। ભાવનગર । જયેશ શુકલ

૧૯૮૯માં વિશ્વનાથ પ્રતાપસિંહના નેતૃત્વમાં જનતાદળનો પવન ફૂંકાયો ત્યારે ભાવનગર લોકસભા બેઠક પર ખેલાયેલા રસાકસીભર્યા ત્રિપાંખિયા જંગમાં માત્ર ૫૫૨ મતથી હાર-જીત થઈ હતી. જે ભાવનગર બેઠક પર સૌથી ઓછી સરસાઈથી હાર-જીતનો કીર્તિમાન છે.

૧૯૮૯માં માંડાના રાજા વી.પી. સિંહના નેતૃત્વમાં જનતાદળ પુનઃ સજીવન થયું હતું. જેના પરિણામે સમગ્ર દેશમાં પરિવર્તનનો પવન ફૂંકાયો હતો. નવમી લોકસભાની એ ચૂંટણીમાં ભાવનગર સંસદીય બેઠક પર કુલ ૧૬ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. જેમાં કોંગ્રેસે શશીકાંત જમોડને, જનતાદળે પ્રવિણસિંહ જાડેજાને ટિકિટ ફાળવી હતી જ્યારે જયવંતસિંહ સરવૈયા અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા. એ વખતે કોંગ્રેસ, જનતાદળ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે રસાકસીપૂર્ણ ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. ભાવનગર બેઠક પર કુલ ૯,૦૦,૯૨૬ મતદારો હતા. જેમાંથી ૩,૫૮,૮૫૩ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા ૩૯.૮૩ ટકા મતદાન નોંધાયું હતું. જેમાંથી ૯,૯૫૭ મત એટલે કે ૨.૮૫ ટકા મત અમાન્ય ઠર્યા હતા. જ્યારે ૩,૪૮,૮૯૬ મત માન્ય રહ્યા હતા. જેમાંથી મત ગણતરી થઈ ત્યારે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત જમોડે ૧,૪૩,૨૯૪ મત હાંસલ કર્યા હતા તો જનતાદળના ઉમેદવાર પ્રવીણસિંહ જાડેજાને ૧,૪૨,૭૪૨ મત પ્રાપ્ત થયા હતા. જ્યારે ત્રીજા સબળ અપક્ષ ઉમેદવાર જયવંતસિંહ સરવૈયાને ૪૯,૭૬૪ મત મળ્યા હતા. આ ચૂંટણીની રસપ્રદ બાબત એ છે કે, ૧૩ ઉમેદવાર એવા હતા જેમની તરફેણમાં ૩૦૦થી લઈને ૨૯૩૩ સુધીના મત પડયા હતા. એ ચૂંટણીની વિશેષતા એ પણ રહી હતી કે, કોંગ્રેસની વિરુદ્ધમાં પવન હોવા છતાં ૫૫૨ મતના ર્માિજનથી કોંગ્રેસનો વિજય થયો હતો. ભલે નજીવી સરસાઈથી પણ કોંગ્રેસે સતત ત્રીજી ટર્મ માટે બેઠક જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં ભાવનગર બેઠક પર આ ઓછામાં ઓછા મતથી હારજીતનો રેકોર્ડ છે.

ત્રણ ચૂંટણીથી ભાવનગર બેઠક પર કોંગ્રેસની લીડ સતત ઘટી

૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપે તત્કાલીન સાંસદ રાજેન્દ્રસિંહ રાણાનું પત્તું કાપી ભારતીબહેન શિયાળને મેદાને ઉતાર્યા હતા તેઓ ૫૯.૯૦ ટકા વોટ મળ્યા  તો કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણ રાઠોડને ૨૭.૨૯ ટકા વોટ મળ્યા હતા. ૨૦૦૯ની ચૂંટણીમાં ભાજપ તરફથી રાજેન્દ્રસિંહ રાણા મેદાને હતા તેઓને ૩૪.૨૩ ટકા તો કોંગ્રેસના ઉમેદવાર મહાવીરસિંહ ગોહિલને ૩૩.૨૯ ટકા વોટ મળ્યા હતા. ૨૦૦૪ની ચૂંટણીમાં રાજેન્દ્રસિંહને ૫૫.૬૦ ટકા તો કોંગ્રેસના ગીગાભાઇ ગોહિલને ૩૭.૫૨ ટકા વોટ મળ્યા હતા. સતત ત્રણ ચૂંટણીથી કોંગ્રેસની લીડ ઘટી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ૧૯૮૯માં ભાવનગરના ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ માત્ર ૫૫૨ મતથી જીતી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/in-1989-bhavnagar-tripti/
via Best Gujarati News