વોટ્સએપ કોર્પોરેટ : કલ્પેશ શેઠ

‘મિશન શક્તિ’ની સફ્ળતા સાથે ભારતીય વૈજ્ઞાનિકોએ ભારતનાં સ્પેસ રિસર્ચનો સિતારો આસમાનમાં ઝળહળતો કરી દીધો છે. વડા પ્રધાને ચૂંટણીની પ્રચારયાત્રા વચ્ચે DRDOની આ સફ્ળતાની જાહેરાત કરવાની તક ઝડપી લીધી. ASAT મિસાઇલે આશરે ૩૦૦ કિલોમીટરની ઊંચાઈએ લાઇવ સેટેલાઇટને લક્ષ્ય બનાવીને તોડી પાડયો. હવે અવકાશ ક્ષેત્રે દેશમાં ફળવાઈ રહેલા નાણાંની ઉપયોગિતા વિશે થતા સવાલોના જવાબ મળવા શરૂ થઈ જશે.

છેલ્લા એક દાયકામાં અવકાશીય સંશોધન ક્ષેત્રે ભારતે ફળવેલા ભંડોળમાં ત્રણ ગણો વધારો થયો છે. સાલ ૨૦૦૯-૧૦માં ૪૧૬૩ કરોડ રૂપિયા ફળવાયા હતા. જે સાલ ૨૦૧૮-૧૯માં વધીને ૧૧,૫૩૮ કરોડ રૂપિયા થયા છે. આમ તો આપણે ત્યાં સ્પેસ રિસર્ચ પાછળ થતી નાણાંની જોગવાઇ સરકાર દ્વારા કરાતા કુલ ખર્ચની ટકાવારીના આધાર પર નક્કી થતી હોય છે. સાલ ૨૦૧૮-૧૯માં અત્યાર સુધીની સૌથી વધારે ફળવણી કરવામાં આવી છે. જે ૦.૪૬ ટકા જેટલી છે. જે એક દાયકા પહેલા ૦.૪૧ ટકા હતી વળી વચ્ચેના સમયગાળામાં સરકારે ભંડોળ ઘટાડીને ૦.૩૪થી ૦.૩૦ ટકા પણ કરવામાં આવ્યું હતું. હાલની સરકારે મોકો મળતાં જ આ સફ્ળતાને પોતાના ખાતામાં અંકે કરવાની કોશિશ એટલે કરી છે કારણ કે આ સરકારે જ સ્પેસ રિસર્ચ પાછળ ફળવાતા ભંડોળમાં વધારો કર્યો છે.

સામાન્ય રીતે વૈશ્વિક સમુદાયમાં જે તે દેશનું સ્પેસ બજેટ તેના GDPનાં આધારે નક્કી કરવામાં આવતું હોય છે. આપણા વૈજ્ઞાનિકોની વિશેષતા એ પણ છે કે વિશ્વમાં સ્પેસ પાવર ગણાતા અમેરિકા, રશિયા તથા ચીનની સરખામણીએ આપણું બજેટ સૌથી ઓછું હોય છે. સાલ ૨૦૧૮-૧૯માં આપણું સ્પેસ બજેટ GDPનાં ૦.૦૬ ટકા હતું. જ્યારે રશિયા તથા અમેરિકાએ બજેટમાં ૦.૨૩ ટકા જેટલી મોટી ફળવણી કરી હતી. છેલ્લા થોડા વર્ષોમાં ભારતનાં સ્પેસ રિસર્ચ બજેટમાં જોવા મળેલો ઉછાળો ખાસ કરીને કેપિટલ એક્સ્પેન્ડિચરમાં થયેલા વધારાને કારણે થયો છે. સાલ ૨૦૧૪-૧૫થી સાલ ૨૦૧૮-૧૯માં સ્પેસ રિસર્ચમાં થતા ખર્ચમાં ૨૭ ટકાનો વધારો નોંધાયો છે. જો કે હવે આ સફ્ળતા બાદ ભારત સ્પેસ પાવર ગણાતા રશિયા, ચીન તથા અમેરિકા જેવા એલિટ ગ્રૂપના દેશોની યાદીમાં સ્થાન પામનાર ચોથું રાષ્ટ્ર બનતા ભારતે આ ક્ષેત્રે કરેલું ઇન્વેસ્ટમેન્ટ લેખે લાગ્યું ગણાશે.

આ ગ્રુપનાં અન્ય ત્રણેય દેશો અગાઉ અવકાશમાં સેટેલાઇટ તોડી ચૂકયા છે. અગાઉનું સોવિયેટ યુનિયન સ્પેસમાં જ સેટેલાઇટ તોડી પાડવાની ક્ષમતા ધરાવતું હોવાનાં અહેવાલ મળ્યા બાદ અમેરિકાએ આ દિશામાં પ્રયાસો એકદમ તેજ કર્યા હતા. એમ તો અમેરિકાએ મે-૧૯૫૮ અને ઓકટોબર-૧૯૫૯માં પણ પ્રયાસ કર્યા હતા પણ સફ્ળતા મળી ન હોવાથી ૧૯૮૦ ના દાયકામાં આ મિશન પડતું મૂક્યું હતું. ત્યાર બાદ અમેરિકાએ ફેબ્રુઆરી-૨૦૦૮માં ASAT મિસાઇલ મિશનને સફ્ળતા મળી હોવાની જાહેરાત કરી હતી. આ અગાઉ ચીને SC-૧૯ ASATના ઉપયોગ વડે પોતાનો હવામાન માટેનો ઉપગ્રહ જાન્યુઆરી-૨૦૦૭માં નાશ કર્યો હતો. ત્યારબાદ ચીને ફ્રી ૨૦૧૦ તથા ૨૦૧૩માં પણ આવા મિશન પાર પાડયા હતા. વાત ભલે લાંબા સમય સુધી થઈ હોય પણ રશિયાએ પોતાનો સૌ પ્રથમ સફ્ળ ASAT પ્રયોગ નવેમ્બર-૨૦૧૫ માં કર્યો હતો.

ભારતના સ્પેસ મિશનની આ ઝળહળતી સફ્ળતાથી દૈશને લાભ શું થશે એવા સવાલ પણ થવાના.! આ જવાબને ASAT મિશનના ઉપયોગ દ્વારા સમજાવી શકાય. ASAT મિસાઇલ લશ્કરી કાર્યવાહી દરમિયાન સેટેલાઇટ તોડવામાં ઉપયોગમાં લઇ શકાય છે. જોકે જ્યારે યુદ્ધ દરમિયાન આ કાર્યવાહી કરી શકાતી નથી. ભારત અત્યાર સુધીમાં ૧૦૨ સ્પેસક્રાફ્ટ મિશન પાર પાડી ચૂક્યું છે. તેથી દુશ્મન દેશ હવે આપણી તાકાતથી પરિચિત હોય જ. આમેય તે શું દરેક સંશોધનની સફ્ળતા માત્ર આર્થિક દૃષ્ટિકોણથી જ મૂલવી શકાય? હવે જો ભારત બીજા દેશોના ઉપગ્રહ અવકાશમાં છોડીને કમાણી કરી શકતું હોય તો જરૂર પડયે અન્ય દેશોના ઓર્ડર પ્રમાણે તે દેશના ઉપગ્રહને તોડી પણ શકે જ. આ તો હજુ શરૂઆત છે ટેક્નોલોજીનો ઉપયોગ તેના વપરાશની સાથે સમજાતો હોય છે. મોબાઇલ ફેન શરૂ થયા ત્યારે તેનો ઉપયોગ કેમેરા, રેકોર્ડર, ટાઇમર, એલાર્મ કે ફ્લ્મિ જોવા માટે થઇ શકશે એવું કોઇએ વિચાર્યુ હતું? આપણે આ સફ્ળતાની ટીકા કરવાને બદલે તેને બિરદાવીએ તે જ સૌના ફયદામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post મિશન શક્તિ ભારતની ટેકનિકલ તાકાતનો વિશ્વને પરિચય! appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/mission-power-india-technique/
via Best Gujarati News