ભિન્નતા એ કોઈ ખામી નથી
ખુલ્લી વાત :- અમિતા મહેતા
સંબંધોમાં મહત્ત્વની વાત છે ડિફરન્સીસની… યુ નો, પતિ-પત્ની વચ્ચે ફેમિલી બેકગ્રાઉન્ડ, એજ્યુકેશન, પર્સનલ હેબિટ્સ, કમ્યુનિકેશન પેટર્ન, સેક્સ્યુઅલ ઈન્ટિમસી, પોલિટિકલ યા સોશ્યલ વ્યૂઝ, ફ્રેન્ડશિપ, સ્વભાવ અને કામ કરવાની રીત…આવી કેટલી બધી ભિન્નતાઓ હોય છે અને ભિન્નતાને કારણે મતભેદ તો સર્જાવાના જ. ક્યારેક આ મતભેદ ઝઘડા અને છૂટા પડવાનું કારણ પણ બને છે અને મતભેદ મનભેદમાં પલટાય જાય એની ખબર પણ ન પડે. બે અલગ પરિવારમાંથી આવેલી વ્યક્તિ વચ્ચે ભિન્નતા તો રહેવાની જ. અને આ ભિન્નતા જ આકર્ષણ, પ્રેમ અને સહજીવનનું નિમિત્ત છે, કારણ કે તમારામાં જે નથી એ બીજા પાત્રમાં હોય છે. એનાથી આકર્ષણ-રોમાંચ વધે છે અને બંને એકબીજાનાં પૂરક બને છે. બે વિરોધી પરિબળો વચ્ચે આકર્ષણ એ જીવનનો નિયમ છે. છતાં લગ્નમાં ભિન્નતા મતભેદ કે અહB અને ઝઘડાનું કારણ કેમ બને છે એ મને સમજાતું નથી.
મારા એક સંબંધી છે. પત્ની થોડી શાંત અને ઓછાબોલી…જ્યારે પતિ બોલે પણ વધારે અને નાની વાતમાં અકળાય પણ જાય…હવે આ પતિદેવ પત્નીના શાંત સ્વભાવને એવી રીતે વગોવે છે કે એને ગમે તે કહો કશી અસર જ નથી થતી…સાવ મીંઢી છે, કોઈ વાતે સરખો રિસ્પોન્સ જ ન આપે…સનાયા, આ કંઈ ઝઘડા કે આક્ષેપનું કારણ છે? બે વ્યક્તિ વચ્ચે સ્વભાવની ભિન્નતા એ તો કુદરતી વસ્તુ છે એના માટે ઊહાપોહ કેમ?
આઈ થીંક, પતિ-પત્નીએ એ વાત સમજવી જોઈએ કે ડિફરન્સ એ ડેફિસિયન્સી નથી. તમારા કરતાં કોઈ વ્યક્તિ જુદું વિચારે કે વર્તે એનો અર્થ એ નથી કે વ્યક્તિ ખોટી છે કે તમારી વિરોધી છે. એની ટીકા કરવાનો કોઈ અર્થ નથી. તમારા કરતાં તમારા પાર્ટનર જુદું વિચારે છે તો એનું સન્માન કરવું જોઈએ અગર એ વિચાર નવો કે વધુ ઉપયોગી છે તો એનો સ્વીકાર કરવા પતિ-પત્ની બંને એકબીજાને સપોર્ટ કરે, બીજી વાત એ સમજ, સંબંધોની મજા બે સરખી વ્યક્તિ સાથે જીવે એના કરતાં જુદી વ્યક્તિ સાથે જીવે એમાં છે. ભિન્નતા એકવિધતાને ટાળી રોમાંચ લાવે છે. આપણામાં જે ન હોય એ પાર્ટનરમાં હોય તો એનું મૂલ્ય, સન્માન વધવું જોઈએ. બે ભિન્ન માણસો સાથે જોડાય છે ત્યારે જ એ પૂર્ણ બને નહીંતર જીવનની ઘણી બધી બાબતોના અનુભવથી તેઓ વંચિત રહી જાય છે. અગર તમારા સાથીને તમે પ્રેમ કરો છો તો એ ઈગોનો પ્રોબ્લેમ પણ નથી. પ્રેમનો અર્થ જ સ્વીકાર છે. તમે પાર્ટનરની ભિન્નતાને સ્વીકારો છો એટલે એની સ્વતંત્રતા પણ સ્વીકારો છે. હા, આ ડિફરન્સ ઈમોશનલી કે સોશિયલી બહુ મોટું નુકસાન કરતું હોય તો ઝઘડવાને બદલે શાંતિથી એ અંગે ચર્ચા કરવી જોઈએ, કારણકે ડિફરન્સ એ ડિસ્ટન્સનું નિમિત્ત ન જ બનવું જોઈએ. ડિફરન્સના સ્વીકારમાં ખેલદિલી જોઈએ છે તો કેટલીકવાર સાથીની ખુશી માટે પોતાના મત સાથે બાંધછોડ કરવામાં પણ વિશાળ દિલ જોઈએ. આ બાંધછોડ સમજણપૂર્વક સહૃદયતાથી થવી જોઈએ. ખિન્નતાથી નહીં…એક સત્ય પતિ-પત્નીએ સ્વીકારવું જોઈએ કે-
– `In a realationship it is the similarities between you that bring you together, but only the differences keep you together.’રાઈટ?
બે વ્યક્તિ વચ્ચેનો તફાવત લગ્નમાં અસલામતી પણ ઊભી કરી શકે, કારણકે જ્યાં સુધી ભિન્નતાને પ્રેમથી સ્વીકારય નહીં ત્યાં સુધી ટકરાવ થતો રહે છે અને અસ્વીકાર અને ટકરાવ બંને અસલામતી આપે છે. અને આ અસલામતી દૂર કરવા પણ જુદી ઈમોશનલ નીડસ જોઈએ અને આમેય સ્ત્રી-પુરુષની ઈમોશનલ નીડસ જુદી છે એ વાત સમજવી બંને માટે આવશ્યક છે.
પતિ-પત્ની વચ્ચે વિચારોની અને બુદ્ધિની ભિન્નતા હોય ત્યારે કોઈ રીતે કમ્યુનિકેટ કરવું એ મોટો પડકાર છે. આ ભિન્નતા મિસ અંડરસ્ટેન્ડિંગ ઊભી કરી શકે, એકની સમજવાની ક્ષમતા ઓછી હોય તો ધીરજથી, ઉદાહરણ દ્વારા સાદી ભાષામાં સમજાવવું પડે બે શબ્દમાં એને ખ્યાલ ન પણ આવે. એ જ રીતે રોમાન્સ અને સેક્સ અંગેનો અભિગમ પણ જુદો હોય શકે. ત્યારે ઝઘડવા કે માયૂસ થવાને બદલે એકબીજાને ગમે એવો એપ્રોચ અપનાવવો પડે. ડિફરન્સીસ એ અલગ ઉછેર અને વાતાવરણનું પરિણામ છે એ સ્વીકારી કોણ સાચું કે ખોટું કે સારું-ખરાબ એની ચર્ચામાં ઉતરવાને બદલે અહB છોડી અનુકૂલન સાધી યોગ્ય ઉકેલ શોધવો પડે. જેમ કે બંને વ્યક્તિ સ્વીકાર અને સમાધાનના રસ્તે આગળ વધે, થોડા ઉદાર અને નિઃસ્વાર્થી બને, બીજાના દૃષ્ટિબિંદુથી વાત વિચારે, અપમાનજનક સ્થિતિ ઊભી ન થાય એનું ધ્યાન રાખે તથા માફ કરતાં શીખે તો ડિફરન્સીસ સ્ટ્રેન્થ બની શકે. પતિ-પત્ની એવું કહી શકે કે- વિચારે, અપમાનજનક સ્થિતિ ઊભી ન થાય એનું ધ્યાન રાખે તથા માફ કરતાં શીખે તો ડિફરન્સીસ સ્ટ્રેન્થ બની શકે. પતિ-પત્ની એવું કહી શકે કે-
‘હું ને તું પૃથ્વીના તદ્ન જુદા બે છેડા છીએ,
હોય મક્કા કે બનારસ આપણી વચ્ચે જ છે.’
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભિન્નતા એ કોઈ ખામી નથી appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/variation-a-no-fault/
via Best Gujarati News
0 Comments