બનાસકાંઠામાં મહિલાએ ભરબજારે ધારણ કર્યું રણચંડીનું રૂપ, ચંપલથી યુવકને ધોઇ નાખ્યો, જુઓ Video
બનાસકાંઠાના થરાદમાં એક મહિલાએ એક યુવકને ચંપલ વડે મેથીપાક આપતો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનામાં ગાડીમાં બેસવાને લઇને મહિલા સાથે એક વ્યક્તિને બબાલ થઇ હતી, જોત જોતામાં મહિલાનો ગુસ્સો સાતમા આસમાને જતો રહ્યો હતો. અને વિફરેલી મહિલાએ ભરબજાર વચ્ચે યુવકને ચંપલ વડા ફટકાર્યો હતો. હાલ યુવકને ચંપલ વડે મારતો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાઇરલ થઇ રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના થરાદમાં એક મહિલાને ગાડીમાં બેસવા મામલે યુવક વચ્ચે બબાલ થઇ હતી. ગાડીમાં બેસવા માટે શખ્સે મહિલાને અપશબ્દો બોલતાં મહિલાનો ગુસ્સો સાતમા આસમાને જતો રહ્યો હતો, અને ભરબજારમાં મહિલાએ ચંડીનો અવતાર ધારણ કરીને ચંપલ વડે યુવકને ફટાકાર્યો હતો.
આ દ્રશ્યો જોતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. જે બાદ ટીઆરબીના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. હાલ યુવકને ફટકારતો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બનાસકાંઠામાં મહિલાએ ભરબજારે ધારણ કર્યું રણચંડીનું રૂપ, ચંપલથી યુવકને ધોઇ નાખ્યો, જુઓ Video appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/banaskantha-a-woman-hit-to-man-in-market-banaskantha-video-viral/
via Best Gujarati News
0 Comments