હું એજ્યુકેટેડ, સુંદર છું, સર્વિસ કરું છું છતાં મને કોઈ બોયફ્રેન્ડ કેમ મળતો નથી?
યૌવનની સમસ્યા :- સોક્રેટિસ
સોક્રેટિસ સર,
હું સ્કૂલમાં આઠમા ધોરણમાં હતી ત્યારથી ‘સંદેશ’ વાંચું છું. સંદેશમાં બુધવારની ર્પૂિતમાં તમારી યૌવનની સમસ્યા મારી ફેવરિટ કોલમ છે મને લવ, સેક્સ વિશે વાંચવાનું બહુ જ ગમે છે. અત્યારે તો હું ગ્રેજ્યુએટ થઈને એક કંપનીમાં સર્વિસ કરું છું. પરંતુ મારી સમસ્યા કોઈને કહેવાય એવી નથી, છતાં તમને કહું છું કે જેથી મને માર્ગદર્શન મળે. હું ૨૪ વર્ષની થઈ ગઈ છું છતાં હજી સુધી મારે કોઈ બોયફ્રેન્ડ નથી કે કોઈ લવર નથી. હું દેખાવમાં સારી છું. ગોરી છું એજ્યુકેટેડ છું, હવે તો સર્વિસ પણ કરું છું છતાં મારે કોઈ સાથે લવ થતો નથી, એમ કેમ ? હું તો સ્કૂલમાં હતી ત્યારથી જ કોઈ બોયફ્રેન્ડ લવર મળે તેવી ઈચ્છા રાખું છું. પણ મારા ભાગ્યમાં જ લવ લાગતો નથી.. આ માટે
કોઈ સ્પેશિયલ બાબત હોય તો મને જણાવો!
હા…હું કોઈને સામેથી નહીં કહું કે આઈ લવ યુ… ! મને એવું કહેનાર મળે તો જ પરણવાનો મેં નિર્ણય કર્યો છે. અમારામાં તો છોકરીઓ ૨૦ વર્ષ વટાવે એટલે લગ્નની વાતો થવા માંડે છે. એટલે હું ખૂબ મૂંઝવણ અનુભવું છું. તમે કંઈક હેલ્પ કરો.. !
મીતા (નામ બદલ્યું છે)
તું ખૂબ હોશિયાર હોય એવું તારો ઈમેઈલ વાંચીને લાગ્યું છે. તેં ખૂબ સ્પષ્ટ રીતે તારી વાત રજૂ કરી છે. તું બધી રીતે યોગ્ય હોવા છતાં તને તારા મનનો માણીગર લવર-બોયફ્રેન્ડ નથી મળતો એનો તને વસવસો છે. આમ જોવા જઈએ તો મોટાભાગના છોકરા-છોકરીઓ સ્કૂલમાં ભણતા હોય ત્યારથી જ બોયઝ અને ગર્લ્સ ફ્રેન્ડ હોય છે. તારા કેસમાં નથી એને ઘણા કારણ હોય શકે. તું કહે તે મુજબ દેખાવડી અને વ્યવસ્થિત છે. કોઈ પણ યુવક તારા તરફ આકર્ષાવો જ જોઈએ. પરંતુ તેમ થતું નથી એમ કેમ ? એનું મુખ્ય કારણ તારા મનમાં બોયફ્રેન્ડ કે લવરનો જે કન્સેપ્ટ હશે તે હોવો જોઈએ. તું ચોક્કસ પ્રકારના પુરુષને ઈચ્છે છે. તારા મનમાં તેની એક છબી અંકિત થઈ ગઈ છે. તે કદાચ ખૂબ આદર્શ બોય-પુરુષની હોય શકે. તારા સ્કૂલના સ્ટડીકાળથી અત્યાર સુધીમાં એવો કોઈ છોકરો તારી નજરમાં બેઠો જ
નથી કે જેની સાથે તું ફ્રેન્ડશિપ કરે. બાકી છોકરીઓને તો છોકરા મળી રહે જ.. લગ્ન કરવા નહીં પણ ર્ફ્લિંટગ કરવા, મોજ કરવા, અંગત પળો માણવા. છોકરાઓ છોકરીઓનો પીછો કરતા જ રહેતા હોય છે, પરંતુ તારો સ્વભાવ, વ્યવહાર એવો જોઈએ કે કોઈ હિંમત જ ના કરે! આમ તો ખૂબ સારી બાબત છે. અન્ય છોકરા-છોકરીઓને લફરાં કરતા જોઈને આપણે પણ એવું કરવું જ જોઈએ એવું ના હોવું જોઈએ, યોગ્ય સમયે યોગ્ય પાત્ર મળે તે બરોબર છે. બાકી ફિલ્મો જોઈને તે પ્રમાણે લવ અફેર કરતા રહેવું સારી વાત નથી. આજની ૯૦ ટકા જનરેશન આવી થઈ ગઈ છે. બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ હોવા એ જાણે સ્ટેટસ સિમ્બોલ બની ગયા છે. તારી ગ્લાનિ આ જોઈને પેદા થઈ છે. તારે આ વાત મનમાંથી કાઢી નાખવાની જરૂર છે. તેં ફ્રેન્ડશિપ માટે પ્રયાસો કર્યા હોય અને તેમાં નિષ્ફળ ગઈ હોય એવું ક્યાંક જણાતું નથી. તારો નેચર એવો જણાય છે કે કોઈ સામેથી તારી સાથે ફ્રેન્ડશિપ કરવા આવે તો જ તું આગળ વધે. તારા તરફથી કોઈ જ રિસ્પોન્સ ના મળે તો કોણ તારી સાથે ફ્રેન્ડશિપ કરવા, તને લવ કરવા આગળ વધે! કદાચ કોઈ યુવક તને લવ કરતો હોય, તારી સાથે ફ્રેન્ડશિપ કરવા ઈચ્છતો હોય પરંતુ તું કોઈ પ્રતિભાવ જ ના આપે તો પછી કોણ આગળ વધે? સામેવાળાને ઈન્સલ્ટ થવાનો ભય હોય જ ને, તું ક્યાંક બદનામ કરી નાખે તો!
વળી ઘણા એવું પણ માની લે કે આ અકડું સાથે ફ્રેન્ડશિપ થાય જ કઈ રીતે ?
જોકે બાલ્યકાળથી આજ સુધી તને ગર્લ્સ સાથે તો ફ્રેન્ડશિપ થઈ જ હશે. તારે બહેનપણીઓ-સખીઓ તો હશે જ ! તેઓ સાથે તું ખુલ્લા મને વાત નહીં કરતી હોય, બાકી તેઓ જ તને રસ્તો બતાવી દેત !
હકીકતમાં તારું એક નિિૃત સ્ટાન્ડર્ડ છે એટલે તારે જે જોઈએ છે તે તું મેળવી શકી નથી. તારી સમસ્યાના હલમાં તારે વધુ કશું કરવાનું નથી. તારે ચહેરો હસતો રાખવો જરૂરી છે. સામેવાળી વ્યક્તિ તારી સાથે વાત કરવા પ્રેરાવી જોઈએ. તારે મનને નજરમાં વસે તે યુવક સાથે વાતચીત કરવા બહાના ઊભા કરવા જોઈએ. કોઈને કોઈ રીતે વાત થાય તો જ આગળ વધી શકાય. નજરો મળે, સ્મિત ફરકે, એટલે વાતચીત થાય અને પછી ફ્રેન્ડશિપ ક્યારે થઈ જાય તેની ય ખબર નહીં પડે.
હાલ તો તારે કોઈ બોયફ્રેન્ડ કે લવર નથી તે બદલ ખુશ થવા જેવું છે. કારણ કે હવે તું ખૂબ જ પુખ્ત બની ગઈ છે. હવે તું જે નિર્ણય કરીશ તે યથાયોગ્ય રહેશે. બાકી શાળા-કોલેજમાં દેખાદેખીમાં થતી ફ્રેન્ડશિપ-લવઅફેર લાંબુ ચાલતું હોતું નથી. તં નસીબની વાત કરી છે તો તે વાત પણ કંઈક અંશે સાચી માની શકાય, પરંતુ પ્રયાસ કર્યા વિના, રિસ્પોન્સ આપ્યા વિના કોઈ તને આઈ લવ યુ કહેવા નહીં આવે. તને જે લવ કરે તેની સામે જોવું પડે, અને બોલવું પણ પડે. એ માટે તમારું વર્તન મળતાવડું હોવું જરૂરી છે. તું તારામાં આવો સુધારો કરીશ એવી જ ફ્રેન્ડની લાઈન લાગશે. કોઈ સર્વગુણ સંપન્ન નથી હોતું એટલું યાદ રાખીને આગળ વધજે! તું સફળ થઈશ જ!
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હું એજ્યુકેટેડ, સુંદર છું, સર્વિસ કરું છું છતાં મને કોઈ બોયફ્રેન્ડ કેમ મળતો નથી? appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/i-educated-beautiful/
via Best Gujarati News
0 Comments