આ એરલાઇન્સે શરૂ કરી બિઝનેસ ક્લાસ સેવા, મળશે ઓછી કિંમતમાં વધુ ફાયદા
એરલાઇન્સ કંપનીઓ પણ હવે સ્પર્ધામાં ઉતરી છે. જેથી ફ્લાઇટમાં મુસાફરી કરતા લોકોને ફાયદો થાય છે. તાજેતરમાં આ સ્પર્ધાના ભાગ રૂપે સ્થાનિક ઉડ્ડયન કંપની સ્પાઇસજેટે તેની બિઝનેસ ક્લાસ સેવા શરૂ કરી છે. કંપનીએ આ સેવાને spicebiz નામ આપવામાં આવ્યું છે. કંપની તેની બિઝનેસ ક્લાસ સર્વિસમાં ઘણી સુવિધાઓ ઓફર કરે છે. ચાલો તમને તેના વિશે જણાવીએ.
બિઝનેસ ક્લાસના સૌથી ઓછા ભાવ:
સ્પાઇસજેટ મુજબ, અન્ય એરલાઇન્સ કંપનીઓની તુલનામાં કંપનીના બિઝનેસ ક્લાસમાં શ્રેષ્ઠ ભાડા માટેના વિકલ્પો આપવામાં આવે છે. મુસાફરોને અન્ય એવિએશન કંપનીઓના બિઝનેસ ક્લાસની સેવાઓ કરતા વધુ સારી સુવિધાઓ આપવા માટે દાવો કરવામાં આવ્યો છે.
મુસાફરોને ડેડિકેટ કેબિન મળશે:
સ્પાઇસ જેટના બિઝનેસ ક્લાસના મુસાફરોને 2X2નું અલાયદુ કેબિન મળશે. આ સીટ ખૂબ જ સુવિધાજનક હશે. તેમજ એરલાઇન્સ તરફથી આ પ્રકારના મુસાફરો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.
વધુ સારી કેટરિંગ સુવિધા:
બિઝનેસ ક્લાસ મુસાફરો તેમની બેઠક પર પહોંચશે ત્યારે તેમને વેલકમ ડ્રિંક આપવામાં આવશે. તેમજ તેમની પસંદગીના ભોજન પણ ઉપલબ્ધ થશે. કંપની તરફથી કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર આલ્કોહોલિક પીણા પણ આપવાની વાત કરવામાં આવી છે.
લાઉન્જની વિશેષ સુવિધા:
બિઝનેસ ક્લાસના મુસાફરોને એરપોર્ટ પર લાઉન્જનું એક્સેસ પણ મળશે. અહીં મુસાફરો તેમના ફ્લાઇટના સમય સુધી નાસ્તો કરી શકશે. અને કેટલાક સમય માટે આરામ કરી શકે છે. ઘણા પ્રવાસીઓ અહીં બેસીને તેમના કામ કરવાનું પણ પસંદ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ એરલાઇન્સે શરૂ કરી બિઝનેસ ક્લાસ સેવા, મળશે ઓછી કિંમતમાં વધુ ફાયદા appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/spicejet-presents-superior-business-class-experience-spicebiz/
via Best Gujarati News

0 Comments