હાઉસિંગ સેક્ટરમાં ડિમાન્ડ સપ્લાય સિચ્યુએશન ખરેખર ચિંતાજનક, જાણો કેવી રીતે
સેક્ટર વોચ : આશુતોષ દેસાઇ
હાલ આપણાં ઈક્વિટી બજારમાં રિઝલ્ટ સિઝન ચાલી રહી છે. દરેક ટ્રેડર્સ કે ટૂંકાગાળાના રોકાણકારો એક એક કંપનીના પરિણામોનો તો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી જ રહ્યા હશે સાથે જ, તે કંપનીના સેક્ટરનો પણ અંદાજ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગત સપ્તાહમાં આપણે કહ્યું તેમ, હાલના બજારમાં આમ તો કોઈ ટ્રેડ કરવાથી દૂર જ રહેવું હિતાવહ છે. પરંતુ, છતાં સેકટર વાઈસ વ્યૂ મેળવતા રહેવું અને અપડેટ રહેવું જરૂરી છે. આથી જ રિયાલિટી સેક્ટરની લીડિંગ કંપનીઓ સાથે ગત સપ્તાહના અંતિમ દિવસો દરમિયાન થયેલી વાતચીતમાં કેટલીક મહત્વની બાબતો જાણવા મળી.
રિયાલિટી સેક્ટરના માંઘાતાઓનું કહેવું છે કે, હાલની ઈકોનોમિક કન્ડિશન અને રિયાલિટી તથા હાઉસિંગ સેક્ટરમાં ડિમાન્ડ સપ્લાય સિચ્યુએશન ખરેખર ચિંતાજનક છે. હાલ ભારતીય અર્થતંત્રમાં જે એનબીએફ્સી ક્રાઈસિસ જોવા મળી રહી છે તે રિયાલિટી સેક્ટરના ઘણાં પ્લેઅર્સ માટે મોટી ચિંતાનો વિષય છે. ધિરાણ મોંઘા મળી રહ્યા છે અને તેની સામે ડેવલમેન્ટ સતત ચાલતું રહેતું હોવા છતાં ડિમાન્ડમાં ખાસ કોઈ વધારો જોવા મળી રહ્યો નથી.
અને રિયાલિટી સેક્ટરમાં કામ કરતી કંપનીઓ માટે બીજા સેક્ટર કરતાં સ્ટોરી સાવ અલગ હોય છે. બીજા ક્ષેત્રોમાં તમે જોશો તો અગર માગમા વધારો જોવા નથી મળી રહ્યો તો થોડાં સમય માટે પ્રોડ્ક્શન ધીમું કરી શકાય અથવા બંધ પણ કરી શકાય. જ્યારે આ સેક્ટરમાં ડેવલપમેન્ટ સતત ચાલતું જ રહેતું હોય છે અને સાથે જ કંપનીઓ પર વ્યાજનું મીટર પણ સતત ચાલતું જ રહેતું હોય છે. કારણ કે આ સેક્ટર એક એવું સેક્ટર છે જ્યાં સતત અને મોટી લિક્વિડિટીની જરૂરિયાત રહે છે. જો તે પ્રમાણે બજારમાં માગ નહીં જોવા મળે તો એ ચિંતાનો વિષય છે. અને હવે આ સેક્ટર માટે એ તકલીફ ઊભી થઈ છે કે એનબીએફ્સી અને રિયાલિટી કંપની બંને એકબીજાના શર્ટ ખેંચી રહી છે, જ્યારે કે બંનેને ખબર છે કે પરિસ્થિતિ બંનેની જ ખરાબ છે.
રિયાલિટી સેક્ટરની એક લીડિંગ કંપની સાથે થયેલી આ વાતચીત બાદ કેટલીક બાબતો પર ધ્યાન આપવું પડે. જેમકે, કંપનીઓના ડેટ ફંડના રોકાણ એટલે કે બોન્ડ, મેચ્યોરીટી પેપર્સ વગેરેમાં ધારણા પ્રમાણે હાલ ઈન્વેસ્ટમેન્ટ મળી રહ્યું નથી. સાથે જ કંપનીઓ નવું ફંડ રેઝ કરવામાં સફ્ળ નથી થઈ રહી સાથે જ જૂના કમિટેડ પેપર્સની મેચ્યોરિટી સમયે કંપનીએ કરવા પડતાં પેમેન્ટ માટે લિક્વિડિટીની મોટી મુશ્કેલીનો આ સેક્ટર હાલ સામનો કરી રહ્યું છે.
જેની સામે હાઉસિંગ ક્ષેત્રે નવા વેચાણના આંકડાઓ ખાસ પ્રોત્સાહક નથી. આ કારણે કંપનીઓએ ઊંચા વ્યાજે પણ ફંડ ઊભુ કરવું પડે છે જેને કારણે કંપનીની ડેટ વધતી જાય છે, સાથે જ પ્રમોટરોએ પોતાના શેર્સ પ્લેજ્ડ કરી સામે ફંડ ઊભં કરવાની ગોઠવણ કરવી પડે છે જેને હાલના તબક્કે બજાર સૌથી મોટા જોખમ તરીકે ગણાવી રહ્યું છે.આથી જ ઓબરોય રિયાલિટી, ડીએલફ, ગોદરેજ પ્રોપર્ટી, અંસાલ હાઉસિંગ, યુનિટેક, જયપી ઈન્ફ્રા, ઓમેક્સ જેવી દરેક કંપનીઓમાં હાલ ખરીદીથી દૂર જ રહેવું જોઈએ સાથે જ ઉછાળે વેચવાલી કરવાની તક ઝડપી શકો તો તે ફાયદાકારક નીવડી શકે એવું બને.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હાઉસિંગ સેક્ટરમાં ડિમાન્ડ સપ્લાય સિચ્યુએશન ખરેખર ચિંતાજનક, જાણો કેવી રીતે appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/currently-our-equity-market-is-running-the-results-season/
via Best Gujarati News
0 Comments