વાળ કપાવતાં પહેલાં આ વાતોનું ખાસ રાખવું જોઇએ ઘ્યાન
હેર ટિપ્સ :- હેતા પટેલ
કોલેજીયન ગર્લ્સને પોતાની હેરસ્ટાઇલ માટે સમયાંતરે અરુચી આવી જાય છે. તેઓ સમયાંતરે પોતાનો લૂક ચેંજ કરાવવા માટે હેરસ્ટાઇલ બદલવાનું કે નવા હેરકટ કરાવવાનું વિચારે છે અને કરાવી પણ લે છે. પરંતુ આ શોખ મોટેભાગે તે લોકોને ખૂબ ભારે પડતો હોય છે. કેમ કે નવા હેરકટમાં સૌથી મોટો પ્રોબ્લેમ એ હોય છે કે જ્યારે આપણને ગમતા ટ્રેન્ડી હેરકટ કરાવરાવીએ ત્યારે તે સુંદર રીતે કટ થયેલાં હોય, કટ થયા બાદ બ્લોડ્રાય કરી હોય ત્યારે તો અત્યંત આકર્ષક લાગતાં હોય છે. પણ જેવી બ્લોડ્રાયની અસર વાળમાંથી ઓછી થાય કે તરત તે હેરસ્ટાઇલ અજીબ લાગવા માંડે. તેની માટે અણગમો આવવા લાગે. અને ખાસ તો જ્યારે બીજી કોઇ વય્ક્તિ આપણી નવી હેરસ્ટાઇલ માટે ખરાબ કોમ્પ્લીમેન્ટ આપે ત્યાર પછી આપણને નવા કરાવેલા હેરકટ જરાય ગમતાં નથી હોતાં. માટે જ હેરકટ કરાવતી વખતે અમુક ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો જોઇ લઇએ કે કેવા વાળમાં કેવા હેરકટ કરાવરાવવા જોઇએ.
જાડા વાળ
શ્રેષ્ઠ ગુણવત્તાવાળા અને કોઇપણ હેરકટ જેમાં સારા લાગે તેવા વાળ એટલે જાડા વાળ. વાળનો ગ્રોથ વધારે હોય અને તે જાડા હોય તો તમે કોઇપણ પ્રકારના હેરકટ કરાવી શકો છો. કેમ કે વાળની જાડાઇના કારણે દરેક પ્રકારના હેરકટમાં વાળમાં વોલ્યુમ લાગશે, આ વોલ્યુમથી તમારા વાળમાં થયેલા કટ ખૂબજ સુંદર દેખાય છે. વધારે ગ્રોથ વાળા વાળમાં પણ એકવાતનું ધ્યાન ખાસ રાખવું કે જો સિલ્કી વાળ હોય તો સ્ટેપકટ કરાવવાનો આગ્રહ ન રાખવો. તેના બદલે ફેધર કટ કે લેયર્ડ કટ કરાવરાવવા. અને એમા પણ જો લાંબા વાળ હોય તો લોંગ લેયર્ડ ખૂબ જ સુંદર લાગશે. અને ગ્રોથવાળા વાળ જો થોડા કર્લી કે ફ્રિઝી હોય તો તેને તમે શોખથી સ્ટેપકટ કરાવરાવી શકો છો.
પાતળા વાળ
જો તમારા વાળમાં ગ્રોથ ન હોય. તે ખૂબ જ પાતળા અને વોલ્યુમ વગરના દેખાતા હોય તો ક્યારેય લેયર્ડ કે ફેધર કટ ન કરાવરાવવા. કેમ કે પાતળા વાળમાં આ પ્રકારના કટ સારા નથી લાગતા. પાતળા વાળમાં એકપણ સ્ટપે આપવાથી તેની થીનનેસ વધશે અને તે વધારે પાતળા લાગશે. માટે પાતળા વાળને બને તો સીધા કે યુ કટમાં કપાવવા જોઇએ. પાતળા વાળને જેટલાં સીમ્પલ કટ કરાવશો તેટલાં જ તે વધારે સારા લાગશે.
કર્લી વાળ
કર્લી વાળ ધરાવતી સ્ત્રીઓને પાતળા વાળ કરતાં થોડી જુદી જ પરેશાની હોય છે. કેમ કે કર્લી વાળ જેને હોય તેમના વાળમાં જો ગ્રોથ વધારે હોય તો તે વધારે પડતાં જ જાડા અને વોલ્યુમવાળા દેખાય છે. તેથી કર્લી વાળ ધરાવતી સ્ત્રીઓને પાતળા વાળ હોય તેવું જ તે લોકો ઇચ્છતા હોય છે. તેમ છતાંય જો જાડા વાળ હોય તો તમે તે વાળને લોંગ સ્ટેપ સ્ટાઇલમાં કટ કરાવી શકો છો. સ્ટેપકટ કર્લી હેરમાં ખૂબ જ સુંદર લાગશે. અલબત્ત પણ કર્લી વાળને મેઇન્ટેઇન રાખવા પડે છે. અને તેને સાચવવાનો શ્રેષ્ઠ ઉપાય કંડિશનર છે. જેટલીવાળ વાળને ધૂઓ એટલીવાર જો કંડિશનર કરાવશો તો વાળ સોફ્ટ રહેશે અને સુંદર દેખાશે.
સીધા વાળ
જો તમારા વાળ સીધા અને ગ્રોથવાળા હોય તો તમે તેમા લોંગ લેયર્સ કરાવી શકો છો. સીધા વાળમાં લેયર્ડ કે ફેધર કટ સારા લાગે છે. તે સિવાય ડીપ યુ કે વી શેપ પણ ખૂબ જ સુંદર લાગે છે. અલબત્ત જો તે પાતળા ન હોય તો જ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વાળ કપાવતાં પહેલાં આ વાતોનું ખાસ રાખવું જોઇએ ઘ્યાન appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/before-cutting-hair-these-things-should-be-kept-special/
via Best Gujarati News
0 Comments