ડીસા હાઈવેનો બનાસપુલ છેલ્લા ઘણાં સમયથી જર્જરીત થતાં નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા આ પુલ પરથી ભારે વાહનો પસાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારે વાહનો માટે બાજુના પુલ પર ડાયવર્ઝનના લીધે ગઈકાલે મોડી રાત્રે બે ટ્રેલરો સામ-સામે ધડાકાભેર ટકરાયા હતા.આ અકસ્માતના લીધે બન્ને ટ્રેલરોમાં આગ ભભૂકી ઉઠી હતી.જોકે ટ્રેલરમાં બે ઈસમો દબાઈ જતાં તેઓ બહાર નિકળી ન શકતા બન્ને આગમાં બળીને ભડથું થઈ ગયા હતા. જયારે બીજા ટ્રેલરમાં ચાલક અને તેના કલીનરને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા.આ અકસ્માતના પગલે મોડી રાત્રે ૩ કલાક સુધી ટ્રાફીકજામ થઈ ગયું હતું.

ડીસા બનાસ નદીના પુલ નજીક આખોલ ગામ પાસે ગત બુધવારે મોડીરાત્રે પથ્થરો ભરેલા બે ટ્રેઇલરો અચાનક સામે સામે અથડાઇ જતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. અને અકસ્માતમાં બંન્ને ટ્રેઇલરોમાં ભયાનક આગ લાગતા ટ્રેઇલરમાં સવાર ચાલક અને કલીનરનું આ આગમાં જીવતા ભુજાઇ જતા મોત નિપજયું હતું. તેમજ અન્ય ટ્રેઇલરમાં સવાર બે વ્યકિતઓને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. મોડીરાત્રે સર્જાયેલા આ અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને ડીસા તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસની ટીમ અને ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આ સળગતા ટ્રેઇલરો પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પરતું ત્યાર સુધીમાં તો ટ્રેઇલરમાં ફસાયેલ ચાલક અને કલીનર આ આગમાં બળીને ભડથું થઇ ગયા હતા. તેમજ જે.સી.બી અને ક્રેનની મદદથી આ બંન્ને વ્યકિતિઓની લાશ બહાર કાઢી પી.એમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી. જયારે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત જગદીશચંદ્ર મીના તેમજ સોજીરામ મીના બંન્ને રહેવાસી રાજસ્થાન વાળાને ૧૦૮ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. જો કે મોડીરાત્રે સર્જાયેલા આ અકસ્માતના પગલે હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામ થવા પામ્યું હતું. પરતું તાલુકા પોલીસ ટીમ દ્વાારા જે.સી.બી મશીન અને ક્રેન બોલાવી આ સળગેલા ટ્રેઇલરોનો કાટમાળ ખસેડીને ટ્રાફિકને પુર્વવત કરવામાં આવી હતી આ અકસ્માતમાં બંન્ને મૃતકોની મોડા સુધી ઓળખ થવા પામી ન હતી. તેમજ આ અકસ્માતના પગલે નજીકમાંથી પસાર થતી એક ટ્રક અચનાક પલટી ખાઇ જતા ફરી પાછો ટ્રાફિક જામ થયો હતો.

કલાક સુધી ટ્રાફીક જામ

ડીસાના બનાસનદીના પુલ નજીક મહાકાળી મંદિર સામે બે ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતના લીધે મોડીરાત્રે ૩ કલાક સુધી ટ્રાફીક જામ થઈ જતા ડીસા અને આર.ટી.ઓ. ચાર રસ્તા તરફના બન્ને માર્ગો પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી.જોકે આ અકસ્માતનો કાટમાળ ખસેડવાની કાર્યવાહી ગુરુવાર બપોર સુધી ચાલી હતી. ત્યારે બપોર સુધી પણ ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાય હતા અને ધીમે-ધીમે વાહનોને જવા દેવામાં આવ્યા હતા.

જુનો પુલ જર્જરિત થતા બંધ કરાયો.

ડીસાના બનાસનદીનો પુલ છેલ્લા ઘણાં સમયથી જર્જરીત થઈ જતાં આ પુલ પરથી ભારે વાહનોને પસાર કરવામાં નથી આવતાં અને બાજુના પુલ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પુલ જર્જરીત હોવા છતાં પણ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા આ પુલનું તાત્કાલિક રીનોવેશન કરવામાં આવતું નથી અને ગોકળગતિએ ચાલતી કામગીરીના લીધે આગામી સમયમાં વધુ અકસ્માત થવાની ભીતી સર્જાઈ રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ડીસાના બનાસ નદીના પુલ નજીક બે ટ્રેઇલરો અથડાતા ભીષણ આગ, બે લોકો બળીને ભડથું appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/two-people-died-due-to-a-fierce-fire-on-two-trailers-in-deesa/
via Best Gujarati News