ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણી શનિવારે મહારાષ્ટ્રમાં અને રવિવારે મધ્યપ્રદેશમાં ભાજપનો ચૂંટણી પ્રચાર કરશે. મહારાષ્ટ્રમાં મુબંઈ ઉત્તર પૂર્વ લોકસભા મતક્ષેત્રમાં ગુજરાતી મુળના ઉમદેવાર માટે તેઓ રોડ-શો પણ યોજશે.

પ્રદેશ ભાજપના કાર્યકરોની ટીમો રાજસ્થાન સહિતના પાડોશી રાજ્યોમાં પ્રચાર માટે પહોંચી છે. સંગઠનના કેટલાક નેતા વડાપ્રધાન મોદીના મતક્ષેત્ર વારાણસીમાં પણ કાર્યરત છે ત્યારે ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ રાજ્યના પ્રથમ હરોળના નેતાઓ બીજા રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરશે.

પ્રદેશ ભાજપના કહેવા મુજબ મુખ્યમંત્રી રૃપાણી શનિવારે મુંબઈમાં ભાજપના ઉમેદવાર મનોજ કોટકના સમર્થનમાં રોડ-શો યોજશે. ત્યારબાદ ગુજરાતી મુળના નાગરીકોનું પ્રભૂત્વ ધરાવતા ભાનૂશાળી વાડી, તિલક રોડ, ઘાટકોપરમાં જનસભાઓ પણ સંબોધશે. બાદમાં રાત્રે તેઓ ગાંધીનગર પરત આવશે.

૨૮ એપ્રિલને રવિવારે મુખ્યમંત્રી રૃપાણી મધ્યપ્રદેશ જશે અને સાગર લોકસભા મતક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર રાજબહાદૂરસિંહના સમર્થનમાં પ્રચાર અભિયાનમાં જોડાશે.

રવિવારે સવારે ૧૦ કલાકે સાગર શહેરમાં આવેલા રવિન્દ્રભવનમાં ભાજપના ઉમેદવારના સર્મથનમાં પ્રબુધ્ધ નાગરીર સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને મુખ્યમંત્રી રૃપાણી સંબોધશે. આ બંને રાજ્યોમાં ગુજરાત ભાજપના અનેક કાર્યકરો ચૂંટણી પ્રચારમાં જોતરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આજે CM રૂપાણી મુંબઇમાં, કાલે મધ્યપ્રદેશમાં, જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/today-cm-rupani-mumbai-tomorrow-in-madhya-pradesh/
via Best Gujarati News