નવી ઊંચી સપાટી તરફ રોકાણકારોની નજર
F&O ફંડા : જતિન સંઘવી
મિડકેપનો સમાવેશ કરો
એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે બજાર નજીકના સમયગાળામાં થોડાંક સમય માટે સાધારણ સાઇડવે કે રિટ્રેસ થશે જો કે એવું બની શક્યું નહીં. બજારે ઘટવાનો ઇનકાર કર્યો અને ખરેખર તેવું જ બન્યું હતું જેમાં સપ્તાહના આરંભિક ભાગમાં તે સપોર્ટ ઝોન (નિફ્ટી ૧૧,૨૨૭-૧,૧૮૦)ની ઉપરથી બાઉન્સ બેક થયું હતું. બાઉન્સ બેક એટલું તીવ્ર હતું કે ઉપરની તરફ રેલી ફરી થઇ અને હાલમાં તેમની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી (સેન્સેક્સ ૩૮,૯૩૯ અને નિફ્ટી ૧૧,૭૬૦)થી થોડાંક જ દૂર છે. સાવચેતી માટે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે બે સપ્તાહથી પણ વધારે સમયથી ઓસિલેટર્સ ઓવરબાઉટ ટેરીટરીમાં છે આથી એક સાધારણ કરેક્સનથી ઇનકાર કરી શકાય નહીં. જો બજારમાં કરેક્શન આવે તો સારી સંભાવના એ છે કે મિડકેપ અને સ્મોલકેપ આ પ્રવાહમાં જોડાઇ શકે છે અને તે માર્કેટ પાર્ટિસિપેન્ટ્સ માટે સારા સમાચાર બની શકે છે.
ક્લોઝિંગ વ્હાઇટ મારુબુઝો
દૈનિક ચાર્ટ્સ ઉપર બંન્ને સૂચકાંકોએ ડ્રેગન-ફ્લાય ડોજીનું નિર્માણ કર્યું જે અપટ્રેન્ડ સર્જાતા મંદીના સંકેત મળી રહ્યાં છે. સાપ્તાહિક ચાર્ટ્સ ઉપર સેન્સેક્સ અને નિફ્ટી બંને એ એક બિગી ક્લોઝિંગ વ્હાઇટ બોડી મારુબુઝોનું નિર્માણ કર્યું છે. આ બિગ વ્હાઇટ કેન્ડલે ગત સપ્તાહે બેરિશ ડોજીના ફોર્મેશનને નકારી દીધો હતો. આમ દૈનિક અને સાપ્તાહિક કેન્ડલસ્ટિક અભ્યાસ નજીકના સમયગાળામાં તેજીમય આગેકૂચ દર્શાવે છે.
ટ્રેડિંગ રેન્જ બ્રેકઆઉટ
ગત સપ્તાહે ચાર મહિના બાદ આખરે ટ્રેડિંગ રેન્જમાં બુલિશ બ્રેકઆઉટ જોવા મળ્યું. નિફ્ટીએ પહેલેથી જ ૧૧,૪૧૬ના ટાર્ગેટને હાંસલ કરી લીધો છે અને હવે તે વિક્રમજનક સ્તર (૧૧,૭૬૦)ની દિશામાં આગેકૂચ કરી રહી છે અને આ પ્રક્રિયામાં તેણે ૧૧,૬૪૪ના ટાર્ગેટને હાંસલ કર્યો છે.
સપોર્ટ ઝોન તરીકે બુલિશ ગેપ
માર્કેટ સેન્સેક્સના ૩૭૨૩૦-૩૭૧૦૬ અને નિફ્ટીના ૧૧,૨૨૭-૧૧,૧૮૦ના બુલિશ ગેપની પાછળ ઉંચકાયું છે જે એક કોનફ્લ્યુન્સ ઝોન છે કારણ કે તે ૧૧,૧૯૫ના ૩૮.૨ ટકાના રિટ્રેસ્મેન્ટ લેવલની સાથે મેળ ખાય છે. આવી રીતે બુલિશ ગેપ મજબૂત સપોર્ટ ઝોન તરીકે કાર્ય કરશે. આ ગેપને મેઝરિંગ ગેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રમાણ સેન્સેક્સનો ટાર્ગેટ ૩૯,૦૪૯ અને નિફ્ટીનો ટાર્ગેટ ૧૧,૮૨૨ રહેશે.
આગેકૂચનું વલણ યથાવત્
ગત સપ્તાહે બંન્ને સૂચકાંકો મૂવિંગ એવરેજ એટલે કે ૨૦૦ ડીએમએ (સેન્સેક્સ-૩૬૨૮૨ અને નિફ્ટી-૧૦,૯૨૬)ની લાંબાગાળાની સરરેાશ, ૫૦ ડીએમએ (સેન્સેક્સ -૩૬,૭૦૦ અને નિફ્ટી-૧૧,૦૧૩)ની મધ્યમગાળાની સરેરાશ તથા ૨૦ ડીએમએ (સેન્સેક્સ-૩૭,૫૪૬ અને નિફ્ટી -૧૧,૨૯૧)ની ટૂંકાગાળાની સરેરાશની ઉપર બંધ આવ્યાં છે. આમ લાંબા, મધ્યમ અને ટૂંકાગાળાનું વલણ તેજીમય જોવાઇ રહ્યું છે.
મોમેન્ટમ ઓસિલેટર્સ – વધુ પડતી લેવાલી
એમએસીડી અને પ્રાઇઝ આરઓસી બાય મોડમાં છે. આરએસઆઇ (૭૧) તેજીનો સંકેત આપે છે. સ્ટોકેસ્ટિક ઓસિલેટર %D (૯૧) એ %Dની ઊપર સરક્યો છે અને તેથી નવેસરથી વેચવાલીનું સિગ્નલ આપે છે. એડીએક્સ (૩૪) આગેકૂચમાં મજબૂતાઇ દર્શાવે છે. દિશાસૂચક સૂચકાંકો બાય મોડમાં છે કારણકે +DI એ -DIની ઉપર છે. એમએફઆઇ (૮૭) પોઝિટિવ મની ફ્લો સૂચવે છે. ઓબીવી તેજીના વલણ સાથે સતત હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે. બોલિંજગ બેન્ડ બાય સિગ્નલમાં જળવાયેલો છે. મોટાભાગના ઓસિલેટર્સ તેજી તરફી વલણનો સંકેત આપે છે. જોકે, મોમેન્ટમ ઓસિલેટર્સ ઓવર-બોટ ઝોનમાં હોઇ સાધારણ ઘટાડાથી આશ્ચર્ય થવું જોઇએ નહીં.
ઓપ્શન વિશ્લેષણ
એપ્રિલ સિરીઝના ઓપ્શન્સ ડેટા અનુસાર ૧૨,૦૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ કોલ ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડ-અપ અને ૧૧,૦૦૦ની સ્ટ્રાઇક ઉપર હાઇએસ્ટ પુટ બિલ્ડ-અપ જોવા મળી શકે છે. આમ ઓપ્શન આંકડા ૧૧,૫૦૦ના રેઝિસ્ટન્સ અને ૧૨,૦૦૦ના સપોર્ટ પ્રમાણે ટ્રેડિંગ રેન્જ જોવા મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post નવી ઊંચી સપાટી તરફ રોકાણકારોની નજર appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/new-high-to-surface-investor/
via Best Gujarati News

0 Comments