રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના પગલે રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ ક્રોસ કર્યો છે. અમદાવાદમાં પણ હજી 2 દિવસ રેડ એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગે આપેલા 5 દિવસમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ જઇ શકે છે. સૌરાષ્ટ્રમાં પણ 45 ડિગ્રીએ ગરમીનો પારો પહોંચી શકે છે, જેથી સુરત સહિત સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી સોમવાર સુધી આકરી પડવાની આગાહી કરવામાં આવી છે. શનિવારે અને રવિવારે રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, સૌરાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિ રહેશે. હાલ અમદાવાદમાં 43.3 ડિગ્રી ગરમી પડી રહી છે. અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં બીજીવાર ગરમીનો પારો 43.3 ડિગ્રીને પાર થયો છે. અગાઉ 23 એપ્રિલે 43.3 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. ગયા વર્ષે એપ્રિલમાં એકપણ વખત ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમીનો કેર યથાવત, જાણો કયા છે ઓરેન્જ અને રેડ એલર્ટ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/hit-wave-in-gujarat-for-next-three-days/
via Best Gujarati News