીસીસીઆઈથી અનુમતિ મળ્યા બાદ ગમે ત્યારે આ રમતને તિલાંજલિ આપી શકે છે. યુવરાજ આ વર્ષે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની તરફથી રમ્યો હતો, પરંતુ તેને વધારે તકો આપવામાં આવી નહોતી. કદાચ આ જ કારણ છે કે તે પોતાના ભવિષ્યની યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે.
સંન્યાસ બાદ યુવી આઈસીસી દ્વારા મંજૂર કરવામાં આવેલી ટી-20 લીગમાં ફ્રીલાસ ક્રિકેટર તરીકે રમી શકે છે. આ માટે યુવરાજ સિંહે ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવી પડશે. ત્યારબાદ આ ટી-20 લીગમાં રમવાની તેને પરવાનગી મળશે. 37 વર્ષનાં આ ખેલાડીએ આ માટે બીસીસીઆઈ પાસે પરવાનગી માંગી છે. આ દરમિયાન કેટલાક લોકોનું માનવું છે કે જો ઝહીર ખાન અને વિરેન્દ્ર સેહવાગ દુબઈમાં ટી-20 રમી શકે છે તો પછી યુવરાજ સિંહને કેમ અનુમતિ ના મળી શકે?
આ મામલે બીસીસીઆઈ સૂત્રએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી સંન્યાસ લેવા વિશે વિચારી રહ્યો છે. તેની બસીસીઆઈથી વાતચીત અને જીટી-20 (કેનેડા), આયરલેન્ડમાં યૂરો ટી-20 સ્લેમ અને હૉલેન્ડમાં રમવા પર વધારે સ્પષ્ટતા માંગવાની આશા છે કેમકે તેણે રજૂઆત કરી છે.” ઇરફાન પઠાણે હાલમાં જ કેરિબિયાઈ પ્રીમિયર લીગનાં ડ્રાફ્ટમાં પોતાનું નામ આપ્યું હતુ, પરંતુ તે અત્યારે પણ પ્રથમ શ્રેણીમાં સક્રિય ખેલાડી છે અને તેણે બીસીસીઆઈ પાસેથી અનુમતિ લીધી છે.
બીસીસીઆઈનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “ઇરફાનને ડ્રાફ્ટમાંથી નામ પરત લેવાનું કહેવામાં આવ્યું. જ્યાં સુધી યુવરાજનો પ્રશ્ન છે તો અમારે નિયમ જોવાનો રહેશે. જો તે પ્રથમ શ્રેણી ક્રિકેટથી સંન્યાસ લે છે તો પણ બીસીસીઆઈનાં અંતર્ગત તે રજીસ્ટર્ડ સક્રિય ટી-20 ખેલાડી બની શકે છે.” તેમણે કહ્યું કે, “ટી-10ને ભલે આઈસીસી પાસેથી અનુમતિ મળી હોય, પરંતુ અત્યારે પણ સ્વીકૃતિ પામેલું ફૉર્મેટ નથી. પરંતુ જ્યારે પણ આ ફૉર્મેટ મોટું થશે તો ક્રિકેટમાંથી સંન્યાસ લીધેલા ખેલાડીઓ વિશે વિચારવામાં આવી શકે છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગમે ત્યારે ક્રિકેટને અલવિદા કહી શકે છે યુવરાજ સિંહ, BCCI પાસે કરી આ માંગણી appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/yuvraj-singh-can-retired-at-any-moment/
via Best Gujarati News
0 Comments