ગોલ્ડ ફ્યૂચરમાં જાણો કેવું વલણ જોવા મળશે!
કોમોડિટી ચાર્ટની નજરે : અનુજ
એમસીએક્સના ગોલ્ડના જૂન વાયદામાં નવા સપ્તાહે મિશ્ર ટ્રેન્ડ રહેશ. વિતેલા સપ્તાહે ચાર્ટ ઉપર એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ. ૩૧,૯૮૭ના મથાળે ખુલ્યો હતો અને સપ્તાહની શરૂઆતમાં જ રૂ. ૩૧,૮૬૨ની નીચી સપાટી બની હતી. ત્યારબાદના સપ્તાહમાં ભાવ સુધર્યા હતા અને સપ્તાહના પ્રથમ ભાગમાં રૂ. ૩૨,૫૩૮ની ઊંચી સપાટી બની હતી. જો કે ઊંચા સપ્તાહે ભાવ ટકી ન શકતા સપ્તાહના બીજા ભાગમાં ભાવ ગગડયા હતા. અંતે વાયદો ૦.૦૬ ટકાના સાપ્તાહિક ઘટાડામાં રૂ.૩૧,૮૮૫ના સ્તરે બંધ થઈ રહ્યો હતો.
હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નજીક બંધ છે. એમએસીડી પણ નેગેટિવ છે. જો કે તે સુધરીને પોઝિટિવ થઈ શકે છે. આરએસઆઈ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૦.૮૨ છે. નવા સપ્તાહે એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર માટે રૂ.૩૧,૫૦૦ અને રૂ. ૩૧,૦૦૦નો મજબૂત સપોર્ટ લેવલ છે. તો બીજી બાજુ રૂ. ૩૨,૩૦૦ની પ્રતિકાર અને ત્યારબાદ રૂ.૩૨,૬૦૦ની મજબૂત પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી.
ચાંદી વાયદામાં આગેકૂચની શક્યતા ઓછી
એમસીએક્સ ચાંદીના જુલાઈ મહિનાના કોન્ટ્રાક્ટમાં નવા સપ્તાહે મિશ્રથી નકારાત્મક વલણ રહેવાની સંભાવના છે. જેમાં ટૂંકા ગાળા માટે રૂ. ૩૫,૮૮૦નો ટેકો અને ત્યારબાદ રૂ. ૩૪,૯૮૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો જરૂરી છે. તો બીજી બાજુ જો વાયદો રૂ. ૩૭,૩૦૦ની પ્રતિકાર સપાટી કુદાવે તો ચાંદીમાં રૂ. ૩૭,૯૮૦ સુધીના ઉછાળાની અપેક્ષા રાખી શકાય છે.
ક્રૂડ વાયદામાં એકંદરે મજબૂત વલણ
એમસીએક્સ ક્રૂડ ઓઇલના જૂન મહિનાના વાયદામાં આગામી સપ્તાહે મિશ્રથી સકારાત્મક વલણ જોવા મળશે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઈએમએની ઉપર બંધ છે. એમએસીડી પોઝિટિવ છે. આરએસઆઈ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૮.૦૪ છે. નવા સપ્તાહે ક્રૂડ વાયદામાં ટૂંકા ગાળા માટે રૂ.૪,૩૪૫નો સપોર્ટ અને રૂ.૪,૨૧૫નો ફાઇનલ સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૪,૬૦૫નું રેઝિસ્ટન્ટ અને ત્યારબાદ રૂ. ૪,૭૦૫નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ લેવલ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
ધાણા વાયદામાં નરમાઈ
એનસીડીઇએક્સ ધાણાના જૂન વાયદાના ભાવમાં સુસ્ત વલણ રહેવાની ધારણા છે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઈએમએ ઉપર બંધ છે. એમએસીડી પોઝિટિવ ટેરીટરીમાં છે. આરએસઆઈ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૭૨.૮૫ છે. આરએસઆઈ ઓવરબાઉટ ટેરીટરીમાં છે અને ઊંચા મથાળે નફા વસૂલી આવી શકે છે.
મેન્થા તેલનો વાયદો સાંકડી રેન્જમાં રહેશે
એમસીએક્સ મેન્થા ઓઇલના મે મહિનાના વાયદો સાંકડી રેન્જમાં રહેવાની શક્યતા છે. મેન્થા વાયદામાં શોર્ટ ટર્મ માટે રૂ.૧,૩૫૦નો ટેકો અને રૂ.૧,૩૦૦નો મજબૂત સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૧,૪૩૩નું રેઝિસ્ટન્ટ અને રૂ.૧,૪૮૭નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ધ્યાનમાં રાખવું. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઈએમએની નીચે બંધ છે. એમએસીડી નેગેટિવ છે. આરએસઆઈ નેગેટિવ છે અને કરંટ રીડિંગ ૪૦.૯૯ છે.
સોયાબીનમાં બે તરફી ચાલ રહેશે
એનસીડીઇએક્સ સોયાબીનના જૂન મહિનાના વાયદામાં નવા સપ્તાહે બે તરફી ચાલ રહેવાની ધારણા છે. ચાર્ટ ઉપર ગત સપ્તાહે સોયાબીન વાયદો રૂ.૩,૭૧૦ના મથાળે ખુલ્યો હતો અને સપ્તાહની શરૂઆતમાં જ રૂ.૩,૭૦૪ની નીચી સપાટી બની હતી. જો કે ત્યારબાદના સપ્તાહ દરમિયાન નીચા સ્તરેથી શોર્ટ કવરિંગમાં ભાવ વધ્યા હતા અને સપ્તાહના બીજા ભાગમાં રૂ. ૩,૮૧૯ની ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા. જો કે ઊંચા સ્તરે ભાવ ટકી ન શકતા સપ્તાહના અંતે ફરી ભાવ ઘટયા હતા. અંતે વાયદો ૨.૨૪ ટકાના સાપ્તાહિક ઘટાડામાં રૂ.૩,૭૧૨ના સ્તરે બંધ થયા હતા. જ્યારે તેની અગાઉના સપ્તાહે ક્લોઝિંગ લેવલ રૂ.૩,૭૨૧ હતું.
ભાવ ૧૦ સપ્તાહના ઈએમએની નીચે બંધ છે પરંતુ ૨૦ સપ્તાહના ઈએમએની ઉપર રહ્યા છે. આરએસઆઈ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૩.૭૦ છે. જો કે એમએસીડી પોઝિટિવ બની ગયું છે. ટૂંકા ગાળા માટે સોયાબીન વાયદામાં રૂ.૩,૬૦૨નો ટેકો અને ત્યારબાદ રૂ.૩,૪૯૫નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. તો બીજી બાજુ વાયદો રૂ.૩,૮૨૦ની પ્રતિકારક સપાટી કુદાવે તો રૂ.૩,૯૦૦ સુધીના ઉછાળાની ધારણા રાખવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગોલ્ડ ફ્યૂચરમાં જાણો કેવું વલણ જોવા મળશે! appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/know-what-the-trend-will-be-in-gold-futures/
via Best Gujarati News

0 Comments