એક્ઝિટ પોલ બાદ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો, સેન્સેક્સ 1400 પોઇન્ટ વધીને બંધ
લોકસભા ચૂંટણી 2019ના સાત ફેઝમાં 542 સીટો પર થયેલા ચૂંટણીના એક્ઝિટ પોલ આવી ગયા છે. ત્યારે આજે દિવસના અંતે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. અને શેરબજારે 39,000ની સપાટી વટાવી છે. ત્યારે બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +1,421.90 પોઇન્ટ વધીને 39,352.67 ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +421.10 પોઈન્ટ વધીને 11,828.25 ની સપાટીએ બંધ થયો છે.
આજે શેરમાર્કેટમાં ખુલતાની સાથે સેન્સેક્સમાં 900 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. તેમજ નિફ્ટીમાં પણ 250 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં ડોલરની સામે રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી હતી. ચૂંટણીના એક્ઝિટ પોલ આવી જતાં શેરબજાર પણ મોદીમય બન્યું છે. અને આજે શેરબજારમાં જબ્બર ઉછાળો થયો છે.
આજે પ્રારંભિક ટ્રેડિંગમાં શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 770.41 પોઇન્ટ વધીને 38701.18 ની સપાટીએ ખુલ્યો હતો. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 244.75 પોઈન્ટ વધીને 11651.90 ની સપાટીએ ખુલ્યો હતો. પ્રારંભિક ટ્રેડિંગમાં, નિફ્ટીના 100 શેરનો સ્મોલકેપ ઇન્ડેક્સ અને મિડકેપ ઈન્ડેક્સ 2.5 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
સોમવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં જોરદાર તેજી જોવા મળી હતી. સોમવારે ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 73 પૈસાના વધારા સાથે રૂપિયો ખૂલ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.49 ના ભાવ પર ખૂલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 70.22 પર બંધ રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post એક્ઝિટ પોલ બાદ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો, સેન્સેક્સ 1400 પોઇન્ટ વધીને બંધ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-39352-nifty-11828/
via Best Gujarati News
0 Comments