। સુરેન્દ્રનગર ।

‘સરકારે માલધારી સમાજની ચિંતા વ્યકત કરીને બંધ પડેલી  ડેરીઓને પુનઃ ધમધમતી કરતા દૂધ ઉત્પાદનમાં ગુજરાતમાં  ઝાલાવાડે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરીને ખરા અર્થમાં  શ્વેતક્રાંતિ આવી છે’ આજે વઢવાણમાં યોજાયેલા માલધારી સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માલધારી સમાજના આગેવાનો, તેમજ ઉપસ્થિત મહિલાઓને સંબોધન કરતા માલધારી સમાજ માટે સરકારે કરેલી કામગીરીની જાણકારી આપવા સાથે ઝાલાવાડના માલધારીઓની તેમના વ્યવસાય પ્રત્યેની નિષ્ઠા બીરદાવી હતી. આનંદ ભુવન ખાતે ગુરૂવારે સવારે યોજાયેલ માલધારી સંમેલનમાં હાજર રેહલા મુખ્યમંત્રીએ જિલ્લામાં વસતા માલધારી સમાજના લોકોના મતો ભાજપના ફાળે જાય તેવું આહ્વાન કરતા સભા સ્થળ તાલીઓના ગડગડાટથી સભા સ્થળ ગુંજી ઊઠયો હતો. આ અગાઉ સંમેલન સ્થળે આવેલા રૂપાણીનું ભરચક મહિલાઓએ ફૂલોની વર્ષા કરીને સ્વાગત કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પશુપાલન વ્યવસાયથી ઝાલાવાડમાં શ્વેતક્રાંતિ આવી છે : CM રૂપાણી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/animal-husbandry-business-zalawa/
via Best Gujarati News