દર્શના જરદોશની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા ૭૭ ટકા બાંકડાઓની ચોરી થઈ ગઈ !
। સુરત ।
સુરતના સાંસદ દર્શના જરદોશના નામે સામી ચૂંટણીએ નવું ઠિકરું ફૂટયું છે. સાંસદ દ્વારા તેમના મત વિસ્તારમાં ફાળવવામાં આવેલા હજારો બાંકડાઓ પૈકી સંખ્યાબંધ બાકડાઓ ઉચકાઇ ગયા હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં દર્શના જરદોશે રૂપિયા ૧.૭૩ કરોડના ખર્ચે ફાળવવામાં આવેલા બાકડાઓ પૈકી મોટાભાગના બારોબાર વગે થઇ ચૂક્યા છે. આ ગંભીર બાબતે પોલીસ કમિશનર ઉપરાંત શહેરના વિવિધ ૧૧ પોલીસ મથકોને તેમના વિસ્તાર દીઠ કેટલા બાંકડાઓ પગ કરી ગયા તેની રજેરજની માહિતી સાથે ફરિયાદ કરાઇ છે.
પ્રજાના મતથી ચૂંટાયેલા કોર્પોરેટરો, ધારાસભ્યો અને સંસદ સભ્યોને તેમના મત વિસ્તારમાં લોકકલ્યાણના કાર્યો કરવા માટે સરકાર તરફથી ગ્રાંટની ફાળવણી કરવામાં આવે છે. સાંસદો દ્વારા સોસાયટી કે શેરી-મહોલ્લામાં બાકડાઓ, એમ્બ્યુલન્સ, શબવાહિની, સરકારી હોસ્પિટલમાં સાધનો, શાળામાં કમ્પ્યુટર સહિત પાછળ ગ્રાંટમાંથી ફાળવણી કરવામાં આવે છે. શહેરના સાંસદ દર્શના જરદોશ દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭માં રૂપિયા ૧.૭૩ કરોડના ખર્ચે ૪૩૪૯ જેટલા બાંકડાઓ ખાનગી અને જાહેર સ્થળો પર મુકવામાં આવ્યા હતા. એજન્સીને પેમેન્ટ પણ ચુકવી દેવામાં આવ્યું છે.
તાજેતરમાં આ બાબતે કયા વિસ્તારમાં કેટલા બાંકડાઓ મુકવામાં આવ્યા? તે બાબત આરઇટીઆઇમાં માહિતી માંગવામાં આવી હતી. માંગ્યા મુજબની માહિતીનો જવાબ મળ્યા બાદ તેમને ૧૫થી ૧૭ લોકોનો સહકાર લઇ સ્થળ ઉપર ચકાસણી કરતા કાગળ પરની સ્થિતિ અને સ્થળ સ્થિતિમાં જમીન-આકાશ જેટલો મોટો તફાવત હોવાનું જાણવા મળ્યું હતું.
શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી તેમણે એક રેન્ડમ સરવે કરાવ્યો હતો. આ સરવેમાં ૮૬૫ બેન્ચો પૈકી સ્થળ ઉપર માત્ર ૧૯૩ બાકડાઓ જ ઉપસ્થિત હોવાનું જણાયું હતું. એટલે કે ૭૭.૬૯ ટકા અલબત્ત, ૬૭૨ બેન્ચો રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ હોવાની હકીકત જાણવા મળી હતી. આ હકીકત ઉજાગર થતાં તેમણે સુરત લોકસભા મત વિસ્તારમાં આવતા વિવિધ પોલીસ મથકો દીઠ કયા વિસ્તારમાંથી કેટલા બાંકડાઓ ચોરાઇ ગયા તેની રજેરજની માહિતી સાથે એક યાદી બનાવી છે. સોશ્યલ ઓડિટ કરાવાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દર્શના જરદોશની ગ્રાન્ટમાંથી ફાળવાયેલા ૭૭ ટકા બાંકડાઓની ચોરી થઈ ગઈ ! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/viewing-jarodoshani-grantma/
via Best Gujarati News
0 Comments