મોદી સરકારના કમબેકના સંકેતથી શેરબજાર ઝૂમી ઉઠવ્યું, સેન્સેક્સ 11,00 અંક પાર
રવિવારે જાહેર થયેલ એક્ઝિટ પોલમાં કેન્દ્રમાં ફરી એક વખત મોદી સરકારની વાપસીના સંકેત મળતા આજે સોમવારે શેરબજારમાં બંપર તેજી પ્રાપ્ત કરી છે. સકારાત્મક માહોલ વચ્ચે સેન્સેક્સ 2.49 ટકાના ઉછાળા સાથે રહ્યો છે. ત્યારે નિફ્ટી પણ 2.15 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. અત્યારે હાલ સેન્સેક્સ 39,063.69 +1,132.92 (2.99%) છે. અને નિફ્ટી 11,743.10 +335.95 (2.95%) છે.
આજે પ્રારંભિક ટ્રેડિંગમાં શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 770.41 પોઇન્ટ વધીને 38701.18 ની સપાટીએ ખુલ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 244.75 પોઈન્ટ વધીને 11651.90 ની સપાટીએ ખુલ્યો છે. પ્રારંભિક ટ્રેડિંગમાં, નિફ્ટીના 100 શેરનો સ્મોલકેપ ઇન્ડેક્સ અને મિડકેપ ઈન્ડેક્સ 2.5 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
સોમવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં જોરદાર તેજી જોવા મળી છે. સોમવારે ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 73 પૈસાના વધારા સાથે રૂપિયો ખૂલ્યો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.49 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 70.22 પર બંધ રહ્યો હતો.
આ શેરોમાં ઝડપથી વધારો થયો
બીએસઈ પર એસબીઆઇના શેરમાં 4.44 ટકા, આઇસીઆઇસીઆઈ બેંક 4.25 ટકા, એલએન્ડટીના 4.20 ટકા, રિલાયન્સ 3.63 ટકા અને ઇન્ડસઇન્ડ બેંકનો શેર 3.51 ટકા વધ્યો. ત્યારે એનએસઈ પર એસબીઆઇના શેર 5.01 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 4.54 ટકા, ઈન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સ 4.35 ટકા, અદાણી પોર્ટ્સ 4.34 ટકા અને એલએન્ડટીના શેરમાં 4.27 ટકાનો વધારો થયો છે.
આ શેરોમાં ઘટાડો થયો
બીએસઈ પર બજાજ ઓટોનો શેર 2.12 ટકા, ઇન્ફોસિસ 0.97 ટકા, ટીસીએસ 0.21 ટકા અને એચસીએલ ટેક 0.02 ટકાનો કડાકો નોંધાયો છે. એનએસઈ પર ડૉ. રેડ્ડીનો 3.40%, ટેક મહિન્દ્રા 2.55%, બજાજ ઓટો 2.31% અને ઇન્ફોસિસનો શેર 1.36 ટકા ઘટ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મોદી સરકારના કમબેકના સંકેતથી શેરબજાર ઝૂમી ઉઠવ્યું, સેન્સેક્સ 11,00 અંક પાર appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/after-exit-polls-stock-market-open-on-high-sensex-gain-1132-points/
via Best Gujarati News

0 Comments