સજાતીય સંબંધોનો સ્વીકાર કરનારી પહેલી ભારતીય એથ્લીટ દુતી ચંદ
। નવી દિલ્હી ।
ભારતની સ્ટાર દોડવીર અને ૧૦૦ મીટર દોડમાં નેશનલ રેકોર્ડ હોલ્ડર દુતી ચંદે તેના સજાતીય જીવનસાથી વિશે ખુલાસો કરતાં કહ્યું છે કે ઓડિશામાં મારા ગામ ચાકા ગોપાલપુરમાં મારી સહેલી સાથે હું રિલેશનશિપમાં છું. હાલમાં હું વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક્સ રમતો પર ફોકસ કરી રહી છું પણ એ પછી મારી સહેલી સાથે લગ્ન કરીને સંસાર માંડીશ.
એશિયન ગેમ્સમાં દુતી ચંદે ૧૦૦ અને ૨૦૦ મીટરની રેસમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. દુતીના માતા-પિતા ઓડિશાના જાજપુર જિલ્લામાં રહે છે. તેઓ વણકર છે. એક મુલાકાતમાં દુતી ચંદે કહ્યું હતું કે મેં મારો જીવનસાથી પસંદ કરી લીધો છે. મને લાગે છે કે કોઈ પણ વ્યક્તિને આઝાદી હોવી જોઈએ કે તે કોની સાથે રહેવા માગે છે. તે પોતાને ગમે તેવો પાર્ટનર પસંદ કરી શકે. હું રેસમાં ભાગ લેવા માટે આખા વિશ્વમાં ફરું છું અને એ સહેલું નથી. મને પણ એક આધારની જરૂર હોય છે. મારી સહેલી મારો આધાર છે. ૨૩ વર્ષની આ દોડવીરે કહ્યું હતું કે મેં હંમેશાં એવા લોકોને સપોર્ટ કર્યો છે જેઓ સમલૈંગિક છે. આ દરેકની વ્યક્તિગત પસંદગી છે. મારો ધ્યેય હાલમાં મારી રમત પર ફોકસ કરવા પર છે. એ પછી હું જીવનમાં સેટલ થવાનો વિચાર કરીશ. ઈન્ડિયન પીનલ કોડની કલમ ૩૭૭ના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મને મારી રિલેશનશિપ બાબતે જાહેરમાં બોલવાનો વિશ્વાસ મળ્યો છે.
ભારતની દોડવીર દૂતી ચંદે સમલૈંગિક સંબંધનો સ્વીકાર કર્યા બાદ કહ્યું હતું કે મારી મોટી બહેનને આ સંબંધ મંજૂર નથી અને તેણે મને જેલમાં મોકલવાની ધમકી આપી છે.
કોણ છે પાર્ટનર?
પાર્ટનર વિશે તેણે કહ્યું હતું કે તે મારા ગામની ૧૯ વર્ષની છોકરી છે અને છેલ્લા પાંચ વર્ષથી મારો તેની સાથે સંબંધ છે. તે ભુવનેશ્વરમાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. તે મારા સગામાં છે, એના ઘરે હું જાઉં છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સજાતીય સંબંધોનો સ્વીકાર કરનારી પહેલી ભારતીય એથ્લીટ દુતી ચંદ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/homogeneous-acceptance/
via Best Gujarati News
0 Comments