દ્વિ-ભાષી મુંબઈ પ્રાંતની ૧૯૫૧માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મહાગુજરાત આંદોલન ચળવળના કર્ણધાર ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક (ઇન્દુચાચા) ભરૂચ લોકસભા બેઠકમાંથી પહેલીવાર ઉમેદવારી કરી હતી પણ તેઓને હારનો સામનો કરવો પડયો હતો. ભરૂચ બેઠકથી કોંગ્રેસના ચંદ્રશંકર ભટ્ટ મેદાને હતા તેઓએ ઇન્દુચાચાને હરાવ્યા હતા.

દેશ આઝાદ થયા બાદ તેના લોકસભાની બંધારણ બનાવવામાં સભ્ય તરીકે ક. મા. મુનશી પણ હતા. લોકસભામાં દ્વિ-ભાષી મુંબઈમાં આપણું ગુજરાત સમાયેલુ હોવાથી ૧૯૫૧થી ૨૦૧૪ સુધીમાં ભરૂચ લોકસભાની ૧૭ વખત ચૂંટણીઓ થતાં વિભિન્ન વિચાર એટલે લોકશાહીનું મુળ હોય.

દ્વિ-ભાષીથી લઇને ગુજરાત રાજ્ય બન્યુ ત્યાં સુધીમાં ભરૂચ લોકસભા બેઠકમાં ભરૂચ નગરીનું હિત હૈયે વસેલુ હોય એવા ભૂતકાળમાં રાજકીય લોકો માટે પ્રજા પ્રતિનિધિ થવાનો અહેસાસ થાય એવા રાજનેતાઓ આવ્યા હતા.ખાસ કરીને ગુજરાત રાજ્ય બન્યું બાદ ૧૯૬૨માં ભરૂચ લોકસભાની ત્રીજી વખત ચૂંટણી થતાં એ સમયે કોંગ્રેસ પાર્ટી સામે ક. મા. મુનશીના બીજા ધર્મપત્ની લીલાવતી કનૈયાલાલ મુનશી સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા.

જો કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સામે ૨૮૦૩૭ મતે કરુણ રકાસ થયો હતો. ચૂંટણીનો આવો ભવ્ય ભૂતકાળને ઘણા સિનિયર સિટીઝનો હજી પણ વાગોળે છે.

મહાગુજરાત આંદોલનને પગલે ઇન્દુચાચા તરીકે જાણીતા થયા

ઇન્દુલાલ યાજ્ઞિાક ભરૂચમાં ચૂંટણી લડયા હતા ત્યારે મહાગુજરાતના આંદોલનનો પાયો નંખાયો ન હતો.ભરૂચની ચૂંટણીના જે અનુભવો થયા હતા ત્યાર બાદ વિતેલા વર્ષોમાં તેમણે મહાગુજરાત આંદોલનની ચળવળ ઉપાડી હતી. જેના પગલે તેઓ ઇન્દુચાચા તરીકે જાણીતા થયા હતા. અમદાવાદમાંથી રજી , ૩જી, ૪થી અને ૫મી લોકસભામાં પણ તેઓ વિજેતા થયા હતા.ઓલ ઈન્ડિયા કિસાન સભાના નેતા તરીકેનો તેમનો અનુભવ પણ આ ચળવળમાં મહત્વનો બન્યો હતો.

૧૯૬૨માં કનૈયાલાલ મુનશીના પત્ની લીલાવતી ચૂંટણી હાર્યા

કનૈયાલાલ મુનશીના પત્ની લીલાવતી મુનશીએ ૧૯૬૨ સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જોકે તેઓ કોંગ્રેસના છોટુભાઇ મકનભાઇ પટેલ સામે ચૂંટણી હારી ગયા હતા. આ ચૂંટણીમાં છોટુભાઇ પટેલને ૧,૩૦,૦૬૦ મત મળ્યા હતા. જ્યારે લીલાવતી મુનશીને ૧,૦૨,૦૨૩ મત મળ્યા હતા. ભરૂચની લોકસભાની બેઠક મુંબઇ સ્ટેટ વખતથી જ પ્રતિષ્ઠિત બેઠક કહેવાતી હતી. આ બેઠક પરથી ચૂંટાયેલા નેતાઓને રાજ્ય જ નહીં પણ કેન્દ્રના રાજકારણમાં પણ નોંધ લેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post 1951માં આ સીટ પરથી ઇન્દુચાચાને પણ હારનો સ્વાદ ચાખવો પડયો હતો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/in-1951-indochacha-also-had-to-taste-the-defeat-of-this-seat/
via Best Gujarati News