ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ખૂન કેસના આરોપી કહેવા બદલ કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી સામે અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં વધુ એક બદનક્ષીની ફરિયાદ થઈ છે. જેમાં ફરિયાદી ખાડીયા વોર્ડના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટની સીઆરપીસીની કલમ 202 હેઠલ વેરિફીકેશન મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ ડી.એસ.ડાભીએ કર્યા બાદ ફરિયાદી અને બે સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.

બાદ કોર્ટે આ કેસમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી સામે સમન્સ કાઢવા કે નહીં તેના હુકમ માટે તા.30મી એપ્રિલના રોજ રાખી છે. ખાડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો. કોર્ટમાં કરેલી ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, તાજેતરમાં કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહલુ ગાંધીએ જબલપુરમાં એક જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ખૂન કેસનો આરોપી છે. વાહ કયા શાન હે, રાહુલ ગાંધીએ આવુ કહીને ભાજપ પક્ષ અને ભાજપના વડા અમિત શાહની બદનામી કરી છે.

સીબીઆઈ કોર્ટે અમિત શાહને ૨જી જાન્યુઆરી 2015ના રોજ એન્કાઉન્ટર કેસમાં બીન તહોમત છોડી મુકયા હતા.જેથી અમિત શાહને ખૂન કેસના આરોપી કહી તેમની બદનામી કરી હોવાથી રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવી બદનક્ષીની કલમો હેઠળ કાર્યવાહી કરવી જોઈએ.

જે ફરિયાદમાં કોર્ટે ફરિયાદીનું વેરિફીકેશન લઈને તેમની અને સાક્ષીઓની જુબાની લીધી હતી.બાદ કોર્ટે સામાવાળાને સામે સમન્સ કાઢવા કે નહીં તેના હુકમ માટે રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, એડીસી બેંકમાં નોટબંધી દરમિયાન ૬૭૫ કરોડની નોટો બદલી હોવાનો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો હતો.જેમાં કોર્ટે બદનક્ષી થઈ હોવાનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંઘી સામે સમન્સ ઈસ્યુ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમિત શાહને ‘હત્યાના આરોપી’ કહેવું ભારે પડ્યું, મેટ્રો કોર્ટમાં રાહુલ સામે નોંધાઇ ફરિયાદ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/shah-filing-court-about-statement-of-rahul-in-mp/
via Best Gujarati News