દેશભરમાં હાલ 2019ની લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ગુજરાતની તો વાત જ કંઇક ઓર છે. દરેક રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારનો ધમધમાટ બોલાવી રહી છે. ચોરે ને ચૌટે પણ માત્ર ચૂંટણીની જ ચર્ચા છે, ત્યારે ‘સંદેશ ન્યૂઝ’ લોકોનાં મંતવ્યોને વાચા આપવા માટે એક સુવ્યવસ્થિત મંચ પુરુ પાડી રહ્યું છે. જેના માટે સંદેશ ગુજરાતનાં શહેરે શહેર અને ગામડે-ગામડે પહોંચી રહ્યું છે. લોકવાચા માટે સંદેશે ‘સંદેશની સંસદ’ નામનાં કાર્યક્રમની શરૂઆત કરી છે. જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં ગાંધીનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર, પંચમહાલ જેવા જિલ્લાઓમાં ‘સંદેશની સંસદ’ યોજાઇ ગઇ. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઇ રહ્યા છે. પોતાના પ્રશ્નો, મંતવ્યો અને વિચારો મુક્ત રીતે રજૂ કરી રહ્યા છે. સાથે જ અહીં લોકો ધારદાર અને તર્કબદ્ધ દલીલો કરે છે. પોતાના ગમા-અણગમા તો વિશિષ્ઠ ટિપ્પણીઓ પણ કરે છે. અત્યંત શિસ્તબદ્ધ અને નિષ્પક્ષ એવા સંદેશનાં ખાસ કાર્યક્રમ ‘સંદેશની સંસદ’ને રાજ્યભરમાંથી લોકો ઉમળકાભેર આવકારી રહ્યા છે. ત્યારે આજે સંદેશની સંસદ વડોદરા અને કચ્છમાં યોજાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ‘સંદેશની સંસદ’ કચ્છ અને વડોદરાથી, જાણો શું છે જનતાનો મિજાજ VIDEO appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/vadodara-and-kutch-sandesh-ni-sansad/
via Best Gujarati News