કોંગીના ઉમેદવાર અઠંગ છે માટે ચેતજો, દેશની સલામતીનો વિચાર કરી મત આપજો-વિજય રૂપાણી
ધંધૂકા ખાતે સુરેન્દ્વનગર લોકસભા ચુંટણીને લઇ યોજાયેલી જાહેરસભામાં ગુજરાતના મુખ્યમંત્રીએ કોંગ્રેસને આડેહાથ લઇ આકરા પ્રહારો કર્યા હતા. વિશાળ જન સભાને સંબોધતા રૃપાણીએ જણાવ્યુ કે,દેશની સલામતીનો વિચાર કરીને મત આપજો.
ધંધૂકા ખાતે કોલેજ રોડ ખાતે વિશાળ જન સભાને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જણાવ્યુ કે,કોંગ્રેસે દેશના રાજકારણને બગાડયુ છે.બધી રીતે પુરો હોય તે રાજકારણમાં આવે તેવા ઉદ્ગારો સાથે કોંગ્રેસ પર આડકરતા પ્રહારો કર્યા હતા.વધુમાં જણાવ્યુ કે,દેશની સલામતીનો વિચાર કરીને મતદાન કરજો,નરેન્દ્વભાઇ એવા વડાપ્રધાન છે કે જે ઉપગ્રહ છોડી પણ શકે અને તોડી પણ શકે,દેશને મળેલા પ્યોર ચોકીદાર ને કારણે કોંભાંડીઓની દુકાનો બંધ થઇ ગઇ છે.
એટલે મહામીલાવટી ગઠબંધનો કરીને દેશને બરબાદ કરવા જઇ રહયા છે.તો કોંગ્રેસના સુરેન્દ્વનગરના ઉમેદવાર ને લઇ કટાક્ષ કરતા જણાવ્યુ કે, કોંગીના ઉમેદવાર તો અઠંગ છે માટે ચેતજો, ગાંધી પરિવારે દેશનો લુટયો છે. સભા સંબોધનમાં મુખ્યમંત્રીએ નરેન્દ્વભાઇ ના શાષનમાં થયેલા અક્ષરધામના હુમલાના ઉલ્લેખ સાથે અમદાવાદના બોમ્બ વિસ્ફોટો પણ યાદ કરી આતંકવાદીઓ સાથે કોંગ્રેસ હોવાનુ જણાવ્યુ હતુ. મરદની મૈયતમાં જવાય પછીનુ આપ સમજી ગયા હશો. બે દાયકાઓથી દેશમાં આતંકી હુમલા સામે કોંગ્રેસે આતંકીઓને બિરયાની ખવડાવી છોડી દીધા હતા.જયારે ચોકીદાર સેનાને છુટો દોર આપીને પાકીસ્તાનમાં જઇ ને 300 આતંકી ઓનો ખાત્મો બોલાવ્યો તે માટે સેનાને સલામ કરી હતી. વિશાળ જન સભામાં સૌને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. આ તકે રાજયસભાના સાંસદ શંભુનાથજી,ખાદી બોર્ડના ચેરમેન કુશળસિંહ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કોંગીના ઉમેદવાર અઠંગ છે માટે ચેતજો, દેશની સલામતીનો વિચાર કરી મત આપજો-વિજય રૂપાણી appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/in-the-public-meeting-of-loksabha-elections-in-dhandhuka-the-chief-ministers-assault-on-the-congress/
via Best Gujarati News
0 Comments