…અને ધોનીના નસીબે અહીં જોરદાર સાથ આપ્યો અને ટીમને અપાવી શાનદાર જીત, Video વાયરલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 12)માં રવિવારના રોજ ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એ શાનદાર ઇનિંગ્સ રમી પોતાની ટીમને જીત અપાવી. ધોનીએ 46 બોલમાં 75 રનને નોટઆઉટ રહ્યો, તેના લીધે IPL મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 8 રનથી હરાવી સતત ત્રીજી વખત જીત નોંધાવી. આ મેચમાં ધોનીને તકેદારીનો સાથ મળતા એક દિલચસ્પ ઘટના જોવા મળી. મેચમાં ધોની જ્યારે શૂન્ય પર હતો ત્યારે આઉટ થઇ શકતો હતો, પરંતુ નસીબે તેનો સાથ આપ્યો હતો
Thala #Dhoni effect? When even bails refused to fall#CSKvRR #IPL2019 #Dhoni pic.twitter.com/RrVNvGgdZS
— Imwithnation (@Modi_vs_all) April 1, 2019
વાત એમ છે કે 27 રનના સ્કોર પર ચેન્નાઇની 3 વિકેટ પડી ગઇ હતી. ત્યારે ધોની બેટિંગ કરવા આવ્યો હતો. આ બધાની વચ્ચે તેનો સામનો રાજસ્થાન રોયલ્સના ઝડપી બોલર્સ જોફ્રા આર્ચર સાથે થયો. જોફ્રા એ ધોનીને યાર્કર ફેંકયો. ધોની આ બોલને રોકવામાં સફળ રહ્યો. પરંતુ નસીબે સાથ આપ્યો અને ગિલ્લીઓ પડી નહીં. આમ ધોની બચી ગયો અને મેચમાં પછી શાનદાર ઇનિંગ્સ રમી ટીમને જીત અપાવી. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
ધોનીની ટીમે આઇપીએલની મેચમાં સતત ત્રણ મેચ જીતવાનો અનોખો રેકોર્ડ બનાવતા ચર્ચાનો વિષય બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post …અને ધોનીના નસીબે અહીં જોરદાર સાથ આપ્યો અને ટીમને અપાવી શાનદાર જીત, Video વાયરલ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/ipl-2019-video-ms-dhoni-gets-lifeline-after-bails-refuse-to-fall/
via Best Gujarati News
0 Comments